You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019: શું મુસ્લિમ મતદારોએ ભાજપ માટે મતદાન કર્યું?
- લેેખક, સંજય કુમાર
- પદ, રાજકીય વિશ્લેષક અને સીએસડીએસના નિદેશક
જે રીતે ભાજપ લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવવામાં સફળ થયો તે રીતે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં એક પક્ષને મોટી જીત મળે ત્યારે એવું માનવામાં આવે છે કે દરેક વર્ગના મત જીતનાર પક્ષને જ મળ્યા છે અને હારેલા પક્ષમાં બધું જ નકારાત્મક થયું.
લોકોમાં આ બાબત એટલી દૃઢ થઈ ગઈ છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન છતાં એવું માનવામાં આવ્યું કે ભાજપને મળેલી જીતમાં ત્યાંના મુસ્લિમોના મતો પણ છે.
તેના માટે એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં 2014ની ચૂંટણીમાં ભાજપને 40 ટકા મત મળ્યા હતા તે વધીને 2019માં 49 ટકા થઈ ગયા છે.
માનવામાં આવે છે કે આ વખતની ચૂંટણીમાં મુસ્લિમોની વોટિંગ પૅટર્નમાં પરિવર્તન આવ્યું છે અને તેમણે ભાજપ તરફી મતદાન કર્યું.
એવું માનવામાં આવે છે કે મુસ્લિમ પુરુષોએ ભલે ભાજપને મત ન આપ્યા હોય પરંતુ ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં મહિલાઓએ ભાજપને મત આપ્યા છે.
તેના માટે એવી દલીલ કરવામાં આવે છે કે મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાકના કાયદાથી ખુશ છે, તેથી આવું બની શકે. ભાજપે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેને મંજૂરી આપી હતી.
જે લોકસભા બેઠકોના મતવિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે, ત્યાં ભાજપના મતમાં વધારો થયો છે, તેથી આ દલીલને પણ ટેકો મળ્યો.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોષ્ટક 1. મુસ્લિમ વસતિ અને પક્ષના પ્રદર્શનનાં તારણો
10 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારમાં ભાજપને 34.9 ટકા મત મળ્યા, જ્યારે 10થી 20 ટકા મુસ્લિમ મતદારો છે ત્યાં ભાજપને 39.2 ટકા મત મળ્યા છે.
એ પણ મહત્ત્વનું છે જ્યાં મુસ્લિમ વોટ બૅન્ક વધુ (20થી 40 ટકા)હોય ત્યાં ભાજપના મતનો હિસ્સો 43.8 ટકા થઈ ગયો.
એવું માનવું સ્વાભાવિક છે કે જે લોકસભા બેઠકોના મત વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધુ હશે ત્યાં ભાજપને વધુ મત મળ્યા એનો અર્થ કે મુસ્લિમોએ ભાજપને મત આપ્યા.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ત્રણ તલાક વિરુદ્ધના કાયદાને કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓએ ભાજપને સમર્થન આપ્યું,
પરંતુ 2019ની ચૂંટણીનાં પરિણામોમાં મળેલા મુસ્લિમ મતો આ વાતની સાબિતી આપતા નથી, કારણ કે મુસ્લિમ સમાજના મત ભાજપ માટે વધ્યા જ નથી.
ચૂંટણી બાદનાં સર્વેક્ષણનાં અનુમાન જણાવે છે કે 8 ટકા મુસ્લિમોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 33 ટકા લોકોએ કૉંગ્રેસને મત આપ્યા છે.
બીજું કે અલગ-અલગ રાજ્યોમાં મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા એવી છે જેમણે સ્થાનિક ઉમેદવારોને મત આપ્યો છે.
2014માં લગભગ 8 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપને મત આપ્યો હતો. આ પ્રમાણ લગભગ બે દાયકાથી યથાવત રહ્યું છે.
જો 1996, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીને જોઈએ તો ભાજપને 7થી 8 ટકા મત મળતા રહ્યા છે. આ મુદ્દે 2004ની ચૂંટણી અપવાદ હતી. ત્યારે માત્ર 4થી 5 ટકા મુસ્લિમોએ જ ભાજપને મત આપ્યો હતો.
કોષ્ટક 2. છેલ્લાં કેટલાક વર્ષોમાં મુસ્લિમ વોટિંગની પૅટર્ન
સ્રોત : સીએસડીએસ ડેટા યૂનિટ
આ ચૂંટણીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યા છે.
પરંતુ ચૂંટણી પછીના સર્વેક્ષણમાં મળેલા આંકડા તેની સાબિતી આપતા નથી.
આ આંકડા મુજબ મુસ્લિમ પુરુષો કે મહિલાઓના આંકડાઓમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી.
હા, માત્ર પરિવર્તન આવ્યું છે તો ગ્રામીણ અને શહેરી મુસ્લિમ મતદારોની પૅટર્નમાં.
શહેરી મતદારોએ મોટી સંખ્યામાં ભાજપ અને કૉંગ્રેસ બંનેને મત આપ્યા છે, સ્પષ્ટ રીતે તેમાંથી ઘણાએ સ્થાનિક પક્ષોને પણ મત આપ્યા છે.
જે રાજ્યોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી ત્યાં મુસ્લિમોએ ભાજપને વધુ મત આપ્યા છે.
એ રાજ્યો છે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને કેટલાક અન્ય રાજ્ય. અહીં 15થી 20 ટકા મુસ્લિમ મત ભાજપને મળ્યા.
પરંતુ જ્યાં છેલ્લા કેટલાક દાયકા દરમિયાન સ્થાનિક પક્ષો મજબૂત થયા છે, જેમ કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગણા, કેરલ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ત્યાં સ્થાનિક પક્ષોને વધુ મત મળ્યા.
બિહારમાં કૉંગ્રેસ-આરજેડી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને વાઈએસઆર કૉંગ્રેસને મુસ્લિમ મત મળ્યા. (અહીં લગભગ શૂન્ય ટકા મત કૉંગ્રેસવા ખાતામાં ગયા).
કોષ્ટક 3. સામાજિક દૃષ્ટિએ મુસ્લિમોએ કોને મત આપ્યા
આપને આ પણ વાચવું ગમશે
(પ્રોફેસર સંજય કુમાર સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના નિદેશક છે.)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો