You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકાના ઉગ્રવાદી હુમલા સંબંધિત વાઇરલ તસવીરોનું સત્ય શું? ફેક્ટ ચૅક
- લેેખક, ફેક્ટ ચૅક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ગત બે દિવસ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરો વ્યાપક રીતે શૅર થઈ રહી છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ તસવીરો શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ્સ પછીની છે.
આ તસવીરો ટ્વિટર તથા ફેસબુક, વૉટ્સઍપ ઉપરાંત શૅરચેટ ઍપ ઉપર પણ હજારો વખત જોવાઈ અને શૅર થઈ છે.
21મી એપ્રિલ 2019ના બ્લાસ્ટ્સમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 350ને પાર ગઈ છે અને 500થી વધુ લોકો ઘાયલ છે.
તપાસમાં અમને માલૂમ પડ્યું કે હાલમાં વાઇરલ તસવીરો શ્રીલંકાની જૂની તસવીરો છે, જેનો તાજેતરમાં થયેલા વિસ્ફોટો સાથે કોઈ સંબંધ નથી.
2006ની ઘટના
આ તસવીરો શ્રીલંકામાં રવિવારે થયેલા ઇસ્ટર બૉમ્બ બ્લાસ્ટ્સના નામે વાઇરલ થઈ છે.
તેના કૅપ્શનમાં લખેલું છે, "શ્રીલંકામાં આઠ બ્લાસ્ટ્સમાં પરિવારજનોને ગુમાવનારાંઓ માટે પ્રાર્થના કરજો."
ન્યૂઝ એજન્સી એએફપી તથા ગેટ્ટી મુજબ, (આગળ વાચો) તા. 15મી જૂન 2006ના દિવસે સુરંગ ફાટતા 60થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલાખોરોએ કૅબિટોગોલેવિયામાં એક બસને નિશાન બનાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે શ્રીલંકાની સરકારે દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ ઉગ્રવાદી સંગઠન લિબ્રેશન ટાઇગર્સ ઑફ તામિલ ઇલમ' એટલે કે (LTTE)નો હાથ છે.
LTTEએ નિવેદન બહાર પાડીને આ આરોપોને નકારી કાઢ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટનામાં મૃતકોની સંખ્યા 15 બાળકો સહિત 64ની હતી. આ ઘટનામાં લગભગ 80 લોકો ઘાયલ થયા હતા.
કોલંબોના સૌથી યુવા શહીદ?
સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલી તસવીરમાં જણાવાયું છે, "શ્રીલંકાના ઇસ્ટર સન્ડે હુમલાનો ભોગ બનેલી સૌથી નાની પીડિતા"
આ તસવીરમાં બાળકીના મૃતદેહ પાસે એક યુવક વિલાપ કરતો નજરે પડે છે.
"Australian Coptic Heritage and Community Services" ફેસબુક પેજ ઉપર આ વાઇરલ પોસ્ટ ત્રણ હજારથી વધુ વખત શૅર થઈ છે.
"Abbey Roads" નામના અન્ય એક બ્લૉગમાં આ તસવીર શૅર કરતા બ્લૉગરાઇટરે આ છોકરીને 'કોલંબોની સૌથી યુવા શહીદ' જણાવી છે.
શ્રેણીબદ્ધ બ્લાસ્ટ્સ અંગે લખાયેલા અમુક બ્લૉગ્સમાં આ તસવીરનો ઉપયોગ થયો છે.
પરંતુ 'રિવર્સ સર્ચ' કરતા અમને જાણવા મળ્યું કે આ તસવીર ફેસબુક ઉપર ગત એક વર્ષ કે તેથી વધુ સમયથી શૅર થઈ રહી છે. મતલબ કે રવિવારની ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી.
ફેસબુક ઉપર તા. 12મી મે 2018ના Patta Wadan નામના યૂઝરે આ તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું:
"આ દુઃખ કેવી રીતે સહન કરીશ. પ્લીઝ, ક્યારેય કોઈ પિતાએ દુનિયામાં આવી તકલીફ સહન ન કરવી પડે."
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો