અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગના પ્રસ્તાવ મંજૂર

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ છે, જેમના વિરુદ્ધ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાઅભિયોગના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હોય. સ્થાનિક સમય મુજબ, બુધવારે સવારે ચર્ચા શરૂ થઈ હતી અને મોડી સાંજે તેની ઉપર મતદાન થયું.
ટ્રમ્પ સામેના મહાઅભિયોગના બે આક્ષેપ (પદનો દુરુપયોગ તથા કૉંગ્રેસની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી) પર વિપક્ષી ડેમૉક્રેટિક સંસદસભ્યોએ વોટિંગ કર્યું.
મતદાના પરિણામ બાદ વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડીને કહ્યું કે 'જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી અમેરિકનો માટે અહર્નિશ કામ કરી રહ્યા છે અને કરતા રહેશે.'
વોટિંગ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આવતા મહિને સેનેટમાં એક ટ્રાયલમાં ભાગ લેવાનો રહેશે.

હવે શું થશે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સેનેટમાં તેમની રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બહુમતી છે, એટલે સેનેટમાં તેમને પદ પરથી હઠાવવાના પક્ષમાં વોટિંગ થાય એવું શક્ય નથી લાગતું.
કારણ કે અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિપક્ષી ડેમૉક્રેટ્સની બહુમતી છે, પરંતુ સેનેટમાં ટ્રમ્પની પાર્ટીની બહુમતી છે.
વોટિંગ બાદના નિવેદનમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું કે 'આગામી પગલા માટે ટ્રમ્પ તૈયાર છે અને તેમને આશા છે કે તેઓ આરોપમુક્ત થશે.''નીચલા ગૃહમાં યોગ્ય પ્રક્રિયા મુજબ ન્યાયપૂર્ણ રીતે કાર્યવાહી નથી થઈ, પણ આશા છે કે સેનેટ તેને પુનઃસ્થાપિત કરશે.'
ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે મહાઅભિયોગની આ પ્રક્રિયા સત્તાપલટાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે તેમને નિરર્થક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વોટિંગ પહેલાં છ પાનાંના એક પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું:
"મહાઅભિયોગનું આ કાવતરું" શરૂ થયું ત્યારથી તેમને તેમના અધિકાર વાપરવા દેવામાં નથી આવ્યા."
જોકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી અધિકારીઓને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સાંસદો સામે રજૂ થવા નહોતા દીધા અને તેઓ પોતે પણ રજૂ થયા નહોતા.
મંગળવારે હાઉસનાં સ્પીકર નેન્સી પેલોસી, જે ડેમૉક્રેટિક પાર્ટીનાં છે, તેમણે બંને આક્ષેપ પર વોટિંગ કરાવવાની જાહેરાત કરી હતી.
જોકે આ પ્રક્રિયાના બીજા ભાગમાં સેનેટમાં ટ્રાયલ ચાલ્યા બાદ રાષ્ટ્રપતિને પદ પરથી હઠાવી શકાય છે.

શું આરોપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કલાકો સુધી ચાલેલી ચર્ચા પછી, ડેમૉક્રેટ્સના નિયંત્રણવાળી હાઉસ જ્યુડિશિયરી કમિટીએ ગત અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ સામે બે આક્ષેપને મંજૂરી આપી હતી.
પહેલો આક્ષેપ છે સત્તાનો દુરુપયોગ. ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના હરીફ જો બાઇડનને બદનામ કરવા માટે યુક્રેન પર દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી અમેરિકાના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જો બાઇડ પર યુક્રેનને તેમના વરિષ્ઠ સરકારી વકીલને પદ પરથી હઠાવવા માટે કહ્યું હતું.
ડેમૉક્રેટિક નેતા જો બાઇડન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ છે.
આ સરકારી વકીલ યુક્રેનની એક ગૅસ કંપનીમાં જો બાઇડનના દીકરાને બોર્ડના સભ્ય બનાવવા અંગે તપાસ કરી રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.
ડેમૉક્રેટિક પાર્ટીનું કહેવું છે કે ટ્રમ્પે યુક્રેનમાં જો બાઇડન અને તેમના પુત્ર સામે ભ્રષ્ટાચારના આરોપની તપાસ શરૂ કરવા માટે અમેરિકા તરફથી 400 મિલિયન ડૉલરની સૈન્યસહાય અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની વ્હાઇટ હાઉસ મુલાકાતની ઑફર આપી હતી.
બીજો આક્ષેપ છે કૉંગ્રેસમાં અવરોધ ઊભો કરવાનો છે. ટ્રમ્પ પર હાઉસમાં મહાઅભિયોગ ખટલામાં તપાસમાં સહયોગ ન કરવાનો આક્ષેપ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાજકીય લાભ માટે અમેરિકી સહાયને રોકવાના આક્ષેપને નકારી કાઢ્યો છે.
તેમણે કહ્યું છે કે યુક્રેનને કથિત ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરવા માટે કહેવામાં કંઈ ખોટું નથી.

મહાઅભિયોગ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના બંધારણ હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રદ્રોહ, લાંચ અને બીજા ગંભીર ગુનાઓમાં મહાઅભિયોગનો સામનો કરવો પડે છે, પરંતુ આ એક રાજકીય પ્રક્રિયા છે, કાયદાકીય નહીં.
અમેરિકામાં મહાઅભિયોગની પ્રક્રિયા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવથી શરૂ થાય છે અને તેને પાસ કરાવવા માટે સામાન્ય બહુમતીની જરૂર પડે છે.
અત્યારે અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમૉક્રેટિક પાર્ટીના સભ્યોની બહુમતી છે.
જો હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતીથી મહાઅભિયોગના પ્રસ્તાવને મંજૂરી મળે, તો ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી જશે અને સેનેટમાં ખટલો ચાલશે.
સેનેટમાં સુનાવણી થશે અને જો બે તૃતીયાંશ બહુમતીથી મહાઅભિયોગ સેનેટમાં મંજૂર થાય તો રાષ્ટ્રપતિપદથી તેમની હકાલપટ્ટી થઈ શકે છે.

બે રાષ્ટ્રપતિ સામે મહાઅભિયોગ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ રાષ્ટ્રપતિને મહાઅભિયોગ દ્વારા હઠાવાયા નથી.
અત્યાર સુધી માત્ર બે રાષ્ટ્રપતિએ જ તેનો સામનો કરવો પડ્યો છે.
1998માં બિલ ક્લિન્ટન અને 1868માં ઍન્ડ્ર્યુ જૉન્સન સામે મહાઅભિયોગ મંજૂર તો થયો હતો, પરંતુ બંને મામલામાં સેનેટમાં તેમને પદ પરથી હઠાવવાના પક્ષમાં વોટિંગ નહોતું થયું.
જોકે 1974માં રિચર્ડ નિક્સને સ્પષ્ટ થયું કે તેમના વિરુદ્ધ મહાઅભિયોગની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ તેમણે રાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
વૉટરગેટ સ્કૅન્ડલથી ચર્ચિત એ પ્રકરણમાં વિરોધીઓની જાસૂસી કરવામાં સંડોવણીના પગલે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગના પક્ષમાં અમેરિકાના કેટલાક શહેરમાં પ્રદર્શનો થયાં છે.
અમુક સર્વે પ્રમાણે અમેરિકામાં આ બાબતે મત વહેંચાયેલો છે.
એક રાષ્ટ્રીય પોલ મુજબ 47 ટકા લોકો મહાઅભિયોગના પક્ષમાં છે તો 46.4 ટકા લોકો તેનું સમર્થન નથી કરતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















