સેક્સ રાફ્ટ : જ્યારે 11 મહિલા-પુરુષોને બૉટ પર એકલાં વિચિત્ર પ્રયોગ કરવા મોકલાયાં

    • લેેખક, ડેલિયા વેંચુરા
    • પદ, બીબીસી મુંડો

હિંસા અને સેક્સ મામલે વર્ષ 1973માં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે જેમાં 11 લોકોને ત્રણ મહિના માટે સમુદ્રમાં તરતા રાફ્ટ (એક પ્રકારની બૉટ) પર રાખવામાં આવ્યા હતા.

તેનો ઉદ્દેશ હતો એ વાતની તપાસ કરવી કે વિપરીત પરિસ્થિતિઓમાં તેમની અંદર ઉગ્રતા કે હિંસાના ભાવ આવે છે કે નહીં?

એકૈલી પર હાજર સભ્યો

ઇમેજ સ્રોત, Fasad Productions

ઇમેજ કૅપ્શન, હિંસા અને સેક્સ મામલે વર્ષ 1973માં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે જેમાં 11 લોકોને ત્રણ મહિના માટે સમુદ્રમાં તરતા રાફ્ટ (એક પ્રકારની બોટ) પર રાખવામાં આવ્યા હતા

પોતાના સમયે દુનિયાના અગ્રણી વૈજ્ઞાનિક અને બાયૉલૉજિકલ એંથ્રોપોલૉજીના વિશેષજ્ઞ રહી ચૂકેલા સેંટિયાગો જીનોવ્સને આ વિચાર નવેમ્બર 1972માં વિમાન હાઇજેક બાદ આવ્યો, જેમાં તેઓ પોતે પણ સવાર હતા.

આ વિમાન માંટીરેથી મેક્સિકો સિટી તરફ જઈ રહ્યું હતું જ્યારે પાંચ હથિયારબંધ લોકોએ વિમાન હાઇજેક કરી લીધું અને કથિત રાજકીય કેદીઓને છોડ્યા બાદ વિમાનને સુરક્ષિત છોડવામાં આવ્યું.

આ વિમાનમાં સવાર જીનેવ્સ હિંસાના ઇતિહાસ પર યોજાયેલા એક સંમેલનમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા અને તેમની સાથે 103 હવાઈ યાત્રીઓ હતા.

line

પ્રયોગનો વિચાર કેવી રીતે મળ્યો?

1969નો પ્રયોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ પ્રયોગ પહેલાં વધુ એક પ્રયોગ 1969માં થયો હતો

જીનોવ્સે લખ્યું, "આ હાઇજેકમાં એ વૈજ્ઞાનિક પણ ફસાઈ ગયા હતા જેમનું આખું જીવન હિંસાત્મક વ્યવ્હારનું અધ્યયન કરતા વીત્યું હતું."

"મારા મગજમાં હંમેશાં એ જાણવાની ઇચ્છા રહેતી કે આખરે લોકો શા માટે ઝઘડો કરે છે અને તેમના મગજમાં શું ચાલી રહ્યું હોય છે."

હાઇજેકની આ ઘટનાએ તેમને મનુષ્યના વ્યવ્હાર પર અધ્યયન કરવાનો એક વિચાર આપી દીધો.

નૉર્વેના એક એન્થ્રોપોલૉજિસ્ટ થોર હાયેરડાલના એક પ્રયોગથી પણ જીનોવ્સે કંઈક શીખ્યું.

ખરેખર આ બન્નેએ પુરાતન ઇજિપ્શિયન બૉટની જેવી જ બનેલી એક બૉટ પર વર્ષ 1969 અને 1970 દરમિયાન બૉટ યાત્રા કરી હતી.

આ પ્રયોગનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે આફ્રિકાના લોકો કોલંબસ પહેલાં અમેરિકા પહોંચી શકતા હતા.

આ દરમિયાન જીનોવ્સના મગજમાં એક વિચાર આવ્યો કે સમુદ્રનાં મોજાં પર તરતું કોઈ સમૂહ, માનવ વ્યવ્હારના અધ્યયન માટે એક પ્રયોગશાળાનું કામ કરી શકે છે.

line

દરિયાની વચ્ચે સેક્સ રાફ્ટ

એકૈલી પર હાજર સભ્યો

ઇમેજ સ્રોત, Fasad Productions

જોકે, તેમનો પ્રયોગ ખાસ કરીને તણાવ ભડકાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

મેક્સિકો નેશનલ યુનિવર્સિટીની પત્રિકામાં તેમણે 1974માં લખ્યું, "પ્રાણીઓ સાથે કરવામાં આવેલા એક પ્રયોગથી જાણવા મળે છે કે જ્યારે એક મર્યાદિત જગ્યાએ કેટલાક ઉંદરોને એકસાથે રાખવામાં આવે છે, તો તેમની અંદર આક્રમકતા જોવા મળે છે. હું જોવા માગતો હતો કે શું આવું મનુષ્યો સાથે પણ થાય છે?"

જીનોવ્સે તેના માટે 12x7 મીટરનો એક રાફ્ટ તૈયાર કર્યો કે જેમાં 4x3, 7 મીટરની એક કૅબિન હતી, જેમાં લોકો બસ ઊંઘી શકતા હતા.

ટૉઇલેટ તેની બહાર બનાવવામાં આવ્યું હતું. આ રાફ્ટનું નામ એકૈલી હતું, જેનો મેક્સિકોમાં અર્થ થાય છે 'પાણી પર ઘર'.

આ રાફ્ટ પર 11 લોકોએ, જેમાં જીનોવ્સ પણ હતા, કેનેરી દ્વીપથી મેક્સિકો સુધીની યાત્રા શરૂ કરી.

તેમાં કોઈ ઇંજિન ન હતું, ન વીજળીની વ્યવસ્થા હતી અને ન તો સપોર્ટ માટે અન્ય કોઈ બોટ હતી.

પ્રયોગમાં લોકોને સામેલ કરવા માટે જીનોવ્સે આખી દુનિયામાં જાહેરાત કરી હતી.

સેંકડો લોકોનાં આવેદન આવ્યાં અને માત્ર 10 લોકોને પસંદ કરવામાં આવ્યા, જેમાં છ મહિલાઓ અને ચાર પુરુષ હતાં.

ઍડવર્ટાઇઝમેન્ટ

ઇમેજ સ્રોત, Folkets Bio

તેમને રાષ્ટ્રીયતા, ધર્મ અને સામાજિક પૃષ્ઠભૂમિના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર ચાર લોકો અપરિણીત હતા.

તેમને એ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેથી કરીને તેઓ સમૂહમાં તણાવ ઉત્પન્ન કરી શકે.

સ્વીડનનાં એક 30 વર્ષીય મહિલા મારિયા જોર્નસ્ટમને કૅપ્ટન બનાવવામાં આવ્યાં અને બધાં મુખ્ય કામ મહિલાઓને સોંપવામાં આવ્યાં. પુરુષોને બિન-જરૂરી કામ સોંપવામાં આવ્યાં હતાં.

જીનોવ્સે લખ્યું, "મેં મારી જાતને પૂછ્યું કે જો મહિલાઓને અધિકાર આપવામાં આવે તો થોડી ઘણી હિંસાની શક્યતા જોવા મળે છે."

એકૈલીએ 13 મે 1973ના રોજ પોતાની યાત્રા શરૂ કરી અને મેક્સિકોના દ્વીપ કોજુમેલ તરફ રવાના થયો.

line

સેક્સ રાફ્ટની અફવાઓ

એકૈલી પર હાજર સભ્યો

ઇમેજ સ્રોત, Fasad Productions

આજના રિયાલિટી શોની જેમ એ સમયે એકૈલી પર અત્યાધુનિક ટેકનિકલ ઉપકરણો ન હતાં, તેમ છતાં મીડિયામાં અટકળો અને અફવાઓ ફેલાવા લાગી.

મીડિયામાં 'લવ રાફ્ટ પર સેક્સ' એવા હેડિંગ સાથે સમાચાર આવવા લાગ્યા, જ્યારે તેમનો રાફ્ટના સભ્યો સાથે કોઈ સંપર્ક ન હતો.

એ માટે એકૈલીની ખ્યાતિ જલદી સેક્સ રાફ્ટના રૂપમાં ફેલાઈ ગઈ પરંતુ ત્યાંની પરિસ્થિતિ કંઈક અલગ જ હતી.

પોતાના લેખમાં જીનોવ્સ જણાવે છે, "વૈજ્ઞાનિક અધ્યયનનો જણાવે છે કે હિંસા અને સેક્સમાં સંબંધ હોય છે."

"જેમાં મોટાભાગના વિરોધ સેક્સ મામલે પુરુષ અને મહિલાઓ વચ્ચે ઉત્પન્ન થાય છે."

"તેની તપાસ માટે અમે સેક્સ્યુલી આકર્ષક વસ્તુઓને પસંદ કરી. સેક્સ અપરાધ બોધ સાથે જોડાયેલું હોય છે, તો મેં અંગોલાથી એક રોમન કેથલિક પાદરીને બર્નાર્ડોને સામેલ કર્યા હતા."

એકૈલી પર હાજર સભ્યો

ઇમેજ સ્રોત, Fasad Production

જોકે, જીનોવ્સે તેનાથી નિરાશ થવું પડ્યું કેમ કે ઘણા સભ્યો વચ્ચે સેક્સ્યુઅલ ગતિવિધિઓ છતાં તણાવ કે આક્રમકતાની ઘટનાઓ ન ઘટી.

પરંતુ જીનોવ્સના આ પ્રયોગનો વધુ એક મોટો ઉદ્દેશ હતો. જીનોવ્સે રાફ્ટનાં કૅપ્ટનને જણાવ્યું હતું કે 'તેમનો ઉદ્દેશ એ જાણવાનો છે કે ધરતી પર શાંતિ કેવી રીતે લાવવામાં આવે.'

પરંતુ આક્રમકતા અને તણાવની જીનોવ્સની આશાઓ પર પાણી ફરી રહ્યું હતું, કેમ કે માત્ર શાર્કને જોઈને જ સભ્યોમાં તણાવ ઉત્પન્ન થતો હતો.

પ્રયોગ શરૂ થવાના 51 દિવસ બાદ જીનોવ્સ હતાશ થઈ ગયા.

તેઓ લખે છે, "અમે લોકો એ મહત્ત્વપૂર્ણ સવાલનો જવાબ શોધી શક્યા નથી કે શું આપણે યુદ્ધ વગર જીવી શકીએ છીએ?"

ત્યારબાદ તેમને અનુભવ થવા લાગ્યો કે તેમની રીત આક્રમકતા ઉત્પન્ન કરી શકતી નથી.

line

ક્યારે વણસી પરિસ્થિતિ?

એકૈલી પર હાજર સભ્યો

ઇમેજ સ્રોત, Fasad

બાકી સભ્યોની સરખામણીએ જીનોવ્સમાં નકારાત્મકતાની ભાવના વધારે હતી.

એકૈલીના કેટલાક સભ્યોએ સ્વીકાર કરી લીધો કે આશરે 50 દિવસ બાદ તેમને એ વૈજ્ઞાનિકની હત્યાનો વિચાર આવ્યો હતો.

આ સફરનો ભાગ બનેલાં અમેરિકાનાં એન્જિનિયર ફી સેમૂરે એકૈલી પર બનાવવામાં આવેલી એક ડૉક્યુમેન્ટરીમાં જણાવ્યું હતું, "આ વિચાર અમારી અંદર એકસાથે આવ્યો."

સ્વીડનના ડાયરેક્ટર માર્ક્સ લિંડીને આ પ્રયોગમાં સામેલ રહેલા છ સભ્યોને એકબીજાને મળાવ્યા હતા.

જોર્નસ્ટામે માર્ક્સ લિંડીનને જણાવ્યું કે જીનોવ્સ પોતાના પ્રયોગને પૂર્ણ કરવા માટે એક તાનાશાહની જેમ વ્યવ્હાર કરવા લાગ્યા હતા. તેઓ તો કૅપ્ટનને પણ પડકાર આપવા લાગ્યા હતા.

જાપાનના ઈસૂકે યામાકીએ જણાવ્યું, "તેમની માનસિક હિંસાનો સામનો કરવો ખૂબ અઘરું હતું."

તેના કારણે જ બાકી સભ્યોને તેમની હત્યાનો વિચાર આવ્યો. લોકોએ વિચાર્યું કે દુર્ઘટનાના રૂપમાં તેમને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે અથવા તો તેમને એવી દવા આપી દેવામાં આવે જેનાથી તેમને હૃદયરોગનો હુમલો આવી જાય.

ફી સેમૂરે ડૉક્યુમેન્ટરીમાં જણાવ્યું, "મને ડર હતો કે જો એવું કરીશં તો સ્થિતિ વધારે બગડશે."

જીનોવ્સ અને ફી સોમૂર

ઇમેજ સ્રોત, Fasad Productions

જોકે, એવું કંઈ ન થયું. જીનોવ્સ સાથે આ મામલે કૂટનીતિક રીતે સમાધાન લાવવામાં આવ્યું, એ જ રીતે જેમ અન્ય મામલે સમાધાન કરવામાં આવતું હતું.

જ્યારે એકૈલી મેક્સિકો પહોંચ્યું તો ક્રૂના બધા લોકોને હૉસ્પિટલમાં અલગ અલગ દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઘણા પ્રકારની શારીરિક અને માનસિક તપાસ કરવામાં આવી.

જીનોવ્સ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને સેક્સ બોટના સમાચાર બાદ તો તેમણે વિશ્વવિદ્યાલયથી છેડો ફાડી નાખ્યો હતો.

જોકે, 2013માં પોતાના મૃત્યુ સુધી તેઓ અકાદમીને લગતાં કાર્યોમાં સક્રિય રહ્યા.

તેમની સાથે જે લોકો પ્રયોગના ભાગરૂપે ગયા હતા તેમના માટે આ યાત્રા એક એડવેન્ચરના રૂપમાં સમાપ્ત થઈ.

line

સફળ પ્રયોગ

પ્રયોગમાં સામેલ રહેલા લોકો ડાબી બાજુથી જમણી બાજુ : મેરી ગિડ્લે, એડના રીવ્સ, ફી સેમૂર, ઈસૂકે યામાકી, મારિયા જોર્ન્સટામ અને સર્વેન જાનોટી

ઇમેજ સ્રોત, Fasad Productions

ઇમેજ કૅપ્શન, પ્રયોગમાં સામેલ રહેલા લોકો ડાબી બાજુથી જમણી બાજુ : મેરી ગિડ્લે, એડના રીવ્સ, ફી સેમૂર, ઈસૂકે યામાકી, મારિયા જોર્ન્સટામ અને સર્વેન જાનોટી

જોકે, આ ટ્રિપ દરમિયાન તેમની સામે મુશ્કેલ પરિસ્થિતિઓ આવી પરંતુ ગ્રૂપમાં કોઈ મતભેદ ઉત્પન્ન ન થયો.

તેની વિપરીત તેમની વચ્ચે ભાવનાત્મક સંબંધો વધારે મજબૂત થયા. એ માટે ફી તેને એક સફળ પ્રયોગ માને છે.

બ્રિટિશ સમાચારપત્ર ગાર્ડિયનને તેમણે જણાવ્યું, "જીનોવ્સ હિંસા અને સંઘર્ષ પર ફોકસ રાખીને બેઠા હતા પરંતુ ધીરે ધીરે બધા અજાણ્યા લોકો એક બની ગયા."

લિંડીને આ જ સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "જો જીનોવ્સે સાંભળ્યું હોત કે લોકો શા માટે એ રાફ્ટ પર સવાર હતા, તો તેમને હિંસાના પરિણામો અંગે ખબર પડી જતી અને આપણા મતભેદોથી ઉપર ઊઠીને આપણે હિંસામાંથી બહાર આવી શકતા હતા."

(આ અહેવાલ સૌપ્રથમ જુલાઈ 2019માં પ્રકાશિત કરાયો હતો)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો