You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાણીપત : આ ભારતીય ફિલ્મ પર અફઘાનિસ્તાનમાં રોષ કેમ?
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પદ, નવી દિલ્હી
ભારતમાં આવતા મહિને રિલીઝ થનાર એક ફિલ્મને લઈને અફઘાનિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે. પાણીપતના પોસ્ટર અને ટ્રેલરને લઈને સોશિયલ મીડિયામાં અફઘાન લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
6 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દુર્રાની સામ્રાજ્યના સંસ્થાપક અદમહ શાહ અબ્દાલીની ભૂમિકા ભજવી રહ્યા છે.
આમાં 1761માં અબ્દાલીની વફાદાર સેના અને ભારતની મરાઠા સેના વચ્ચે પાણીપતની ઐતિહાસિક લડત દરમિયાનનો ઘટનાક્રમ બતાવવામાં આવ્યો છે.
'હીરો કે વિલન'
અફઘાનિસ્તાનમાં અમુક ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે ભારતીય ફિલ્મ નિર્માતાઓ અને પ્રશાસનને ચેતવણી આપી છે કે અબ્દાલીના પાત્રને નકારાત્મક ન દેખાડવામાં આવે. હકીકતમાં અબ્દાલીને અફઘાનિસ્તાનના લોકો 'અહમદ શાહ બાબા' તરીકે બોલાવે છે.
અબ્દુલ્લા નૂરી નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "ડિયર બોલીવૂડ, હું અફઘાનિસ્તાનનો છું અને લાખો અન્ય અફઘાન લોકોની જેમ બોલીવૂડનો ચાહક છું. સંજય દત્ત મારા મનપસંદ અભિનેતા છે."
"મને આશા છે કે પાણીપત ફિલ્મમાં અહમદ શાહ દુર્રાનીનું કોઈ અપમાન કરવામાં નહીં આવ્યું હોય."
જોકે અમુક યૂઝર્સે સમયથી પહેલાં પ્રતિક્રિયા આપવા અંગે વાંધો ઉઠાવ્યો છે અને અબ્દાલીની ઐતિહાસિક ભૂમિકા પ્રત્યેના અલગ દૃષ્ટિકોણને સ્વીકારવાની અપીલ કરી હતી.
પશ્તો ભાષાની શમશાદ ટીવી ચેનલ તરફથી આ વિષય પર કરવામાં આવેલી એક પોસ્ટ પર કૉમેન્ટના જવાબમાં મોહમ્મદ કાસિલ અકબર સફી લખે છે, "અહમદ શાહ બાબા અમારા હીરો છે. અમને તેમના પર ગર્વ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જોકે, તેમને (ભારતીયોને) યુદ્ધમાં ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું. તેઓ તેમના હીરો નથી."
શમશાદ ટીવીની ફેસબુક પોસ્ટ પર એક અન્ય ટિપ્પણીમાં અહમદ આગા સફીએ લખ્યું છે, "રિલીઝ થાય એ પહેલાં ફિલ્મની તપાસ કરવી ઠીક રહેશે."
તપાસની માગ
મુખ્ય પોસ્ટમાં પણ ફિલ્મની 'તપાસ'ની માગ કરવામાં આવી હતી અને આ લેખ લખાયા સુધી 70 વખત શૅર કરવામાં આવી હતી.
એક દિવસ પહેલાં સંજય દત્તે ટ્વિટર પર પોસ્ટર શૅર કર્યું હતું તેના પર ભારતમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાજદૂત શાઇદા અબ્દાલીએ ટ્વીટ કર્યું, "ડિયર સંજય દત્તજી, ભારત અને અફઘાન સંબંધને મજબૂત કરવામાં ઐતિહાસિક રૂપે ભારતીય સિનેમાની ભૂમિકા રહી છે."
"મને આશા છે કે પાણીપત ફિલ્મમાં આપણા સંયુક્ત ઇતિહાસની આ મહત્ત્વપૂર્ણ ઘટનાને દર્શાવતી વખતે આ બાબતની કાળજી લેવામાં આવી હશે."
ત્યારે મુંબઈમાં અફઘાનિસ્તાનના વાણિજ્ય દૂતાવાસના અધિકારી નસીમ શરીફીએ ટ્વીટ કર્યું, "છેલ્લાં દોઢ વર્ષથી ભારતમાં રહેલા અફઘાન રાજદૂત સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે કે પાણીપન ફિલ્મમાં અહમદ શાહ બાબાનું અપમાન કરવામાં ન આવે."
"કોઈ અફઘાન નાગરિક એ સહન નહીં કરી શકે. સંજય દત્તે મને વિશ્વાસ અપાવ્યો છે કે જો અદમહ શાહ બાબાનું પાત્ર ખરાબ હોત તો તેમણે આ ભૂમિકા ભજવી ન હોત."
'તથ્યો'ને સ્વીકાર કરવાની અપીલ
શમશાદ ટીવીની પોસ્ટ પર એક કૉમેન્ટમાં ફૈઝ હાક પારસ્તને લખ્યું છે, "જો આ (ફિલ્મ) તથ્ય પર આધારિત છે તો હું તેનું મક્કમપણે સમર્થન કરું છું અને તેને રિલીઝ કરવી જોઈએ."
ગુફરાન વાસિકે અબ્દાલીના વખાણ કરતું ટ્વીટ કર્યું છે, "કોઈ શંકા નથી કે અહમદ શાહ અબ્દાલી આક્રમણકારી હતા અને આ કોઈ ગર્વની બાબત નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો