You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાની આર્મીની બૉમ્બ ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 79 લોકો ઘાયલ
રશિયાના ઝશિંક શહેરમાં બૉમ્બ બનાવતી ફેકટરીમાં થયેલા બ્લાસ્ટમાં 79 લોકો ઘાયલ થયા છે અને આસપાસના લગભગ 180 ઘરોમાં નુકસાન થયું છે.
શહેરના અધિકારીઓના કહેવા મુજબ આ ફેકટરીમાં દેશની આર્મી માટે વિસ્ફોટક બૉમ્બ બનાવવામાં આવતા હતા અને તેમનો સંગ્રહ કરવામાં આવતો હતો.
તેમના કહેવા મુજબ જેસસી ક્રિસ્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના પ્લાન્ટમાં જ્યાં બૉમ્બ બને છે તે વિભાગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે.
ફેકટરીના એક અધિકારીના કહેવા મુજબ આ ઘટના સમયે પાંચ લોકો અંદર કામ કરતા હતા જેમને બચાવી લેવામાં આવ્યા છે.
જે લોકો ઘાયલ થયા છે તેમાંથી મોટા ભાગના લોકોને બ્લાસ્ટના કારણે ઉડેલા કાચની કરચો અને ધાતુઓ વાગવાથી ઇજાઓ પહોંચી છે.
આ બ્લાસ્ટના કારણે ફેકટરીની આસપાસના ઘરો અને અન્ય ફૅક્ટરીની બારીના કાચ તૂટવા કે દિવાલોમા તિરાડો પડવા જેવું નુકસાન થયું છે.
શહેરના વહીવટી તંત્ર દ્વારા ફૅક્ટરીના આસપાસના વિસ્તારમાં કટોકટીની સ્થિતિ લાગુ કરી છે. તેમજ રશિયન તપાસ સમિતિ આ ઘટનાની તપાસ કરી રહી છે.
સ્થાનિક આરોગ્ય ખાતા દ્વારા આપવામાં આવેલાં નિવેદન મુજબ, "ક્રિસ્ટલમાં બ્લાસ્ટ બાદ 79 લોકોને સારવારની જરૂર પડી હતી, જેમાં 37 ફેકટરીના કર્મચારીઓ છે અને 41 આસપાસના સ્થાનિકો છે. કોઈ બાળકને આ ઘટનામાં ઇજા પહોંચી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
આ ઘટનાના કારણે 15 વ્યક્તિઓને દવાખાનામાં દાખલ કરવામાં આવી છે પરંતુ કોઈના મૃત્યુ થયા નથી.
આ અંગે એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકોને ધારદાર ચીજો વાગવાથી ઇજા પહોંચી છે.
આ દરમિયાન સ્થાનિક લોકો સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી રહ્યા હતા, જેમાં ઊંચા કાળા ધુમાડાના વાદળ જોઈ શકાય છે.
અધિકારીઓના કહેવા મુજબ વિસ્ફોટક વસ્તુઓ પડી હતી તેવા 100 ચોરસમિટર વિસ્તારમાં આગ લાગી છે.
ઝશિંકને દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર માનવામાં આવે છે, જ્યાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એક ફૅક્ટરીમાં બ્લાસ્ટ થવાથી 3 વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતા.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો