પાકિસ્તાન : ગ્વાદરમાં હોટલ પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર માર્યા

ઇમેજ સ્રોત, PEARL CONTINENTAL HOTEL
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર શહેરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ 'પર્લ કૉન્ટિનેન્ટલ' પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર મારવામાં આવ્યા છે.
ત્રણ બંદૂકધારીઓ દ્વારા કરાયેલા હુમલામાં એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થયું છે. હોટલના એક પ્રવક્તા પ્રમાણે રમઝાન અને રજાઓ વચ્ચે હોટલમાં કોઈ મહેમાન નહોતા અને સ્ટાફ પણ ઓછો હતો.
જોકે આ અગાઉ સમાચાર મળ્યા હતા કે મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
બલુચિસ્તાન લિબરેશન આર્મીની માજિદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે ચીન તથા વિદેશી રોકાણકારોને નિશાન બનાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.
બલુચિસ્તાનના ગૃહમંત્રી મીર ઝિયાઉલ્લાહે બીબીસીને જણાવ્યું બતું કે પોલીસ, ફન્ટ્રીયર કૉર અને અન્ય સુરક્ષાદળોએ હોટલને ઘેરી લીધી હતી.
તેમનો દાવો છે કે હુમલો થયો ત્યારે હોટલમાં કોઈ વિદેશી નાગરિક હાજર નહોતા.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે જણાવ્યું કે બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલાખોરોના પ્રવેશના અહેવાલો હતા. જોકે, ગ્વાદરમાં આવો કોઈ હુમલો નથી થયો.
ગ્વાદરમાં ગત મહિને થયેલા ઉગ્રવાદી હુમલામાં 14 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિસ્તારમાં કેટલાય ઉગ્રવાગી સંગઠનો સક્રીય છે, જેમાં પાકિસ્તાની તાલિબાન, બલુચિસ્તાન બિલરેશન આર્મી અને સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-ઝાંગવીનો સમાવેશ થાય છે
ગ્વાદર ચીન અને પાકિસ્તાન વચ્ચેના ઇકૉનૉમિક કૉરિડૉરનું મુખ્ય કેન્દ્ર છે અને અહીં ચીનના કેટલાય એન્જિનિયર અને કર્મચારીઓ હાજર છે.
ગ્વાદરની પશ્ચિમી સરહદ ઈરાન સાથે મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














