ઑસ્ટ્રેલિયા ચૂંટણી : અણધાર્યું આવ્યું પરિણામ, મૉરિસનની જીત

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસનની સંયુક્ત ચૂંટણીમાં જીત થઈ છે. તેમણે પોતાના કંઝર્વેટિવ ગઠબંધનને ફરીથી ચૂંટણીમાં જીત અપાવવા બદલ મતદાતાઓનો આભાર માન્યો.

મૉરિસને સમર્થકોને કહ્યું કે તેમને 'હંમેશાં ચમત્કારોમાં વિશ્વાસ હતો.' પ્રાથમિક અનુમાનોમાં લિબરલ-નેશનલ ગઠબંધનને બહુમતી મળશે તેવા કયાસ લગાવાયા હતા.

ઑસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા બિલ શૉર્ટને પોતાની હાર સ્વીકારી છે અને પાર્ટીના નેતા તરીકે રાજીનામું ધરી દીધું હતું.

ચૂંટણીનું અંતિમ પરિણામ આવવાનું બાકી છે, પરંતુ 70 ટકાથી વધુ મતગણતરીમાં ગઠબંધને જીત મેળવી લીધી છે.

ગઠબંધનને બહુમત માટે 76 બેઠકોની જરૂર છે અને તેઓ 74 બેઠકો પર આગળ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં શનિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી. અહીં કુલ 1.64 કરોડ મતદાતાઓ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અણધાર્યું પરિણામ

સિડની સ્થિત બીબીસી સંવાદદાતા હાઇવેલ ગ્રિફિથ મુજબ આ પરિણામની આશા માત્ર અમુક લોકોએ જ કરી હતી.

તેમણે કહ્યું, "હું એવી વ્યક્તિની ખોજમાં છું જેઓ કહે કે તેમને આવા પરિણામની આશા હતી."

ગત બે વર્ષમાં જેટલા પણ ઓપિનિયન પોલ થયા તેમાં ગઠબંધન, લેબર પાર્ટીથી પાછળ ચાલી રહ્યું હતું અને એનું મનાઈ રહ્યું હતું કે આ વખતે લેબર પાર્ટીની સરકાર બનશે.

પરંતુ અંતિમ સમયે સ્કૉટ મૉરિસન મતદાતાઓને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યા.

ઑસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા શૉર્ટને પાર્ટી સભ્યોને સંબોધિત કરતા કહ્યું, "લેબર પાર્ટી આગામી સરકાર રચવામાં સફળ નહીં રહે."

શૉર્ટને કહ્યું હતું કે તેમણે અભિનંદન પાઠવવા મૉરિસનને ફોન કર્યો હતો. સાથે જ એવી પણ જાહેરાત કરી કે તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે આગામી ચૂંટણી નહીં લડે.

મૉરિશને વિપક્ષનો પણ આભાર વ્યક્ત કર્યો.

અસ્થિરતાની સ્થિતિ

ઑસ્ટ્રેલિયામાં દર ત્રણ વર્ષ ચૂંટણી યોજાય છે. છેલ્લાં અમુક વર્ષોથી અહીં જોરદાર રાજકીય ઊથલપાથલ જોવા મળી રહી છે. વર્ષ

2007 બાદ તો અહીં કોઈની પણ સરકાર કાર્યકાળ પૂર્ણ નથી કરી શકી.

મૉરિસને કહ્યું કે તેમણે પોતાની સરકારને સંગઠિત કરી છે. લેબર પાર્ટી અને સહયોગી નેશનલ પાર્ટીનું ગઠબંધન નવ મહિના પહેલાં બન્યું હતું.

મૉરિસનની સરકારે મૈલ્કમ ટર્નબુલને હટાવીને સત્તાની ગાદી સંભાળી હતી.

સર્વેમાં બતાવ્યા મુજબ અર્થવ્યવસ્થા, મોંઘવારી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ મહત્ત્વના હતા.

યુવા મતદાતાઓમાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો ગંભીર હતી.

મૉરિસને પ્રાથમિક ચૂંટણી અભિયાનમાં અર્થવ્યવસ્થાને મુદ્દો બનાવ્યો હતો પરંતુ જેમ-જેમ ચૂંટણી આગળ વધી તેમ-તેમ તેઓ પોતાને એક વિકલ્પના રૂપમાં પ્રસ્તુત કરવા લાગ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો