You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કૅબિનેટ રૅન્કનો દરજ્જો
લોકસભાની ચૂંટણી પછી કેન્દ્ર સરકારે અજિત ડોભાલને આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાળવી રાખ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષામાં એમના યોગદાનની નોંધ લઈ અજિત ડોભાલને કૅબિનેટ રૅન્કનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. એવું નથી કે મોદીના વડા પ્રધાન બન્યા બાદ ડોભાલ ભાજપની નજીક આવ્યા છે. ડોભાલને લાલકૃષ્ણ અડવાણી પણ બહુ મહત્ત્વ આપતા હતા.
પૂર્વ ચીફ જસ્ટિસ લોઢા સાથે ઓનલાઇન છેતરપિંડી
સામાન્ય બની રહેલાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં હાઇ-પ્રોફાઇલ કિસ્સો સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ લોઢા સાથે બન્યો છે.
હાલ દિલ્હીમાં રહેતા નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. લોઢા સાથે એક લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ છે.
ધ હિન્દુનો અહેવાલ જસ્ટિસ લોઢાએ કરેલી પોલીસ ફરિયાદને ટાંકીને જણાવે છે કે જસ્ટિસ લોઢાના સત્તાવાર ઇમેલ એકાઉન્ટ પર તેમના એક જાણીતા વ્યકિતનો મેલ 19 એપ્રિલના રોજ રાતે પોણા બે વાગે આવ્યો હતો.
મેલમાં કહ્યું હતું કે તેઓ ફોન પર ઉપલબ્ધ નથી અને મદદની જરૂર છે. ચીફ જસ્ટિસે મેલનો જવાબ આપતા રાતે પોણા ચાર વાગે ફરી મેલ આવ્યો હતો અને જેમાં પિતરાઈની સારવાર માટે તાત્કાલિક લાખ રૂપિયાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું હતું.
ત્યારબાદ મેલથી જ પૂર્વ ચીફ જસ્ટિસને સર્જન ડોકટરના બૅન્ક એકાઉન્ટની વિગતો મોકલવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવૃત્ત જસ્ટિસ લોઢાએ સવારે 50,000 અને સાંજે 50,000 એમ કરીને એક લાખ રૂપિયા એ એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા.
ત્યારબાદ 30 મેના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ લોઢાએ જેમના નામે પૈસા ટ્રાન્સફર કર્યા તે વ્યકિતનો મેલ આવ્યો હતો રે 18-19 એપ્રિલ દરમિયાન એમનું ઇમેલ એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
માયાવતીએ 6 રાજ્યોના ચૂંટણી કો-ઑર્ડિનેટર અને બે પ્રદેશ અધ્યક્ષને બરખાસ્ત કર્યા
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ છ રાજ્યોના ચૂંટણી કો-ઑર્ડિનેટર અને બે રાજ્યોના પાર્ટી પ્રમુખોને પદ પરથી હઠાવી દીધાં છે. લોકસભા ચૂંટણી 2019માં ખરાબ પ્રદર્શન બાદ માયાવતીએ આ નિર્ણય લીધો છે.
બસપા પ્રમુખે ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત અને ઓડિશાના પાર્ટી કો-ઑર્ડિનેટર્સને બરખાસ્ત કર્યા છે. તેમજ દિલ્હી અને મધ્ય પ્રદેશના બીએસપી પ્રમુખને પણ હઠાવી દીધા છે. આ રાજ્યોમાં બીએસપીને એક પણ બેઠક મળી નથી. કહેવાય છે કે બસપા પાર્ટીમાં સંગઠન સ્તરથી પરિવર્તન ઇચ્છે છે.
આ ચૂંટણીમાં બીએસપીને ઉત્તર પ્રદેશમાં માત્ર સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રિય લોકદળ સાથે ગઠબંધનમાં 10 બેઠકો સિવાય એક પણ બેઠક મળી નથી.
ફેસબુકના ચૅરમૅન ઝુકબર્ગ પોતાનું પદ મુશ્કેલથી બચાવી શક્યા
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ પોતાની જ બનાવેલી કંપનીમાં ચૅરમૅનનું પદ મુશ્કેલીથી બચાવી શક્યા છે.
ગુરુવારે ફેસબુકની સામાન્ય વાર્ષિક બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં કંપનીના શૅરધારકોએ માર્ક ઝુકરબર્ગના નેતૃત્વ માટે વોટિંગ કર્યું.
ઝુકરબર્ગ ફેસબુકના ચૅરમૅન અને સીઈઓ બંને પદ એક સાથે સંભાળી રહ્યાં છે. તેઓ 60ટકા સુધીના મતના અધિકાર પોતાની પાસે રાખે છે. તેથી જો તેઓ પોતે પોતાની વિરુદ્ધ મત આપે તો જ હારી શકે છે.
ફેસબુકના શૅરધારકો ઇચ્છે છે કે ઝુકરબર્ગે ચૅરમૅનપદ છોડી દેવું જોઈએ જેથી તેઓ કંપની કેવી રીતે ચલાવવી તેના પર ધ્યાન આપી શકે.
ફેસબુકના 7 મિલિયન ડૉલરના શૅર ધરાવતી ટ્રિલિયમ ઍસેટ મૅનેજમૅન્ટના વાઇસ પ્રાઇસ જોનાસ ક્રોને બીબીસીને કહ્યું, "જો તેઓ સીઇઓપદ પર ધ્યાન આપે અને બોર્ડમાં બીજા કોઈને ધ્યાન આપવા દે તો સ્થિતિ સુધરી શકે છે."
તેમણે કહ્યું કે ઝુકરબર્ગે ગૂગલના લૅરી પેજ અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પાસેથી શીખવું જોઈએ. તેઓ બંને કંપનીના સ્થાપક હોવા છતાં બોર્ડના ચેરમૅન નથી.
આ બેઠકમાં એક શૅરધારક દ્વારા ફેસબુક સ્વતંત્ર ચૅરમૅન નિયુક્ત કેમ નથી કરતું એ સવાલ કરવામાં આવ્યો હતો જેને ઝુકરબર્ગે ટાળ્યો હતો.
આ બેઠક દરમિયાન ફેસબુકના કાર્યાલય બહાર કેટલાક લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં હતાં, જેમનું કહેવું હતું કે ફેસબુક પોતાના યૂઝર્સની સુરક્ષાની કાળજી રાખી શકતું નથી.
ગરમીનો પ્રકોપ હજી ચાલુ રહેશે
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ અને લૂનું વાતાવરણ ચાલુ રહેશે.
રાજસ્થાનમાં તો ગરમીન લીધે મૃત્યુના સમાચાર પણ આવી રહ્યા છે.
સિકર જિલ્લામાં ગરમી અને લૂને લીધે એક ખેડૂતનું મૃત્યુ થયુ છે.
રવિવારે રાજસ્થાનના ચુરૂમાં 48.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
હવામાન વિભાગનું કહેવું છે કે રાજધાની દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં આંધી અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આના લીધે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગે આગામી આવનારા પાંચ દિવસોમાં હવામાનની સ્થિતિ અંગે કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાન બેથી ચાર ડિગ્રી વધી શકે છે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો