You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુનો કબૂલ કરાવવા માટે કથિત ચોરના ગળામાં નાખી દીધો સાપ-વીડિયો
ગુનેગારો પાસે ગુનો કબૂલ કરાવવા માટે દુનિયાભરની પોલીસ નવી નવી તરકીબો અજમાવતી હોય છે.
ઇન્ડોનેશિયામાં એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક શંકાસ્પદ ચોરને ડરાવવા માટે એક સાપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગભગ બે મીટરની લંબાઈ ધરાવતા એક ગાઢ વાદળી રંગના સાપને એક વ્યક્તિના ગળામાં લટકાવી દેવામાં આવ્યો છે.
આ વ્યક્તિના હાથ કમરની નીચે હાથકડી વડે બાંધવામાં આવ્યા છે અને સાપ સતત એમના શરીર પર ફરી રહ્યો છે.
આટલું જ નહીં એક માણસ આ શંકાસ્પદ ચોરની નજીક ઊભેલો દેખાય છે તે સાપને એ ચોરના મોઢા નજીક લઈ જતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ દરમ્યાન આ શંકાસ્પદ વ્યક્તિ સંપૂર્ણ પણે ગભરાયેલો છે અને સાપથી બચવા માટે તે જોરજોરથી ચીસો પાડી રહ્યો છે.
જ્યારે સાપથી બિવડાવનારી તે વ્યક્તિ(તે વ્યક્તિ પોલીસના ડ્રેસ નથી) હસી રહી છે.
અટકાયતમાં લેવાયેલી આ વ્યક્તિ પાપુઆ ક્ષેત્રની માનવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાપનો ડર
એક પોલીસ કર્મચારી કે જે ઓળખી શકાતો નથી તે આ શંકાસ્પદ પર ઘાંટા પાડી રહ્યો છે અને પૂછી રહ્યો છે, "તેં કેટલી વખત મોબાઇલ ફોનની ચોરી કરી છે?"
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ શંકાસ્પદનો જવાબ હતો, "માત્ર બે વખત."
સ્થાનિક પોલીસે કબૂલ્યું છે કે પોલીસના આ રીત એ બિનવ્યવહારુ છે.
પોલીસ પ્રમુખ ટોની આનંદ સ્વાદયાએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું છે, "અમે સંબંધિત વ્યક્તિ સામે કડક પગલાં લીધાં છે."
જોકે, તેમણે જણાવ્યું હતું કે પોલીસે આ વ્યક્તિ સાથે કોઈ મારઝૂડ કરી નહોતી.
પોલીસ પ્રમુખે પોતાના સાથીનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ સાપ પાળેલો હોવાથી ઝેરી નહોતો પણ એમણે એ જણાવ્યું નહોતું કે સાપ કઈ પ્રજાતિનો હતો.
પોલીસ પ્રમુખનું માનવું છે કે સ્થાનિક પોલીસે ગુનો કબૂલ કરાવવાની આ રીત જાતે જ શોધી કાઢી હતી કારણ કે તેમની ઇચ્છા હતી કે આ શંકાસ્પદ પોતાનો ગુના બને તેટલો જલદી કબૂલી લે.
આ વીડિયો માનવ અધિકાર કાર્યકર્તા વેરોનિકા કોમાને ટ્વીટ કર્યો છે.
એમણે આરોપ લગાડ્યો છે કે પાપુઆની આઝાદીની માટે લડી રહેલા એક કાર્યકર્તાને પણ ઇન્ડોનેશિયાની પોલીસે લૉકઅપમાં પૂરી દઈ સાપથી બીવડાવ્યા હતા.
આખા વીડિયોમાં જોઈ શકાય છે કે સાપને શંકાસ્પદના મોઢા અને પેટની અંદર નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.
પાપુઆમાં માનવ અધિકારના ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં ભાગલાવાદીઓ પાપુઆની આઝાદી માટે લડત લડી રહ્યા છે.
પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ આ વિસ્તાર ન્યૂ ગિની સાથે જોડાયેલો છે અને 1969માં ઇન્ડોનેશિયાનો એક ભાગ બન્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો