You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુદાન સંકટઃ વિપક્ષે દેશની સૈન્ય પરિષદનો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
સુદાનમાં વિપક્ષી કાર્યકરોએ દેશની સૈન્ય પરિષદનો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.
વિપક્ષ નેતાનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ પર થયેલા હિંસક દમન બાદ તેમના પર ભરોસો કરી શકાય તેમ નથી.
વિપક્ષી કાર્યકરોનો દાવો છે કે અર્ધસૈનિક દળોએ લોકતાંત્રિક સમર્થક પ્રદર્શનકારીઓ પર હિંસક હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજધાની ખારતૂમમાં નીલ નદીમાંથી 40 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
વિપક્ષ કાર્યકરો સાથે સંબંધ રાખનાર સુદાનની ડૉક્ટરોની એક કમિટીએ ફેસબુક પર લખ્યું, "અમારા 40 શહીદોના મૃતદેહ કાલે નીલ નદીમાંથી મળ્યા છે."
આ જ ગ્રૂપના એક સભ્યે બીબીસીને જણાવ્યું કે તેણે ખુદ હૉસ્પિટલમાં મૃતદેહો જોયા છે અને મૃતકોની સંખ્યા 100 દર્શાવાઈ છે.
એક આધારભૂત સૂત્રે ચેનલ-4ના સુદાની પત્રકારને જણાવ્યું છે કે આ લોકોને નદીમાં ફેંકતા પહેલાં બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો અથવા ગોળી મારવામાં આવી હતી.
તો ખારતૂમના નિવાસીઓએ બીબીસીને જણાવ્યું કે તેઓ ઘરમાંથી બહાર નથી નીકળતા, કેમ કે તેમને ડર છે કે સેના તેમને મારશે અથવા મારી નાખશે.
સુદાનમાં હાલના સમયમાં સેનાનું શાસન છે અને તેના નેતા જનરલ બુરહાનનું કહેવું છે કે તેઓ આ મામલાની તપાસ કરાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું થઈ રહ્યું છે સુદાનમાં?
6 એપ્રિલથી પ્રદર્શનકારીઓ સેનાના હેડ ક્વાર્ટરની સામે પ્રદર્શન કરી રહ્યા છે. 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ સેનાએ રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરનો તખ્તો પલટી તેમને પદથી દૂર કર્યા છે.
ત્યારબાદ પ્રદર્શનકારીઓ સેના સાથે સમજૂતીનીની કોશિશ રહ્યા છે કે હવે સુદાનમાં કોની સરકાર હશે.
એક સમજૂતી એ પણ કરવામાં આવી હતી કે ત્રણ વર્ષ બાદ સુદાનમાં ચૂંટણી થશે, પરંતુ સોમવારે જ અર્ધસૈનિક દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી.
મંગળવારે જનરલ બુરહાને કહ્યું કે પ્રદર્શનકારીઓ સાથે સમજૂતીની કોશિશ પૂરી થઈ ગઈ છે અને હવે નવ મહિના બાદ ચૂંટણી યોજાશે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ચૂંટણી માટે લાંબો સમય મળવો જોઈએ. જેથી કરીને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગત સરકાર સાથે જોડાયેલા તમામ રાજકીય તારને તોડી શકાય.
સુદાનમાં વર્તમાન સમયમાં હાલત ખરાબ છે અને સુદાનની સેનાના સહયોગી સાઉદી અરબે સુદાનને દરેક રાજકીય પક્ષો વચ્ચે વાતચીત કરવાની સલાહ આપી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.