You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ દેશમાં રીંછના કારણે કટોકટી જાહેર કરવી પડી
રશિયાના એક આંતરિયાળ પ્રદેશમાં રીંછના કારણે કટોકટી જાહેર કરવી પડી છે.
સ્થાનિક અધિકારીઓ પ્રમાણે અહીં એક ડઝન જેટલા રીંછ જોવાં મળ્યાં છે, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા છે.
તંત્રએ જણાવ્યું કે નોવા. ઝેમ્લયા નામના દ્વીપમાં સામાન્ય રીતે રીંછની લોકો પર હુમલો કરવાની ઘટનાઓ નોંધાતી હોય છે.
ક્લાઇમેટ ચૅન્જના કારણે અહીંના રીંછ પ્રભાવિત થઈ રહ્યાં છે અને તેઓ ખોરાકની શોધમાં ભટકી રહ્યાં છે.
રશિયામાં આ રીંછને લુપ્ત થતી પ્રજાતિમાં સામેલ કરવામાં આવ્યાં છે અને એટલે જ તેમના શિકાર પર અહીં પ્રતિબંધ છે.
સાથેસાથે પ્રાદેશિક પર્યાવરણ એજન્સી રીંછને મારવાના લાઇસન્સ આપવાનો પણ ઇનકાર કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ દ્વીપના મુખ્ય વિસ્તાર બેલુશ્યા ગુબામાં કુલ 52 રીંછ દેખાયાં હોવાની ચર્ચા છે. આ પૈકી છથી દસ રીંછ એકસાથે એક વિસ્તારમાં જ રહેતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક તંત્રના અધિકારી વિગંશા મ્યુસિને જણાવ્યું કે સ્થાનિક સૈન્યની ચોકી પાસે જ પાંચથી વધારે રીંછ છે. આ સૈન્ય ચોકી પર વાયુ સેનાનો બેસ પણ આવેલો છે.
એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં તેમણે જણાવ્યું, "હું વર્ષ 1983થી નોવાયા જેમ્લયામાં છું. પણ અહીં આટલી મોટી સંખ્યામાં રીંછને આવતાં ક્યારેય નથી જોયાં."
રીંછના કારણે જનજીવન પ્રભાવિત થયું હોવાનું અધિકારીઓ જણાવે છે.
સ્થાનિક તંત્રના ઉપપ્રમુખ એલેક્ઝેન્ડર મિનાયેવે કહ્યું, "લોકો ડરેલા છે, તેઓ પોતાનાં ઘર છોડવાં માટે મજબૂર છે. તેમના રોજબરોજના કામ પ્રભાવિત થઈ રહ્યા છે. માતાપિતા બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી."
ક્લાઇમેટ ચૅન્જના કારણે આર્કટિક મહાસાગરમાં બરફ ઓછો થઈ રહ્યો છે.
જેના કારણે રીંછ પોતાની શિકાર કરવાની આદત બદલી રહ્યાં છે.
તેમનો મોટાભાગનો સમય નવી જગ્યા શોધવામાં વિતાવે છે, તેઓ રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને માનવી સાથે સંઘર્ષ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો