You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્ય કિરણ ઍરોબેટિક્સની ટીમના વિમાનો સામસામે ટકરાયાં, પાઇલટનું મૃત્યુ
સામાન્ય રીતે આકાશમાં રંગો વિખેરતા જોવા મળતા સૂર્ય કિરણ ઍરોબેટિક્સના બે વિમાનો એકબીજા સામે અથડાઈ જતાં એક પાઇલટનું મૃત્યુ થયું છે.
બૅગ્લુરુમાં આયોજિત થનારા એક ઍર શોના રિહર્સલમાં બે વિમાન સામસામે ટકરાઈને ક્રેશ થઈ ગયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્ટિટર પર જાણકારી આપી હતી.
બૅગ્લુરુના યેલાહાંકા ઍરપોર્ટ પર આ ઘટના બની હતી જેમાં સૂર્ય કિરણ સૂર્ય કિરણ ઍરોબેટિક્સના બે વિમાનો એકબીજા સાથે હવામાં અથડાયા હતા.
આ ઘટનામાં બેઉ પાઇલટનો બચાવ થયો છે. આગામી 20 તારીખથી ઍર શો શરુ થવાનો હતો.
ઍરફૉર્સનાં નિવેદન પ્રમાણે, દુર્ઘટનાનું કારણ જાણવા તથા જાનમાલનું નુકસાન ચકાસવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં એક નાગરિકને ઇજા થઈ છે.
બેંગ્લુરુથી બીબીસીના પ્રતિનિથિ ઈમરાન કુરૈશીના જણાવ્યા પ્રમાણે, દાયકાઓ અગાઉ યૅલહાન્કા તથા હિંદુસ્તાન ઍરૉનોટિક્સ લિમિટેડના ઍરબેઝની સ્થાપના કરવામાં આવી ત્યારે તે શહેરી વિસ્તારથી દૂર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ વસતિ વધારાને કારણે આ ઍરપૉર્ટ્સની આજુબાજુ શહેરી વિસ્તાર વસી ગયો છે.
જે કોઈ પણ બંદૂક ઉઠાવશે એ માર્યા જશે - ભારતીય સેના
પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા અને ઍન્કાઉન્ટર બાદ ભારતીય સેનાએ આજે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં બંદૂક ઉઠાવનારને ઠાર કરવામાં આવશે તેવી વાત કરાઈ હતી.
પત્રકાર પરિષદમાં ચિનાર કૉર્પ્સના લેફ્ટનન્ટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લને જાણકારી આપી કે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની કામરાનને સોમવારે ઠાર કરવામાં આવ્યો છે.
પત્રકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારી, શ્રીનગરના આઈજી, સીઆરપીએફના આઈજી અને વિક્ટર ફૉર્સના મેજરે હાજરી આપી હતી.
પત્રકાર પરિષદમાં ઢિલ્લને ખીણમાં પથ્થરબાજી કરનારાઓને પણ ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે સેના પાસે શરણાગતિની નીતિ છે, પરંતુ હવે જે પણ સેના સામે બંદૂક તાકશે તે માર્યા જશે.
તેમણે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે કોઈ નાગરિક ઘાયલ થાય.
સેનાએ જૈશ-એ-મોહમ્મદને આઈએસઆઈનું સંતાન ગણાવી તેની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું હતું.
સુરક્ષાદળો સાથેના સંઘર્ષમાં ગત વર્ષે 252 આતંકીઓ માર્યા ગયા હોવાની તથા પુલવામા હુમલાના 100 કલાકમાં કાશ્મીરમાંથી જૈશની લીડરશિપને ખતમ કરી દીધી હોવાની વાત કહી હતી.
તેમણે જમ્મુ-કાશ્મીરની મહિલાઓને પોતાનાં બાળકોને સમજાવવાની અને શરણાગતિ સ્વીકારી લેવાની અપીલ કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ગૂગલ સર્ચમાં પાકિસ્તાનનો ઝંડો બની ગયો બેસ્ટ ટૉઇલેટ પેપર
પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા બાદ ગૂગલ સર્ચ હાઇજૅક થયું છે અને બેસ્ટ ટૉઇલેટ પેપર ઑફ ધ વર્લ્ડ તરીકે તે પાકિસ્તાના ઝંડાની ઇમૅજ રજૂ કરે છે.
ગૂગલ સર્ચમાં દેખાતાં આ પરિણામોને પુલવામામાં થયેલા હુમલાના વિરોધ તરીકે જોવામાં આવે છે.
પાકિસ્તાનના ઝંડા અને ટૉઇલેટ પેપરનું આ જોડાણ ગત 14 ફેબ્રુઆરી પછી આ અંગે કૉમેન્ટ કરતા કેટલાક બ્લૉગ્સમાં શરું થયું હતું. અઠવાડિયામાં તે ટ્રૅન્ડિંગ ટૉપિક બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે ગૂગલ સર્ચના વળતાં પરિણામો પર સર્ચની સંખ્યા પણ અસર કરતી હોય છે.
હાલમાં બેસ્ટ ટૉઇલેટ પેપર સર્ચ કરતા આ અંગેની સ્ટોરીઝ જોવા મળે છે.
સાઉદી પ્રિન્સે 2000 પાકિસ્તાની કેદીઓની મુક્તિની કરી જાહેરાત
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એમના રાજયની જેલમાં રહેલા 2000 પાકિસ્તાની કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે.
સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગઈ કાલે પાકિસ્તાન સાથે 20 અરબ ડૉલરના કરાર કર્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલાને લઈને તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની આ મુલાકાતા મહત્ત્વની માનવામાં આવી રહી છે.
પાકિસ્તાને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની મુલાકાત પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બે દિવસ માટે ભારત પણ આવવાના છે.
અગાઉ પ્રિન્સે મોહમ્મદ બિન સલમાને કહ્યું, "ગત વર્ષે પાકિસ્તાને પાંચ ટકાના દરથી આર્થિક પ્રગતિ કરી હતી અને હાલમાં પણ પાકિસ્તાનનું ભવિષ્ય સોનેરી છે."
પુલવામા ઍન્કાઉન્ટરમાં મેજર સહિત પાંચ જવાનોનાં મૃત્યુ
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલા ઍન્કાઉન્ટરમાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણ ઉગ્રવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
આ સંઘર્ષમાં સેનાના મેજરે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ જમ્મુ-કાશ્મીરના પોલીસ ડીડીઆઈજી અમિત કુમાર, સેનાના એક બ્રિગેડિયર અને એક લેફ્ટનન્ટ કર્નલ સિવાય અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.
ઠાર કરાયેલા ઉગ્રવાદીઓની ઓળખ હજુ કરી શકાય નથી પરંતુ સેનાના સૂત્રો અનુસાર આ સંઘર્ષમાં પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ રાશિદ ગાજી સાથે હિલાલ અહમદ પણ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે પુલવામા જિલ્લાના પિંગલેના વિસ્તારમાં સેના, સીઆરપીએફ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
હું ઉપરથી કોઈ ચમત્કાર ન કરી શકું : પ્રિયંકા ગાંધી
લોકસભાની 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસનાં મહામંત્રી તરીકે ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળનારાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે એક મિટિંગમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે 'હું ઉપરથી કોઈ ચમત્કાર ન કરી શકું. '
સોમવારે બુંદેલખંડમાં પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની બેઠકમાં આ વાત કરી હતી.
એમણે કહ્યું કે 'બૂથ સ્તરે કૉંગ્રેસને મજબૂત કરવી પડશે, હું ઉપરથી કોઈ ચમત્કાર નહીં કરી શકું. પાર્ટીની જીત માટે તમારે લોકોએ સંગઠિત થઈને કામ કરવું પડશે અને મને પૂરો સહયોગ આપવો પડશે. '
પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું કે 'જે લોકો પાર્ટીની વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે એમને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે. '
14 ફેબ્રુઆરી ભારત માટે કાળો દિવસ છે- સાનિયા મિર્ઝા
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુલવામા હુમલાની નિંદા કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે. તેમણે હુમલાના દિવસ 14 ફેબ્રુઆરને કાળો દિવસ કહ્યો છે.
આ સાથે જ સાનિયા મિર્ઝાએ પોતાની પોસ્ટમાં ગુસ્સો વ્યક્ત કરતાં એ લોકો માટે પણ મૅસેજ લખ્યો છે જ સેલિબ્રિટિઝ પાસેથી જ દરેક મુદ્દે પ્રતિક્રિયાઓ માગે છે.
સાનિયા લખે છે : "આ પોસ્ટ એ લોકો માટે છે જેઓ વિચારે છે કે સેલિબ્રિટિઝ હોવાને કારણે આપણે આપણા દેશ માટે દેશભક્તિ કે ચિંતા સાબિત કરવા માટે હુમલાની 'નિંદા' કરવાનું ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ કરવાની જરૂરિયાત છે...શા માટે?"
"કારણ કે અમે સેલિબ્રિટિ છે અને તમારામાંથી અમુક લોકો કુંઠિત છે, જેમને ગુસ્સો ઠાલવવા માટે અન્ય કોઈ જગ્યા નથી મળતી સાથે જ નફરત ફેલાવવાની પણ એક તક જતી નથી કરતા."
"મારે સાર્વજનિક રીતે હુમલાની નિંદા કરવી કે અગાસી પરથી બૂમો પાડવાની જરૂરિયાત નથી કે અમે આતંકવાદની વિરુદ્ધ છે. બેશક અમે આતંકવાદ અને તેને ફેલાવનારાઓની વિરુદ્ધમાં છીએ."
સાનિયાની સમગ્ર પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો