હાફિઝ સઈદની ધરપકડ પર ટ્રમ્પનું ટ્વીટ, કહ્યું મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ 10 વર્ષે ઝડપાયો

હાફિઝ સઈદ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે, તેઓ લાહોરથી મુરિડકે જઈ રહ્યા હતા ત્યારે તેમને પકડવામાં આવ્યા છે. આ મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે 10 વર્ષને અંતે મુંબઈ હુમલાનો કથિત 'માસ્ટરમાઇન્ડ' ઝડપાયો.

ટ્રમ્પે કહ્યું કે દસ વર્ષને અંતે મુંબઈ હુમલાનો કથિત માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં ઝડપાયો છે. છેલ્લા બે વર્ષમાં એને શોધી કાઢવા માટે ખૂબ દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. અનેક લોકો આને ટીખળ અને કટાક્ષ ગણી ચર્ચા કરી રહ્યાં છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ધરપકડ કર્યા બાદ હાફિઝ સઈદને લાહોરની કોટ લખપત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

કાઉન્ટર ટૅરરિઝમ વિભાગ અનુસાર હાફિઝ સઇદને 30 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

હાફિઝ સઈદની પાકિસ્તાની સરકારે ઉગ્રવાદીઓ માટે ફંડ એકઠું કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તેમજ તેમના પર મુંબઈમાં હુમલા કરાવવાનો આરોપ છે.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં 'જમાત-ઉદ-દાવા'ના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કાઉન્ટર ટૅરરિઝમ ડિપાર્ટમેન્ટ પ્રમાણે હાફિઝ સઈદ સહિત 'લશ્કર-એ-તૈયબા' અને 'ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન'ના 13 સભ્યો સામે પણ પંજાબનાં વિવિધ શહેરોમાં 23 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

સઈદ પર આરોપ છે કે તેમણે અનેક બિનસરકારી સંસ્થાઓ બનાવી અને સખાવતી કાર્યો માટે નાણાં એકઠાં કરવામાં આવતાં.

જોકે, આ નાણાંનો ઉપયોગ સેવાકાર્યો કરતાં ઉગ્રવાદ માટે વધારે થતો હતો.

line

હાફિઝ સઈદ પર શું છે આરોપો?

હાફિઝ સઈદ

ઇમેજ સ્રોત, Getty Images

પંજાબના કાઉન્ટર ટૅરરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'જમાત-ઉદ-દાવા', 'લશ્કર-એ-તૈયબા' અને 'ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન' સામે મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે.

આ સંગઠનો દ્વારા એકઠાં કરવામાં આવેલાં નાણાંનો ઉપયોગ ઉગ્રવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવ્યો છે.

આ સંગઠનો બિનસરકારી સંગઠનો અથવા કલ્યાણકારી સંગઠનોના રૂપમાં પણ જાણીતાં છે.

કાઉન્ટર ટૅરરિઝમ ડિપાર્ટમેન્ટ અનુસાર હાફિઝ સઈદ અને અન્ય 12 લોકો વિરુદ્ધ કાઉન્ટર ટૅરરિઝમ ઍક્ટ, 1997 અંતર્ગત કાઉન્ટર ટૅરરિઝમ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.

line

પાકિસ્તાને શા માટે આવું પગલું ભર્યું?

ઇમરાન ખાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાની સુરક્ષા મામલોના નિષ્ણાત આમિર રાણા અનુસાર, "હાલના આ મામલાઓથી એ વાતની જાણ થાય છે કે પૂરી દુનિયામાં સ્વીકાર્ય ઉગ્રવાદની વ્યાખ્યાનો પાકિસ્તાને પ્રથમ વખત સ્વીકાર કર્યો છે."

તેમણે કહ્યું કે આ પહેલાં, પાકિસ્તાન ઉગ્રવાદી સંગઠનોને વિવિધ પ્રકારોમાં વહેંચતું રહ્યું હતું. પેરિસમાં ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની હાલની જ બેઠકમાં પાકિસ્તાને કહ્યું હતું કે આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ નથી.

વધારે ખતરો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા આઈએસઆઈએસ જેવા ખતરનાક સમૂહોથી છે.

જોકે, વૈશ્વિક સમુદાયનું માનવું હતું કે આ બધાં સંગઠનોથી સમાન પ્રકારનો ખતરો છે.

line

ઇમરાનની અમેરિકા મુલાકાત પહેલાં ધરપકડ

વીડિયો કૅપ્શન, શું પાકિસ્તાન માટે બોજ છે હાફિઝ સઈદ?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 21 જુલાઈના રોજ અમેરિકાની મુલાકાતે જવાના છે.

એવું પણ માનવામાં આવે છે કે તેઓ 22 જુલાઈના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇમરાનની મુલાકાત થશે.

પાકિસ્તાને આ હાફિઝની ધરપકડનું પગલું અમેરિકામાં ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની એક બેઠક બાદ ઉઠાવ્યું છે.

જેમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ ટૅરર ફડિંગ મામલે પગલાં નહીં લે તો આવનારા ઑક્ટોબરમાં તેને ભારે સખતાઈનો સામનો કરવો પડી શકે અથવા બ્લૅકલિસ્ટ પણ કરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો