You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આફ્રિકાનો એવો દેશ જ્યાં 'પોટલી'માં દારૂ ઉપર પ્રતિબંધ લદાયો
ગુજરાતમાં પ્રતિબંધ છતાંય 'પોટલી'માં દારૂ મળી રહે છે, તેમ યુગાન્ડામાં પાઉચમાં દારૂનું વેચાણ થતું, જેની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે પાઉચમાં વેચાતાને કારણે નાગરિકોના આરોગ્ય ઉપર માઠી અસર પડતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દારૂથી ટેવાયેલા ગરીબ લોકો 10 યુગાન્ડા શિલિંગ (લગભગ 10 રૂપિયામાં) એક પોટલી ખરીદી શકે છે. આફ્રિકી દેશોમાં દારૂ પીવાની બાબતમાં યુગાન્ડા અગ્રેસર છે.
હવે દારૂ બનાવતી કંપનીઓ માટે પાઉચના બદલે બૉટલમાં દારૂ પૅક કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
ઉપરાંત બૉટલમાં દારૂ 200 મિલીલિટરથી ઓછો ન હોવો જોઈએ.
યુગાન્ડાના એક મંત્રીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સ્કૂલે જતા બાળકો પણ દારૂના પાઉચ ખરીદી લેતા હતા.
તેઓ કહે છે, "પાઉચમાં મળતો દારૂ સસ્તો હોવાથી લોકો તેને પોતાના બૅગમાં રાખી મૂકતા. દારૂ પીતા લોકોની સંખ્યા ખૂબ વધવા લાગી છે."
કંપાલા સ્થિત બીબીસીનાં સંવાદદાતા ડીયર જિન જણાવે છે કે યુગાન્ડામાં રહેતાં કેટલાંક લોકોને ડર છે કે આ પ્રતિબંધથી દારૂથી ટેવાયેલા લોકો ગેરકાયદેસર રીતે વેચાતો દારૂ ખરીદવા લાગશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ પ્રતિબંધથી દારૂ પીધેલા લોકો દ્વારા થતી હિંસા પર અંકુશ મેળવવામાં મદદ મળશે તેવી આશા છે.
આફ્રિકામાં દારૂ મામલે કોઈ પૉલિસી નથી અને તેના વિજ્ઞાપન મામલે કોઈ કાયદો પણ નથી
જોકે, સરકારનું કહેવું છે કે તેઓ નવા કાયદા પર વિચાર કરી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે, આફ્રિકા ખંડમાં દારૂ પીવાની બાબતમાં યુગાન્ડા સાતમા ક્રમે છે.
આફ્રિકાના દેશોમાં દારૂ પીવાની ટેવ
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો