પરંપરાને પડકારી દુલહન જાન લઈને વરરાજાને ઘરે પહોંચી

ખુશી અને તારીકુલ

ઇમેજ સ્રોત, UJJWAL MASUD

ઇમેજ કૅપ્શન, પરંપરા તોડીને લગ્ન કરનાર દંપતી

એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે જેમાં દુલહન નિકાહ કરવા માટે પોતાના દુલ્હાને ઘરે પહોંચી ગયાં.

19 વર્ષનાં ખદીજા અખ્તર ખુશીએ આવું પોતાનાં મહેમાનો માટે નહીં પરંતુ બાંગ્લાદેશની મહિલાઓને પ્રેરણા આપવા માટે કર્યું હતું.

આ પહેલાં આ દેશમાં સદીઓથી દુલ્હા જ દુલહનના ઘરે નિકાહ કરવા જતા આવ્યા છે.

બાંગ્લાદેશના ખદીજાએ બીબીસીને કહ્યું કે જો છોકરાઓ છોકરીઓને નિકાહ કરીને લઈ જઈ શકતા હોય તો છોકરીઓ કેમ નહીં?

તારીક ઇસ્લામ સાથે તેમના લગ્ન બાંગ્લાદેશમાં ચર્ચાનો વિષય બન્યા છે.

કેટલાક લોકો આ નિકાહને પ્રેરણાદાયક માને છે તો કેટલાક લોકોને આ વાત પસંદ પડી નથી.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ દુલ્હા-દુલહન અને તેમના પરિવારોને ચંપલથી મારવાની વાત પણ લખી.

જોકે, ખદીજા અને તેમના પતિ આ રીતે નિકાહ કરવાને એક યોગ્ય પગલું માને છે.

ખદીજાએ બીબીસીને કહ્યું, "આ પરંપરાનો પ્રશ્ન નથી. આ મહિલા અધિકારની બાબત છે. "

"આજે જો છોકરી સાથે લગ્ન કરવા છોકરાને ત્યાં જાય તો કોઈનું નુકસાન નથી થતું."

તેમણે ઉમેર્યું, "આનાથી મહિલા વિરુદ્ધ અત્યાચાર ઓછાં થશે, મહિલાઓને તેમની ગરિમા પાછી મળશે. બધા સમાન હશે."

line

વિરોધ પણ થયો

ખદીજા

ઇમેજ સ્રોત, AFP

નવદંપતિને પહેલાંથી અંદાજ હતો કે આ પ્રકારના નિકાહ સામે વિરોધ થશે.

તેમનું લગ્ન ભારતની સરહદ પાસે શનિવારે એક ગ્રામ્ય વિસ્તારમાં થયું.

તેમના પરિવારજનો પણ પહેલાં આ રીતે નિકાહ થાય તે માટે તૈયાર નહોતા.

27 વર્ષનાં તારીકુલનું કહેવું છે કે પરિવારજનો પાછળથી માની ગયા કારણ કે આમાં કંઈ ખોટું નથી.

નવદંપતિ કહે છે, "કેટલાક લોકો કોર્ટ મૅરેજ કરે છે, કેટલાક લોકો મસ્જિદમાં જાય છે. અમે ધાર્મિક રીતે લગ્ન કર્યા હતાં."

તેમણે ઉમેર્યું, "એક કાઝી અમારા નિકાહના સાક્ષી બન્યા હતા. આવી રીતે નિકાહની નોંધણી થઈ હતી. આ નિકાહની ઔપચારિકતા હોય છે. અમે આવું જ કર્યું હતું."

તેમણે કહ્યું, " એ મહત્ત્વપૂર્ણ નથી કે લોકો શું વિચારે છે, અમુક લોકો જુદી રીતે વિચારે છે, બધાનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે."

line

પરંપરા શું છે?

મુસ્લિમ દુલહનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી બંગાળીનાં સંવાદદાતા સંજના ચૌધરી કહે છે કે અહીં પરંપરા અનુસાર, વરરાજા અને તેમનો પરિવાર દુલહનના ઘરે જતા હોય છે.

ત્યાં લગ્ન સમારંભ યોજાતો હોય છે. પછી દુલહનની વિદાય કરવામાં આવે છે.

પ્રાચીન સમયથી આવી જ પરંપરા ચાલતી આવી છે.

પરંતુ બાંગ્લાદેશના પશ્ચિમમાં આવેલા મેહરપુરમાં પરંપરાથી જુદું કંઈક થયું છે.

આ એક મહત્ત્વપૂર્ણ બનાવ છે અને કેટલાક પુરુષોને આ અપમાનજનક લાગ્યું હશે.

જે બાંગ્લાદેશના શહેરોમાં પણ ક્યારેય નથી થયું એ એક નાના ગામમાં બન્યું હતું. આ દંપતીએ બહુ હિંમત દાખવીને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.

તેમના આત્મવિશ્વાસ છતાં આ એક સાહસિક પગલું છે.

તાજેતરના વર્ષોમાં લૈંગિક સમાનતા બાબતે બાંગ્લાદેશમાં ઘણી પ્રગતિ થઈ છે. વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ પ્રમાણે એશિયામાં લૈંગિક સમાનતાની બાબતે બાંગલાદેશ મોખરે છે.

પરંતુ કેટલીક ગંભીર બાબતો હજુ સમાજમાં છે.

line

પરિસ્થિતિ, પ્રેરણા અને પ્રગતિ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જેમકે, 19 વર્ષનાં નુસરત જહાં રફીની હત્યા કેસ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

નુસરત જહાંએ પોતાના હેડમાસ્ટર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ મૂક્યો હતો અને ત્યારબાદ તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

જોકે આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે બાંગલાદેશમાં બે-તૃતિયાંશ મહિલાઓને લગ્ન પછી પોતાના જીવનસાથી દ્વારા કરવામાં આવતી હિંસા ભોગવવી પડે છે, જેમાંથી અડધી મહિલાઓ ગત વર્ષે ફરિયાદ નોંધાવી હતી.

અને હવે જ્યારે મુસ્લિમ બહુલ દેશમાં શિક્ષણ, લગ્નને લગતાં કાયદા જેવી બાબતોમાં પ્રગતિની વાત તો થાય છે પરંતુ મહિલા અધિકાર સમૂહો કેટલાક પ્રતિબંધો અને પક્ષપાતના આરોપ મૂકે છે.

ગત મહિને બાંગલાદેશ હાઈકોર્ટે લગ્ન માટેના ફોર્મમાંથી કુમારી( વર્જિન ) શબ્દ હઠાવવાનો આદેશ આપ્યો હતો. આ પહેલાં પુરુષોને આવી કોઈ વાત જાહેર કરવાની ફરજ નહોતી.

તારીકુલ અને ખદીજાને આશા છે કે તેમના લગ્ન લૈંગિક સમાનતાની દિશામાં એક પ્રગતિશીલ પગલું છે.

તારીકુલએ સમાચાર એજન્સી એએફપીને કહ્યું, "હું આશ્વસ્ત છું કે અમારો નિકાહ એક સંદેશ આપશે કે એક મહિલા એ સંદેશ આપી શકે છે જે કોઈ પુરુષ કરી શકે છે."

અને જો એવું નહીં થાય તો પણ પોતાના નિર્ણયથી ખુશ છે.

ખદીજાનું કહેવું છે, "અમે લગ્નમાં ખૂબ મોજ-મસ્તી કરી હતી."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો