વર્લ્ડ કપ 2019 : રોહિત શર્માની નજર હવે આ રેકર્ડ્ઝ પર હશે

ઇમેજ સ્રોત, Getty Images
2019 ક્રિકેટ વર્લ્ડ કપ રોહિત શર્મા માટે યાદ રાખવામાં આવશે, તેમાં હવે કોઈ બે મત નથી.
પોતાની રમતમાં જરૂરી અને મહત્ત્વના ટેક્નિકલ ફેરફાર કરીને રોહિત શર્મા ઇંગ્લૅન્ડની પીચ પર કમાલ કરી રહ્યા છે.
તેઓ વન-ડે ક્રિકેટ રૅન્કિંગમાં નંબર બે પર છે અને પોતાના અજોડ પ્રદર્શનથી પહેલા નંબર પર રહેલા વિરાટ કોહલીની નજીક પહોંચી ગયા છે.
રોહિતના નામે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 647 રન છે અને તેઓ પાંચ સદી મારી ચૂક્યા છે.
મંગળવારે જ્યારે ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ રમવા ઊતરશે, ત્યારે રોહિત પાસે આ રેકૉર્ડ બનાવવાની તક હશે.
32 વર્ષના રોહિત કોઈ પણ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવી શકે છે.
જો રોહિત સેમિફાઇનલમાં 26 રન કરે તો તેઓ સચીન તેંડુલકરને પાછળ રાખીને કોઈ પણ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅન બની જશે. તેંડુલકરે 2003ના વર્લ્ડ કપમાં 673 રન કર્યા હતા.
જો રોહિત મંગળવારે 53 રન બનાવે તો તેઓ એક વિશ્વ કપમાં 700 રન બનાવનારા પ્રથમ બૅટ્સમૅન બની જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સતત ત્રણ સદી કરી ચૂક્યા છે. તેમની પાસે વર્લ્ડ કપમાં સતત ચાર સદી ફટકારવાની પણ તક રહેશે.
શ્રીલંકાના બૅટ્સમૅન કુમાર સંગાકારાએ 2015ના વર્લ્ડ કપમાં સતત ચાર સદી કરી હતી.


ઇમેજ સ્રોત, Getty Images
રોહિત શર્માના નામે વર્લ્ડ કપમાં છ સદી થઈ ગઈ છે. તેમાંથી પાંચ તેમણે 2019ના વર્લ્ડ કપમાં કરી છે.
વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સદી કરનારા ખેલાડીઓમાં તેઓ સચીન તેંડુલકર સાથે પ્રથમ સ્થાને છે.
જો તેઓ મંગળવારે પણ સદી કરે તો તેઓ સચીનને પણ પાછળ રાખી દેશે.
રસપ્રદ વાત એ છે કે સચીને વર્લ્ડ કપની 44 ઇનિંગ્ઝમાં છ સદી કરી હતી અને રોહિત 16 ઇનિંગ્ઝમાં આ પરાક્રમ કરી ચૂક્યા છે.
રોહિત પાસે વર્લ્ડ કપના ઇતિહાસમાં એક હજાર રન પૂરા કરવાની પણ તક રહેશે. તે માટે તેમને માત્ર 23 રનની જરૂર છે.
તેઓ જો સફળ થશે તો આવું કરનારા ચોથા ભારતીય ખેલાડી બનશે. આ પહેલાં માત્ર સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કર્યા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












