You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેધરલૅન્ડ્સ : ટ્રામના મુસાફરો ઉપર ગોળીબાર કેસમાં તુર્કી હુમલાખોર પકડાયો
નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલા લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. આ મામલે તુર્કી વ્યકિત ગૉકમેન તાનિસની ધરપકડ કરવામાં આવી છે.
નેધરલૅન્ડ્સના યૂટ્રેખ્ટ શહેરના મેયરે જણાવ્યું છે કે સોમવારે ટ્રામમાં ગોળીબારની ઘટનામાં અત્યારસુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ છે.
પોલીસ 37 વર્ષની એક તુર્કીશ વ્યક્તિ ગોકમેન તાનિસની શોધ કરી રહી હતી અને લોકોને આ શખ્સથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
આતંકવાદ વિરોધી પોલીસનું કહેવું છે કે આ આતંકવાદી હુમલા જેવી ઘટના લાગી રહી છે.
નેધરલૅન્ડ્સમાં ઉચ્ચસ્તરીય ખતરો જાહેર કરવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
સ્થાનિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પરથી હટી જાય તેથી રાહકર્મીઓ આસાનીથી આવી જઈ શકે.
આ હુમલાને પગલે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.
કેવી રીતે થયો હુમલો?
પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારની આ ઘટના સ્થાનિક સમય અનુસાર ગઈકાલે સવારે 10:45 વાગ્યે બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલાને નજરે જોનારા એક શખ્સે ન્યૂઝ સાઇટ એનયૂ ડૉટ એનએલને જણાવ્યું કે એક વ્યક્તિએ અચાનક ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધી.
જ્યારે એક ઘાયલ મહિલાની મદદ કરનારા શખ્સે નેધરલૅન્ડ્સની સરકાર ન્યૂઝ ચેનલ એનઓએસ જણાવ્યું, "જ્યારે મેં એક લોહીથી લથપથ મહિલાને જોઈ તો મેં પોતાની કારમાં લાવીને તેની મદદ કરવાની કોશિશ કરી."
"જોકે, પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. "
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો