જ્યારે 61 વર્ષનાં દાદીએ પૌત્રીને જન્મ આપ્યો

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
અમેરિકાના નેબ્રાસ્કામાં સરોગેસીનો એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક દાદીએ પોતાની પૌત્રીને જન્મ આપ્યો છે.
61 વર્ષીય સેસિલ એલ્જે પોતાના સમલૈંગિક દીકરા મેથ્યૂ એલ્જ અને તેમના પાર્ટનર ઇલિઑટ ડોટરી માટે બાળકી ઉમા લૂઇસને જન્મ આપ્યો છે.
બીબીસી સાથે વાતચીત દરમિયાન સિસેલ એલ્જ જણાવે છે કે તેમણે બાળકને જન્મ આપવાનો નિર્ણય ત્યારે કર્યો જ્યારે તેમના દીકરા મેથ્યૂ અને તેમના પાર્ટનર ઇલિઑટ ડોટરીએ પરિવાર શરુ કરવાની વાત કરી હતી.
સિસેલ એલ્જ કહે છે, "જ્યારે મેં બાળકને જન્મ આપવાનો પ્રસ્તાવ મૂક્યો તો બધા હસવા લાગ્યા હતા."
ત્યારે સિસેલ એલ્જની ઉંમર 59 વર્ષ હતી જ્યારે તેમણે બાળકને જન્મ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમના પરિવારને લાગતું હતું કે આ કોઈ એવો રસ્તો નથી કે જેને ખરેખર અપનાવી શકાય.
ઇલિઑટ ડોટરી કહે છે, "અમને માત્ર એવું જ લાગ્યું કે આ તેમની સુંદર ભાવના છે. તેઓ ખરેખર એક નિઃસ્વાર્થ મહિલા છે."
પણ જ્યારે મેથ્યૂ એલ્જ અને ઇલિઑટ ડોટરીએ બાળક માટે વિકલ્પો શોધવાનું શરુ કર્યું તો તેમને ડૉક્ટરે જણાવ્યું કે સિસેલ એલ્જે જે વિકલ્પ આપ્યો છે તે શક્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
ઘણી તપાસ અને તૈયારીઓ બાદ ચિકિત્સકોએ સરોગેસીની પ્રક્રિયાને આગળ વધારી.
તેઓ કહે છે, "હું સ્વાસ્થ્યને લઈને ખૂબ સાવધાન રહું છું. હું ગર્ભધારણ કરી શકું છું તે વાતમાં મને કોઈ શંકા ન હતી."
મેથ્યૂના સ્પર્મ અને ઇલિઑટનાં બહેન લીના ઇંડાનો ઉપયોગ કરીને IVFના માધ્યમથી ચિકિત્સકોએ ભ્રૂણનું નિર્માણ કર્યું અને તેની મદદથી મેથ્યૂનાં માતાએ આ ઉંમરે પોતાની પૌત્રીને જન્મ આપ્યો.

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
ઇલિઑટ ડોટરી એક હેર ડ્રેસર તરીકે કામ કરે છે તેઓ કહે છે કે IVF એકમાત્ર આશા હતી કે જેની મદદથી તેઓ પોતાનું બાળક મેળવી શકતા હતા.
સિસેલ એલ્જ કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમને કોઈ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો.

ઇમેજ સ્રોત, Alamy
જ્યારે પરિવારને ખબર પડી કે સિસેલ એલ્જ ગર્ભવતી બની ગયાં છે, તો તેમની ખુશીનો પાર ન રહ્યો.
તે સમયે મેથ્યૂ એલ્જ અને ઇલિઑટની વાતને યાદ કરતાં સિસેલ એલ્જ કહે છે, "તેઓ કહેતા હતા કે હું કંઈ જોઈ શકતી નથી, પણ બાળકને જન્મ આપી શકું છું."

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
સિસેલ એલ્જ કહે છે કે તેમની ગર્ભાવસ્થા મામલે મોટાભાગે લોકોએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. બસ મેથ્યૂ સિવાય સિસેલ એલ્જના બીજા બે બાળકોને આ ગર્ભાવસ્થા અંગે ઝટકો લાગ્યો હતો.
તેઓ કહે છે, "જોકે, જ્યારે બધાને આખી પરિસ્થિતિ અંગે ખબર પડી તો બધાએ મને સમર્થન આપ્યું હતું."
પરંતુ નેબ્રાસ્કામાં આ દરમિયાન LGBT પરિવારો સામે ભેદભાવ આ ગર્ભાવસ્થા દરમિયાન સામે આવ્યો.
સમલૈંગિક લગ્ન ત્યાંની સુપ્રીમ કોર્ટે 2015માં જ કાયદેસર જાહેર કર્યાં હતાં. છતાં નેબ્રાસ્કામાં એવા કોઈ કાયદા નથી બન્યા જે સેક્સ્યુઅલ ઑરિએન્ટેશનને લઈને થતા ભેદભાવ પર પ્રતિબંધ લગાવી શકે.
2017 સુધી નેબ્રાસ્કામાં ગે તેમજ લેસ્બિયન લોકોનાં માતાપિતા પર વર્ષો જૂનો પ્રતિબંધ યથાવત રાખ્યો હતો.
સિસેલ એલ્જ કહે છે કે તેમણે બાળકના જન્મ માટે થતા ખર્ચ અંગે વીમા કંપની વિરુદ્ધ પણ લડાઈ લડી જેમાં તેઓ નિષ્ફળ નિવડ્યાં.
કાયદા પ્રમાણે જે મહિલા બાળકને જન્મ આપે છે તે જ તેની મા હોય છે. એ પ્રમાણે ઉમાના જન્મના પ્રમાણમાત્રમાં માત્ર સિસેલ એલ્જ અને તેમના દીકરા મેથ્યૂ એલ્જનો જ ઉલ્લેખ છે, ઇલિઑટ ડોટરીનો નહીં.
મેથ્યૂ કહે છે, "આ પ્રકારનાં ઉદાહરણો છે જેમણે અમારા રસ્તામાં અડચણ ઊભી કરી હતી."
મેથ્યૂ એલ્જ ચાર વર્ષ પહેલાં પણ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમને સ્કટ કૅથલિક હાઈસ્કૂલમાંથી તેમને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. તેની પાછળ કારણ હતું કે તેમણે ઇલિઑટ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.



ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
મેથ્યૂ એલ્જ સાથે થયેલા વ્યવ્હાર અંગે તેમના સમાજમાં ગુસ્સાની ભાવના જાગી હતી. તેમના સમાજના લોકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને ચાલુ વર્ષે ભણતા વિદ્યાર્થીઓએ મળીને નોકરીમાં થતા ભેદભાવને બંધ કરવા માટે ઑનલાઇન અરજી કરી હતી.
આ અરજી હવે બંધ થઈ ગઈ છે, પણ તેને 1,02,995 લોકોનું સમર્થન મળ્યું હતું.

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
મેથ્યૂ એલ્જ કહે છે, "હું આ બધી વાતોને મન પર લેતો નથી. સારી બાબત એ છે કે આજે અમારો પણ પરિવાર છે, અમારા મિત્રો છે અને મોટી કમ્યુનિટી છે કે જે અમને સમર્થન આપે છે."
સિસેલ એલ્જ કહે છે, "નાની બાળકી ઉમાને ઘણા લોકોનું સમર્થન મળ્યું છે. તે ખૂબ જ સુંદર પરિવારમાં મોટી થવાની છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












