You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે ઍમેઝોને હજારો નવી વસ્તુઓને બાળી નાખી?
હાલમાં જ અમેરિકન મૂળની ઈ-કૉમર્સ કંપની ઍમેઝોન પર ન વેચાયેલી હજારો નવી પ્રોડક્ટ્સને ફ્રાંસ ખાતે કચરાના ઢગલામાં અને સળગતી ભઠ્ઠીમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે.
આ પ્રોડક્ટ્સમાં વિવિધ પ્રકારનાં રમકડાં, પુસ્તકો અને નવાં ડાયપરોથી માંડીને કૉફી મશિનનો પણ સમાવશે થાય છે.
ઍમેઝોન પર ન વેચાયેલી આ તમામ વસ્તુઓ ફેંકી દેવાના ફૂટેજ ગુઇલેમ કેહોર નામના પત્રકાર દ્વારા છૂપી રીતે ઍમેઝોનની એક વખારના કર્મચારી બનીને કૅમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ આ તમામ માહિતીને ટેલિવિઝન ચેનલ 'M6'ના એક કાર્યક્રમ 'કેપિટલ'માં જાહેર કરવામાં આવી હતી.
જોકે, આવું કરવું કોઈ ગેરકાયદે નથી પરંતુ ચારેતરફથી ઍમેઝોનની ટીકા થઈ રહી છે.
ઍમેઝોનના આ પગલા અંગે કોહેરે કહ્યું, "આ પગલું આર્થિક, પર્યાવરણીય અને સામાજિક રીતે અસાધારણ છે."
એટલું જ નહીં કોહેને એવું પણ જણાવ્યું કે જે પણ વસ્તુ વેચાતી નથી તેને ઍમેઝોન વેચનાર કંપનીને પરત લેવાનો અથવા તો નષ્ટ કરી દેવાનો વિકલ્પ આપે છે.
કોહેને એવો પણ દાવો કર્યો છે કે યુરોપ સહિત અમેરિકાના ઘણા દેશોમાં આવું થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ મહિના 3 લાખ નવી પ્રોડક્ટ્સને નષ્ટ કરી દેવામાં આવી છે.
આ આંકડા બાદ જનરલ કૉન્ફિડેરેશન ઑફ ટ્રેડ યુનિયને તર્ક રાખ્યો કે વાર્ષિક રીતે જોઈએ તો આ આંકડો 30 લાખથી પણ વધુને પાર પહોંચી જાય છે.
શું કહે છે ઍમેઝોન?
ઍમેઝોને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમના દ્વારા સપ્લાયરોને વસ્તુઓને પરત મોકલવામાં આવે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ઍમેઝોન કહે છે, "જે વસ્તુઓ વેચાતી નથી તેને અમે 'સોલિડેરીટી ગિવિંગ અને ફૂડ બૅન્ક' જેવી સંસ્થાઓને આપી દઈએ છીએ જેથી જરૂરિયાતમંદોને તેનો લાભ મળી શકે."
ઍમેઝોને એવી પણ દલીલ કરી હતી કે પ્રોડક્ટની જવાબદારી વેચનાર કંપનીની હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉત્પાદનોને સળગાવી દેવાયાં
તપાસમાં સામે આવેલાં તારણો મુજબ સપ્લાયર્સને ઍમેઝોનની વખારમાં પોતાનો સામાન રાખવા માટેનો ખર્ચ વધી જાય છે.
એટલું જ નહીં આ પ્રોડક્ટ્સને તેના ઉત્પાદન સ્થળે અથવા તેના દેશમાં ફરીથી મગાવી લેવું પણ મુશ્કેલ છે.
'M6' કાર્યક્રમમાં ચીનના એક વેપારીએ કબૂલ્યું કે દુનિયાના ઘણા દેશોમાં આવું થઈ રહ્યું છે.
આ બધા પરથી એવું બહાર આવ્યું કે ઍમેઝોન માટે ન વેચાયેલી વસ્તુને પરત મોકલવા કરતાં નષ્ટ કરી દેવું વધુ ફાયદાકારક લાગે છે.
તપાસમાં સામે આવેલા ફૂટેજમાં દેખાય છે કે કર્મચારીઓ કેવી રીતે તદ્દન નવો સામાન કચરામાં ફેંકી રહ્યા છે.
એટલું જ નહીં આ નવા સામાનને મોટી ભઠ્ઠીઓમાં સળગાવી દેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
સરકાર શું કહે છે?
ટેલિવિઝન પર શો જાહેર થયા બાદ ફ્રાંસના ઇકૉલૉજિકલ અને ઇન્ક્લુસિવ વિભાગનાં રાજ્ય સચિવ બ્રુને પોઇર્સને કહ્યું હતું કે તેઓ આ પગલાની ટીકા કરે છે અને સરાકરે આ અંગે કાયદો બનાવવો જોઈએ.
પોઇર્સન કહે છે, "જે વસ્તુઓનો ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓને ફેંકી દેવા માટે ઍમેઝોન સમર્થ નથી."
આ સિવાય જર્મનીમાં પણ મોબાઇલ ફોનથી માંડીને રેફ્રિજરેટર જેવાં ઉત્પાદનનોને ફેંકી દેવામાં આવ્યાં હોવાના અહેવાલ મળ્યા હતા. જે બાદ ઍમેઝોનની સખત ટીકા થઈ હતી.
ફ્રાંસ ખાતે નવેમ્બર માસમાં પર્યાવરણ માટે કાર્યરત સંગઠનો દ્વારા ઍમેઝોન પર ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ફેંકી દેવા અને રિસાયકલિંગ યોજનાનું અમલીકરણ ના કરવા મુદ્દે આરોપ લાગ્યા હતા.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રોએ યુરોપિયન યુનિય સમક્ષ ઍમેઝોન જેવી મોટી કંપનીઓ પર તેમની આવક પર ટૅક્સ નાખવા મુદ્દે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો