ટ્રમ્પે મહાભિયોગની સુનાવણીમાં હાજર રહેવા ઇન્કાર કર્યો, હવે શું?
'વ્હાઇટ હાઉસ'ના નિવેદન પ્રમાણે, બુધવારે મહાભિયોગ (ઇમ્પિચમૅન્ટ)ની કાર્યવાહી થશે, તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ ભાગ નહીં લે. તેમનું કહેવું છે કે આ સુનાવણી 'ન્યાયી' નથી.
જ્યુડિશિયરી કમિટીની સુનાવણીમાં કાયદાકીય નિષ્ણાતોની જુબાની ટ્રમ્પ સામેના મહાભિયોગના પ્રસ્તાવ ઉપર મતદાન માટેનો માર્ગ મોકળો કરશે.
ટ્રમ્પની ઉપર આરોપ છે કે તેમણે પોતાના રાજકીય લાભ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદમિર ઝેલેન્સ્કી ઉપર બે તપાસ હાથ ધરવા દબાણ કર્યું હતું, જોકે ટ્રમ્પે આ આરોપોને નકાર્યા છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી જ્યુડિશિયરી કમિટી દ્વારા બંધબારણે સાક્ષીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે અને કેટલીક સુનાવણી જાહેરમાં પણ હાથ ધરાઈ હતી.
બુધવારે ટ્રમ્પને ખુદ અથવા તો વકીલ મારફત હાજર રહેવા કમિટીએ જણાવ્યું હતું.
ત્યારે જાણો કે હવે મહાભિયોગની આ કાર્યવાહીમાં હવે શું થઈ શકે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

