You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર મુદ્દે યૂએન બેઠક : ભારત-પાક.ને કેટલું લાભ અને કેટલું નુકસાન?
- લેેખક, રાકેશ સૂદ
- પદ, પૂર્વ રાજદૂત, બીબીસી ગુજરાતી માટે
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પત્ર લખીને ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અંગે વાંધો ઉઠાવ્યો છે.
આ અંગે ભારતીય સમય પ્રમાણે, શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યે સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠક મળશે.
આ બેઠક અંગે કોઈ રેકર્ડ તૈયાર કરવામાં આવશે તથા આ ચર્ચામાં જે કોઈ નિવેદન આપવામાં આવશે, તેને પણ ઔપચારિક રીતે નોંધવામાં નહીં આવે.
આ બેઠકમાં ભારત કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ સામેલ નહીં હોય.
બેઠકમાં શું થશે?
શુક્રવારની બેઠક બાદ કંઈ નવું થાય તેવી શક્યતા નહિવત્ છે, કારણ કે સમગ્ર પ્રકરણમાં સંયુક્ત રાષ્ટ્રની કોઈ ભૂમિકા નથી.
યૂએન પોતાના નિર્ણય જાતે નથી લેતું અને તેના સભ્ય દેશો લે છે.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ કે સામાન્ય સભાની વાત કરીએ તો ત્યાં તમામ નિર્ણય સભ્ય દેશોની સહમતિથી થાય છે.
એ રીતે જોતાં સંયુક્ત રાષ્ટ્ર સ્વતંત્ર નહીં, પરંતુ આંતર-સરકારી સંસ્થા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા યોજાશે, જેમાં પાકિસ્તાના પ્રતિનિધિ હાજર હશે. તેઓ ચોક્કસપણે આ મુદ્દો ઉઠાવશે. એક શક્યતા એવી પણ છે કે ત્યાર સુધીમાં કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હશે.
જોકે, સામાન્ય સભામાં પાકિસ્તાન શું કહેશે, તે અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
ભારતને કઈ રીતે ખબર પડશે ?
તો મોટો સવાલ એ ઊભો થાય છે કે બંધ બારણે મળી રહેલી બેઠક, જેમાં ભારત હાજર નહીં હોય, જેની કોઈ નોંધ નહીં હોય તો અંદર શું થયું, તે અંગે ભારતને કેવી રીતે ખબર પડશે? જેનો જવાબ છે કે ભારતે મિત્ર-રાષ્ટ્રો ઉપર આધાર રાખવો પડશે.
બેઠકમાં સામેલ મિત્ર-રાષ્ટ્રો બહાર આવીને ભારતને અંદર શું ઘટ્યું, તે અંગે જણાવશે.
ચીને બેઠક આયોજિત કરાવી?
ભારત અને ચીન વચ્ચેના સંબંધ ખૂબ જૂના અને ગાઢ છે. ચીને પાકિસ્તાનને પરમાણુ, મિસાઇલ તથા સંરક્ષણ ક્ષેત્રે મદદ કરી છે. હવે, આર્થિક રોકાણ કરીને ચીન તેને મદદ કરી રહ્યું છે.
આથી એ વાત સમજી શકાય તેમ છે કે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે આ બેઠક બોલાવવામાં પાકિસ્તાનને મદદ કરી હશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી ચીન ગયા હતા, ત્યારે આ અંગે મદદ માગી હોય તેવી શક્યતા છે.
આ સિવાય ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર એક અઠવાડિયા પહેલાં ચીન ગયા હતા.
એવી શક્યતા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઑક્ટોબર મહિનામાં ભારત આવશે.
એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે જયશંકરની યાત્રા દરમિયાન ચીને તેમને સંયુક્ત રાષ્ટ્રના પગલાં અંગે વાત કરી હશે, જેથી કરીને ભારતને વિશ્વાસમાં લઈ શકાય.
ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ પણ દેશને નારાજ કરવાનું ચીનને પરવડે તેમ નથી અને તે બંને સાથે સારા સંબંધ જાળવી રાખવા માગે છે.
શા માટે ભારત આશ્વસ્ત?
ભારત માને છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનું તેનું પગલું 'આંતરિક બાબત' છે. જો તેમાં કોઈને વાંધો હોય તો તે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.
અનુચ્છેદ-370ને નાબૂદ કરતો ખરડો સંસદમાં પસાર થયો છે, એટલે સંયુક્ત રાષ્ટ્ર પરિષદને તેની સાથે કોઈ લેવાં-દેવાં નથી.
પાકિસ્તાન એવું દેખાડવા માગે છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે.
આ માટે પાકિસ્તાને અનેક તર્ક આપ્યા છે. જોકે, તેમાંથી સંચારબંધીનો એક તર્ક નક્કર છે, બાકી કોઈમાં દમ નથી જણાતો.
90ના દાયકામાં કાશ્મીરમાં ઉગ્રવાદ વધ્યો હતો, ત્યારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ ઉપરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે કાશ્મીર એ દ્વિ-પક્ષીય નહીં, પરંતુ બહુપક્ષીય મુદ્દો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો