કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ રહસ્ય

લાઇવ કવરેજ

  1. લૉકડાઉન દ્વારા જનતાએ સામૂહિક શક્તિનો પરચો આપ્યો - વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશમાં જનતાની શિસ્ત અને સેવાભાવની પ્રશંસા કરી હતી અને તેમણે કહ્યું, "જનતા કર્ફ્યુ અને લૉકડાઉન દ્વારા જનતાએ સામૂહિક શક્તિનો પરચો આપ્યો, જે પ્રશંસનીય બાબત છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. બ્રેકિંગ, ગુજરાતમાં વધુ પાંચ પૉઝિટિવ કેસ નોંધાયા

    ગુજરાત રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોના વાઇરસના સંક્રમણ અંગે બુલેટિન રજૂ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં વધુ પાંચ પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    તેમણે જણાવ્યું હતું કે નવા પાંચ કેસો પૈકી બે સુરતમાં, બે પોરબંદરમાં અને એક પંચમહાલમાં નોંધાયો હતો.

    તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત સંક્રમિત લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

    નવા પાંચ કેસોને ઉમેરતા રાજ્યમાં પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા 87એ પહોંચી ગઈ છે, આ ઉપરાંત અત્યાર સુધી કોરોના વાઇરસથી સંક્રમિત છ લોકોએ જીવ ગુમાવ્યા છે.

  3. નિઝામુદ્દીન ખાતે મરકઝમાં હાજરી આપનાર 72 ગુજરાતી નાગરિકોની ઓળખ કરાઈ

    રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીન ખાતે મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતીના આધારે 72ની ઓળખ કરવામાં આવી છે.

    આ 72 પૈકી અમદાવાદના 340, ભાવનગરના 20, મહેસાણાના 12, બોટાદના ચાર તેમજ નવસારીના બે નાગરિકોનો સમાવેશ થતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

    હાલ આ તમામ નાગરિકોને ક્વોરૅન્ટીન રાખવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    તેમણે એવું પણ જણાવ્યું કેદિલ્હીથી આવેલા અન્ય નાગરિકોને શોધી કાઢવાની કામગીરી હજી ચાલી રહી છે.

  4. ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

    ઇન્ડિયન એકસ્પ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે કોરોના વાઇરસના મુદ્દે 8 ટકા જેવો દેશમાં સૌથી વધારે મૃત્યુદર ધરાવતાં ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ કોરોના વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ અંગે હજુ સુધી જાણી શકાયું નથી.

    સ્થાનિક તંત્રે પણ પુષ્ટિ કરી છે કે દસ જેટલા કેસોમાં ચેપ કઈ રીતે લાગ્યો એ જાણી શકાયું નથી.

    જોકે, મૃત્યુ પામનારા છ દર્દીઓ કોરાના વાઇરસનો ચેપ લાગવા ઉપરાંત પણ અન્ય બિમારીઓથી પણ પીડાતા હતા.

    અમદાવાદના ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑમ પ્રકાશ માચરાને ટાંકીને અખબાર નોંધે છે કે વાઇરસને લીધે મૃત્યુ પામનારાં અમદાવાદના બે દર્દીઓને ચેપ કઈ રીતે લાગ્યો એ જાણી શકાયું નથી. આ ઉપરાંત અમદાવાદના વધુ એક દર્દીને ચેપ કઈ રીતે લાગ્યો એ પણ જાણી શકાયું નથી. જોકે, તંત્રનું માનવું છે કે આ દર્દી તબીબી ક્ષેત્રે સંકળાયેલા હોઈ અજાણતાં જ તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે. ભાવનગરમાં પણ પાંચ એવા દર્દીઓ છે, જેમને વાઇરસનો ચેપ કેમ લાગ્યો એ હજુ સુધી જાણી શકાયું નથી. આમાંથી એક મહિલા દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધીએ અખબારને જણાવ્યું, "આ મામલાઓમાં વિદેશપ્રવાસનો ઇતિહાસ સામે આવ્યો નથી. એટલે મોટા ભાગે આ કિસ્સાઓ કમ્યુનિટી ટ્રાન્સમિશનના હોઈ શકે."

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

  5. કોરોનાના ડરથી ઍમેઝૉનના કર્મચારીઓની હડતાળ

    અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના ડરથી ઈ-કૉમર્સ સાઇટ ઍમેઝૉન સહિત અનેક કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે.

    ફૂડ ડિલિવરી કંપની ઇન્સ્ટાકાર્ટ અને ઍમેઝૉનના કર્મચારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓમાં ખામી હોવાનું જણાવ્યું છે અને કામ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે.

    અમેરિકાના સેનેટર્સે પણ આ મામલે ઝેફ બેઝોસ સાથે વાત કરી હતી અને ચિંતા વ્યક્ત કરી છે.

    ઍમેઝૉનના પ્રવક્તાનું કહેવું છે, “અમે અમારી ઇમારતોની સફાઈ મામલે ગંભીર પગલાં લઈ રહ્યા છીએ. આ ઉપરાંત કર્મચારીઓને સોશિયલ ડિસ્ટનસિંગ માટે મદદ કરી રહ્યા છીએ.”

    “આમ છતાં જે લોકો કામ પર આવવા ન માગતા હોય, એ લોકો રજાઓ સહિતના વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.”

    જોકે ઍમેઝૉનના કર્મચારીઓના સંઘે રૉયટર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેમને પૂરતી માત્રામાં માસ્ક નથી મળી રહ્યા.

    ઍમેઝૉન

    ઇમેજ સ્રોત, Reuters

  6. ભાવનગરમાં એસ.આઈ.ટી.નું ગઠન

    દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજિત તબલગી સમાજના કાર્યક્રમમાં ભાગ લેનારાઓને શોધી કાઢવા ગુજરાતમાં પ્રયાસહાથ ધરવામાં આવ્યા છે.

    ભાવનગરથી સ્થાનિક પત્રકાર યશપાલ ચૌહાણ જણાવે છે કે રેન્જ ડી.આઈ.જી. અશોક દ્વારા સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.

    જેમણે આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રથમ તબક્કે ભાવનગરના 13 તથા બોટાદના ચાર શ્રદ્ધાળુઓએ દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    ભાવનગરમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનાર પ્રથમ દર્દી પણ નિઝામુદ્દીન ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.

    તેમણે સુરેન્દ્રનગરમાં 22 વ્યક્તિની મુલાકાત લીધી હતી, જેમને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં છે.

    ગુજરાત સરકાર દ્વારા ભાવનગરને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારત સરકાર દ્વારા દેશનાં 10 હોટસ્પૉટની ઓળખ કરવામાં આવી છે, જેમાં દિલ્હીનો નિઝામુદ્દીન વિસ્તાર પણ સમાવિષ્ટ છે.

    police Inspector office

    ઇમેજ સ્રોત, Hathisinh Chauhan

  7. રેલવેના 20 હજાર ડબ્બા બનશે આઇસોલેશન વૉર્ડ

    રેલ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર ભારતીય રેલવે ટ્રેનના 20 હજાર ડબ્બાને ક્વોરૅન્ટીન/આઇસોલેશન વૉર્ડમાં પરિવર્તિત કરશે.

    આ 20 હજાર ડબ્બામાં જે લોકોને આઇસોલેશનમાં મોકલવાની જરૂર હશે, તેવા લોકો માટે 3 લાખ 20 હજાર જેટલા બૅડની સુવિધા ઊભી કરવામાં આવશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. બ્રેકિંગ, દિલ્હીમાં ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

    દિલ્હીના બાબરપુરમાં મોહલ્લા ક્લિનિકના એક ડૉક્ટરનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

    આ અંગે જાણ થયા બાદ તંત્ર દ્વારા વિસ્તારમાં નોટિસ લગાવી દેવામાં આવી છે અને 12થી 20 માર્ચ સુધી જે દર્દીઓએ દવાખાનાની મુલાકાત લીધી હોય, તેમને આગામી 15 દિવસ સુધી ઘરે ક્વોરૅન્ટીનમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. દિલ્હીના નિઝામુદ્દીનમાં કોરોના વાઇરસ કેવી રીતે ફેલાયો?

    દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર એજન્સી ANIને જણાવ્યું છે કે નિઝામુદ્દીન વિસ્તારના મરકઝ બિલ્ડિંગમાં 26 લોકોના કોરોનાના પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    રવિવારે મોડી રાત્રે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના લોકોમાં કોરોનાના શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારની પોલીસ અને સરકારે તપાસ હાથ ધરી હતી.

    દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર એજન્સી ANIને જણાવ્યું છે કે અહીં અંદાજે 1500-1700 લોકો સામેલ હતા. 1033 લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 334 લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને 700 લોકોને ક્વોરૅન્ટીનમાં મોકલવામાં આવ્યા છે.

    કોરોનાના કારણે તપાસ માટે લઈ જવાતા લોકો

    ઇમેજ સ્રોત, Getty Images

  10. લતા મંગેશકરે આપ્યું રૂપિયા 25 લાખનું દાન

    કોરોના વાઇરસ સામેની લડાઈમાં ગાયક કલાકાર લતા મંગેશકર મદદ માટે આગળ આવ્યાં છે અને રૂપિયા 25 લાખનું દાન મહારાષ્ટ્ર CM રિલીફ ફંડમાં આપ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. અમદાવાદ સહિત કોરોના વાઇરસના દેશમાં 10 હૉટસ્પૉટ

    ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનું ટેસ્ટિંગ વધારવા માટે એ દસ મહત્ત્વપૂર્ણ વિસ્તારો અને શહેરોની ઓળખ કરી છે જ્યાં આ વાઇરસના ‘અસામાન્ય ટ્રાન્સમિશન’ની જાણકારી મળી છે અને તેને કોરોના વાઇરસના હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.

    આ યાદીમાં જે શહેરો અને વિસ્તારોનો સમાવેશ થાય છે, તે આ પ્રમાણે છે :

    • અમદાવાદ (ગુજરાત)
    • દિલશાદ ગાર્ડન (દિલ્હી)
    • નિઝામુદ્દીન (દિલ્હી)
    • નોએડા (ઉત્તર પ્રદેશ)
    • મેરઠ (ઉત્તર પ્રદેશ)
    • ભીલવાડા (રાજસ્થાન)
    • કાસરગોડ (કેરળ)
    • મુંબઈ (મહારાષ્ટ્ર)
    • પુણે (મહારાષ્ટ્ર)

    આ એ વિસ્તારો અથવા શહેરો છે, જ્યાં વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    જાણકારી પ્રમાણે એવા ક્ષેત્ર જ્યાં ઘણા સમૂહમાં કોરોના વાઇરસના કેસ હોય છે, તેને હૉટસ્પૉટ માનવામાં આવે છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

  12. બ્રેકિંગ, નિઝામુદ્દીનમાંથી 700 લોકોને ક્વોરૅન્ટીનમાં મોકલાયા

    દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મર્કઝ બિલ્ડિંગમાંથી તબલીગી જમાતના ધાર્મિક આયોજનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો હાજર હોવાની વિગતો છે.

    દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર એજન્સી ANIને જણાવ્યું છે કે આમાં અંદાજે 1500-1700 લોકો સામેલ થયા હતા.

    તેમણે એવું પણ કહ્યું છે કે 1033 લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે, જેમાંથી 334 લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને 700 લોકોને ક્વોરૅન્ટીનમાં મોકલવામાં આવ્યા છે.

  13. દિલ્હીમાં નિઝામુદ્દીનમાં ડ્રોનથી મૉનિટરિંગ

    દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મર્કઝ બિલ્ડિંગની આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

    ન્યૂઝ એજન્સી ANI દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે મરકાઝ બિલ્ડિંગમાં મેડિકલની ટીમ અને પોલીસ અધિકારીઓ તહેનાત છે.

    આ જ સ્થળે આ મહિનાની શરૂઆતમાં 2500 લોકોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ બિલ્ડિંગમાંથી આશરે 860 લોકોને હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં અન્ય 300 લોકોને પણ શિફ્ટ કરવામાં આવશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. ગુજરાતમાં કુલ 73 પૉઝિટિવ કેસ, '1100' હેલ્પલાઇન શરૂ થશે

    ગુજરાત રાજ્યનાં આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ મંગળવારે સવારે કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ અંગે બુલેટિન રજૂ કર્યું હતું.

    • ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 73 પૉઝિટિવ કેસ નોંધાયા.
    • પાંચ કેસમાં લોકો સ્વસ્થ થઈ જતાં તેમની રજા અપાઈ છે.
    • અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં ક્લસ્ટર એરીયા બનાવ્યા છે. કેસ દેખાય એ વિસ્તાર કોર્ડન કરવામાં આવે છે.
    • 73 કેસમાંથી 32ની વિદેશ ટ્રાવેલની હિસ્ટ્રી છે, ચાર અન્ય રાજ્યોમાંથી આવેલા છે અન્ય 37 લોકલ ટ્રાન્સમીશનથી છે.
    • 1100 નંબર નામની 24x7 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, ક્વોરૅન્ટીન, હોમ-ક્વોરૅન્ટીન તથા સામાન્ય નાગરિકો સાથે ટેલિફોનિક પરામર્શ કરાશે.
    • ગુજરાતમાં માત્ર બે દર્દી વૅન્ટિલેટર પર છે છતાં વધુ સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે, દવા તથા અન્ય સાધનોનો પૂરતો જથ્થો છે.
    • ટૂંક સમયમાં અમદાવાદ ખાતે કોવિડ19 હૉસ્પિટલ શરૂ થશે.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. ક્વોરૅન્ટીન કરાયેલા લોકોની ગતિવિધિ પર ફોન-લોકેશનથી ધ્યાન રખાય છે

    સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર આંધ્ર પ્રદેશમાં ક્વોરૅન્ટીન કરાયેલા 25,000 લોકોના ફોનનંબરના લોકેશન અને તેમની આસપાસ રહેલા મોબાઇલ સિગ્નલના ટાવરના આધારે તેમની પર નજર રાખવામાં આવી રહી છે.

    જો કોઈ વ્યક્તિ પોતાના ઘરથી 100 મીટરના વિસ્તારની બહાર જાય તો તેમાં ઍલાર્મ વાગે છે.

    ત્યારબાદ અધિકારીઓ તે વ્યક્તિનો સંપર્ક કરી પરત આવવા કહે છે, જ્યારે કેટલાક કિસ્સામાં તેની સામે કાર્યવાહી પણ કરે છે.

    પૉઝિટિવ નોંધાયેલા કેસની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા માટે મોબાઇલ ટાવર અને લોકેશનની મદદ લેવાઈ રહી છે.

    જે સ્થાને પૉઝિટિવ નોંધાયેલી વ્યક્તિએ 15 મિનિટ પસાર કરી હોય. ને જગ્યાને ટ્રેક કરી, ત્યાં રેડ ઝોન બનાવીને આસપાસના 2-3 કિલોમિટરના વિસ્તારને સૅનિટાઇઝ કરાય છે.

    આ બંને ટૂલ રાજ્યની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી અને બીજી એજન્સીઓએ ભેગા થઈને બનાવ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. અમેરિકામાં કોરોનાના સંક્રમણના કેસ ચીનથી થયા બે ગણા

    અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ચીનથી બે ગણા થઈ ગયા છે.

    કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત ભલે ચીનમાં થઈ હતી પરંતુ હવે ચીન દુનિયાના બાકીના દેશોની સરખામણીમાં સંક્રમણ અને તેનાથી થતા મૃત્યુને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અહીં સુધી કહી દીધું છે કે જો અમેરિકામાં કોરોના વાઇરસથી થનારા મોતની સંખ્યા એક લાખ સુધી રોકી દેવામાં આવશે તો મોટી ઉપલબ્ધિ હશે.

    અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 60 હજાર થઈ ગઈ છે જ્યારે ચીનમાં 82, 198 છે.

    ચીનના વુહાનશહેરમાં કોરોના વાઇરસ સંક્રમણનો એક નવો કેસ સામે આવ્યો છે. વુહાનમાં એક અઠવાડિયાથી કઈ નવો કેસ નોંધાયો ન હતો.

    એવામાં એક અઠવાડિયા પછી સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. પરંતુ 30 માર્ચે દેશમાં કુલ 48 નવા કેસ સામે આવ્યા. આ તમામ 48 લોકો વિદેશથી પરત ફર્યા છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  17. મંગળવારની સ્થિતિ

    વિશ્વમાં કોરોના વાઇરસનાં કારણે મરણાંક 37 હજારને પાર, ઇટાલીમાં 11 હજારથી વધારે લોકોનાં મૃત્યુ, અમેરિકામાં પૉઝિટિવ કેસોની સંખ્યા એક લાખ ૬૦ હજારને પાર

    ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 69 પૉઝિટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6નાં મૃત્યુ થયાં છે.

    ભારતમાં કોરોનાથી ચેપગ્રસ્ત હોવાના કુલ 1251 કેસ નોંધાયા છે, જ્યારે 32નાં મૃત્યુ થયાં છે. 102 સાજાં થઈ ગયા છે કે ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે, વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 7,84,716 કેસ નોંધાયા છે, તેનાં કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 37,639એ પહોંચી છે.

    વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકા (163,807), ઇટાલી (1,01,739), સ્પેન (87,956), ચીન (82,223) અને જર્મનીમાં (66,885) નોંધાયા છે.

    ઇટાલીમાં (11,591), સ્પેનમાં (7,716), ચીનનાં હુબેઈમાં (3,186) અને ફ્રાન્સમાં (3024) દરદી મૃત્યુ પામ્યાં છે.

    અમેરિકામાં એક માસ્ક પહેરેલી મહિલા

    ઇમેજ સ્રોત, Getty Images

  18. પીએમ કૅર ફંડમાં 500 કરોડ રૂપિયા આપશે રિલાયન્સ

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે પીએમ કૅર ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બન્ને રાજ્યોને પણ પાંચ-પાંચ કરોડ આપશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. ટોક્યો ઑલિમ્પિકની નવી તારીખો જાહેર

    કોરોના વાઇરસને લીધે એક વર્ષથી ટાળવામાં આવી રહેલા ટોક્યો ઑલિમ્પિકની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે.

    આંતરારાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ જાહેરાત કરી છે કે ટોક્યો ઑલિમ્પિક હવે 23 જુલાઈ 2021થી 8 ઑગસ્ટ 2021 સુધી યોજાશે. આ પહેલાં ચાલુ વર્ષે 24 જુલાઈથી જ આનું આયોજન કરાઈ રહ્યું હતું. પૅરાલિમ્પિકની તારીખ 24 ઑગસ્ટ 2021થી 5 સપ્ટેમ્બર 2021 સુધી નક્કી કરાઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં કેટલાય લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો

    દિલ્હીના નિઝામુદ્દીનના એક ધાર્મિક મેળાવડાના આયોજન બાદ ઘણા લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવાં મળ્યાં છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

    પોલીસનું કહેવું છે કે અંદાજે 200 લોકો કોઈ પણ જાતની પરવાનગી વિના અહીં એકઠા થયા હતા.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, "જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું આયોજન થયું છે તો અમે તેને લૉકડાઉનનું ઉલ્લંઘન કરવા સામે નોટિસ પાઠવી."

    તેઓએ કહ્યું કે "ઘણા લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો દેખાતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા છે અને તેમની તપાસ કરાવાઈ રહી છે."

    આ મહિનાની શરૂઆતમાં જ દિલ્હી સરકારે કોઈ પણ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનો પર 31 માર્ચ સુધી રોક લગાવી દીધી છે.

    આ સિવાય વિરોધ-પ્રદર્શનોમાં પણ 50થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. વડા પ્રધાન મોદીએ કોરોના વાઇરસનું સંક્રમણ જોતાં 25 માર્ચથી 21 દિવસ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે.

    લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, TWITTER@ANI