You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખુશ રહેવા માટે અપનાવો આ પાંચ ટીપ્સ
- લેેખક, ઈવા ઓન્ટીવેરોસ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જો તમે ખુશીનો અનુભવ કરી રહ્યાં નથી, તો ચિંતા ન કરો. કેમ કે તમે ખુશ વ્યક્તિ કેવી રીતે બનવું તે શીખી શકો છો.
જે રીતે ગીતકારો અને રમતવીરો સતત પ્રૅક્ટિસ કરીને તેમની કળા શીખે છે, અને આગળ વધે છે, તે જ રીતે તમારે પણ આગળ વધવાની જરુર છે.
અમેરિકાની યેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર લૉરી સેન્ટોઝ જણાવે છે, "કોઈ વ્યક્તિ આમ જ ખુશ થઈ જતી નથી. ખુશ રહેવા માટે પણ પ્રૅક્ટિસ કરવાની જરુર પડે છે."
317 વર્ષનો ઇતિહાસ ધરાવતી યેલ યુનિવર્સિટીનાં પ્રોફેસર લૉરીનાં ક્લાસ "સાયકૉલૉજી એન્ડ ધ ગુડ લાઇફ" ખૂબ પ્રખ્યાત છે. આ ક્લાસ સાથે 1200 વિદ્યાર્થીઓ જોડાતાં રૅકૉર્ડ તૂટ્યો છે.
પ્રોફેસર સેન્ટોઝે પાંચ ટીપ્સ આપી છે કે જેનાથી એક વ્યક્તિ ખુશ રહી શકે છે.
1. કૃતજ્ઞતાની યાદી બનાવો
સેન્ટોઝ તેમનાં વિદ્યાર્થીઓને કહે છે કે તેમણે એવાં લોકોની યાદી બનાવવી જોઈએ કે જેમના તેઓ આભારી છે.
તેને કૃતજ્ઞતાની યાદી કહેવામાં આવે છે.
સેન્ટોઝ કહે છે, "સાંભળવામાં તો આ સહેલું લાગે છે, પણ અમે જોયું છે કે જે વિદ્યાર્થીઓએ આ રીત અપનાવી છે તેઓ ખરેખર ખુશ થયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. વધારે અને સારી રીતે ઊંઘો
મોટો પડકાર છે કે એક અઠવાડિયા સુધી દરેક રાત્રિ દરમિયાન 8 કલાકની ઊંઘ લેવી.
સેન્ટોઝ કહે છે કે આ સીધી એવી રીત અપનાવવી ખરેખર ખૂબ અઘરી છે.
સેન્ટોઝ કહે છે, "સારી રીતે અને વધારે ઊંઘવાથી વ્યક્તિ તણાવથી બચી શકે છે અને સકારાત્મક વલણ ધરાવે છે."
3. મનમાં ચિંતન કરો
દરરોજ 10 મિનિટ મેડિટેશન કરો.
સેન્ટોઝ કહે છે કે જ્યારે તેઓ વિદ્યાર્થિની હતાં, ત્યારે નિયમિત મેડિટેશનથી તેમને ખૂબ સારો અનુભવ થતો હતો.
હવે તેઓ પ્રોફેસર છે, તેઓ પોતાનાં વિદ્યાર્થીઓને જણાવે છે કે મેડિટેશન અને તેના જેવી બીજી પ્રવૃત્તિઓ તમારા મનની એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે અને તેમને ખુશ રાખે છે.
4. પરિવાર અને મિત્રો સાથે વધારે સમય વિતાવો
સેન્ટોઝના આધારે નવા સંશોધન સામે આવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જો પરિવાર અથવા મિત્રો સાથે સારો એવો સમય વિતાવવામાં આવે તો તે વ્યક્તિને ખુશ રાખે છે.
લોકો સાથે સમય વિતાવવો, તેમની સાથે વાત કરવી અને સોશિયલ કનેક્શન જાળવી રાખવાથી તમારી ખુશીનો વિકાસ થાય છે.
5. સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો અને વાસ્તવિક સંબંધ વધારો
સેન્ટોઝનું માનવું છે કે સોશિયલ મીડિયા આપણને ખુશી આપી શકે છે પણ તે ખુશી નકલી ખુશી હોય છે. એટલે સોશિયલ મીડિયાનો જીવન પર એટલો પ્રભાવ ન હોવો જોઈએ.
"નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ વધારે વાપરે છે તેઓ સોશિયલ મીડિયા ન વાપરતા લોકોની સરખામણીએ ઓછા ખુશ હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો