ભારતની મહિલા રગ્બી ટીમે ઇતિહાસ રચ્યો, પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત હાંસલ કરી

ઇમેજ સ્રોત, Asia rugby
ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને અફઘાનિસ્તાનની મૅચ જોવામાં સમગ્ર દેશ જ્યારે વ્યસ્ત હતો ત્યારે એક નવો વિક્રમ સર્જાયો છે. ભારતીય મહિલાઓની રગ્બી ટીમે સિંગાપોરને હરાવીને આ સિદ્ધી હાંસલ કરી છે.
ભારતીય મહિલાઓની રગ્બી ટીમે પોતાની સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચ જીતી લીધી છે. એશિયા રગ્બી વીમેન્સ ચૅમ્પિયનશીપ ડિવિઝન 1ની પ્રથમ મૅચ ભારતની ટીમ 21-19થી જીતી હતી.
રસાકસી ભરેલી આ મૅચમાં ભારતીય સ્ક્રમ હાફ સુમિત્રા નાયકે છેલ્લી ક્ષણોમાં પૅનલ્ટી કિક મારીને ટીમને જીત અપાવી.
સિંગાપોર પાસે હજુ સ્કોર કરવા માટે ત્રણ મિનિટનો સમય હતો, પણ ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો.
આ આ પ્રથમ આંતરરાષ્ટ્રિય જીતથી સમગ્ર ટીમ ભાવુક થઈ ગઈ હતી અને ખેલાડીઓની આંખમાં આંસુ હતાં, જે તેમનો આ ચૅમ્પિયનશીપ સુધી પહોંચવાનો સંઘર્ષ અને મહેનત દર્શાવતાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રગ્બીના આ મૅચમાં ઇન્ડિયા શરૂઆતથી આગળ રહ્યું હતું. સ્વીટી કુમારીએ ફર્સ્ટ હાફમાં જ બે ટ્રાય સ્કોર કરી લીધી હતી.
તેઓ શરૂઆતથી જ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ફિલિપીન્સ સામે ભારત જે મૅચ હારી ગયેલું તેમાં પણ સ્વીટી કુમારીએ બે ટ્રાય સ્કોર કરેલી.
આ મૅચમાં જ્યારે સિંગાપોરે બે ટ્રાય કરી લીધી ત્યારે ભારત થોડી વાર માટે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું, તેને તરત ત્રીજી ટ્રાય કરવાની જરૂર હતી. આ ટ્રાય સ્કોર કર્યા પછી ફર્સ્ટ હાફનો સ્કોર 15-12 રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે બીજા હાફમાં સુમિત્રા નાયકે પૅનલ્ટી ટ્રાય કરીને ભારતને જીત અપાવી.
આ જીત બાદ ભારતીય મહિલા રગ્બી ટીમ ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી.

ઇમેજ સ્રોત, Asia rugby
19 થી 22 જૂન દરમિયાન ફિલિપિન્સ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટ 2021માં ન્યૂઝીલૅન્ડ ખાતે યોજાનાર વીમેન્સ રગ્બી વર્લ્ડ કપના ક્વૉલિફાયિંગ રાઉન્ડનો ભાગ હતી.
તેમાં ચીન ફિલિપિન્સને હરાવીને 68-0ના સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












