પુલવામા હુમલો : પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું 'તપાસ વગર આરોપ લગાવી દીધો'

પાકિસ્તાનના વિદેશ મંત્રી

ઇમેજ સ્રોત, AFP/Getty images

પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા ઉગ્રવાદી હુમલામાં ભારત સરકારે પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ અંગે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે.

પાકિસ્તાનની જિયો સમાચાર ચૅનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે તેઓ આની નિંદા કરે છે અને તેમનો દેશ હિંસાના માર્ગે નથી.

તેમણે કહ્યું, "આ ઘટનાની હું નિંદા કરું છું. હું સમજું છું કે અમારો દેશ હિંસાના માર્ગે નહોતો અને આજે પણ નથી."

કુરૈશીનું કહેવું છે કે હિંસા એ એમની સરકારની નીતિ નથી.

line

'તમારાં રોડાં અમારા પર નાંખી દો'

પુલવામા હુમલા બાદ અંજલિ

ઇમેજ સ્રોત, EPA

તેમણે કહ્યું, "મને થોડો અફસોસ એ થયો કે ભારતે આ મામલે હજી સુધી કોઈ તપાસ કરી નથી અને કઈ શોધી કાઢ્યું નથી અને પાકિસ્તાન પર સીધો જ આરોપ લગાવી દીધો છે."

"પાકિસ્તાન પર આરોપ લગાવવો એ તો એક મિનિટની વાત છે. તમે આરોપ લગાવી દો અને તમારાં રોડાં અમારા પર નાંખી દો પણ આજે આખી દુનિયા આનાથી પ્રભાવિત નહીં થાય. "

"દુનિયાએ આ ઘટનાની નિંદા કરી છે અને કરવી પણ જોઈએ. જાનનું જે નુકસાન થયું છે એની કોઈ ભરપાઈ કરી નહીં શકે."

જિયો ચૅનલના ટ્વીટને પાકિસ્તાનના શાસક પક્ષા પીટીઆઈના ટ્વિટર હૅન્ડલ પરથી પણ ટ્વીટ કરાયું હતું.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ ભારત પ્રશાસિત કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લાહના નિવેદનને આધાર બનાવીને પોતાની વાત રજૂ કરી.

તેમણે કહ્યું, "ભારતમાંથી આ અંગે અવાજ ઊઠી રહ્યા છે. ફારુક અબ્દુલ્લાહ સાહેબે કહ્યું કે પાકિસ્તાન પર આરોપ લગાવવો એ સરળ કામ છે."

"તમે એ પણ જુઓ કે આપણી ત્યાં શું થઈ રહ્યું છે? ભારત પ્રશાસિત કાશ્મીરમાં શું થઈ રહ્યું છે?"

"ત્યાં જે માનવઅધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અત્યાચાર અને બળાત્કાર થઈ રહ્યા છે. દરરોજ ઠાઠડીઓ નીકળી રહી છે. શું એની પ્રતિક્રિયા સ્વાભાવિક નથી?"

જિઓ ન્યૂઝ સમાચાર ચૅનલના માધ્યમથી કુરૈશીએ કાશ્મીરનો મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપાડવાની વાત પણ સ્વીકારી હતી. સાથેસાથે તેમણે આ ઘટના પર શંકા વ્યક્ત કરી હતી.

તેમણે એવું પણ કહ્યું કે તેઓ મૉસ્કોમાં રશિયાના વિદેશ મંત્રીને મળ્યા હતા અને કહ્યું હતું કે એવી શંકા છે કે રાજકીય લાભ માટે ચૂંટણી પહેલાં 'કોઈ ખેલ' થઈ શકે છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'મોદી પાસે બે વિકલ્પ'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA

તેમણે કહ્યું, "ભારતના વડા પ્રધાન પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે કે તેઓ એક રાજનેતાની માફક આગામી ચૂંટણી પર નજર રાખીને આ અંગે પોતાનાં નિવેદન આપે અને પોતાની નીતિ સ્પષ્ટ કરે."

"બીજો વિકલ્પ એ છે કે તેઓ દેશની ગરીબી અને વિકાસ અંગે વિચારે. જે શાંતિ અને ક્ષેત્રીય સ્થિરતા બાદ જ થઈ શકે. હવે જોવાનું એ છે કે તેઓ પહેલો વિકલ્પ પસંદ કરે છે કે બીજો."

"પાકિસ્તાન કહે છે કે જો તમારી પાસે કોઈ પુરાવો હોય તો અમને આપો. અમે તપાસ કરીશું અને જોઈશું કે એમાં કેટલી સત્યતા છે. અમે સહયોગ આપીશું અને સંબંધો નહીં બગાડીએ, અમે શાંતી ઇચ્છીએ છીએ."

"તમે એવું કહી દો કે પાકિસ્તાનને તમે હરાવી દેશો એ પણ ઠીક નથી કારણકે અમે એક કોમ છીએ અને અલ્લાહના કરમથી અમે પોતાનો બચાવ પણ કરી શકીએ છીએ અને જવાબ પણ આપી શકીએ છીએ. પણ અમારો સંદેશ શાંતિનો છે અને અમે નહીં ઝઘડીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો