You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
25 વર્ષે આ રીતે થયા વિશ્વની 'કુબેર' ગણાતી વ્યક્તિના છૂટાછેડા
અમૅઝન કંપનીના સીઈઓ જેફ બેજોસ અને તેમની પત્ની મૅકેન્ઝી બેજોસ એકબીજાને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. તેઓ 25 વર્ષના દાંપત્ય જીવન બાદ અલગ થઈ રહ્યા છે.
આ મામલે બન્નેએ ટ્વિટર પર એક સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું છે.
નિવેદનમાં લખ્યું છે,"લાંબા સમય સુધી એકબીજા સાથે પ્રેમથી રહ્યા બાદ અને પછી કેટલોક સમય વિરહની અનુભૂતિ કર્યા પછી હવે અમે એકબીજાને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. અમે બન્ને એક સારા મિત્ર બનીને રહીશું."
તાજેતરમાં જ અમૅઝન કંપનીએ એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. અમૅઝન માઇક્રોસોફ્ટને પછડાટ આપી સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની ગઈ હતી.
54 વર્ષના જેફે 25 વર્ષ પહેલાં અમૅઝન કંપનીની શરૂઆત કરી હતી. બ્લૂમબર્ગની સૌથી ધનવાન લોકોની યાદીમાં તેમનો પહેલો ક્રમ છે. તેમની પાસે કુલ 137 બિલિયન ડૉલર્સની સંપત્તિ હોવાનું તેમાં જણાવાયું હતું.
બિલ ગેટ્સ કરતા તે 45 બિલિયન ડૉલર્સ વધુ છે.
બન્નેએ સંયુક્ત નિવેદન આપ્યું
બીજી તરફ 48 વર્ષીય મૅકેન્ઝી એક સાહિત્યકાર છે. તેમણે બે પુસ્તકો લખ્યા છે. જેમાં વર્ષ 2005માં ટધ ટેસ્ટિંગ ઑફ લૂથર' અને વર્ષ 2013માં રિલીઝ થયેલ 'ટ્રૅપ્સ'નો સમાવેશ થાય છે.
સંયુક્ત નિવેદમાં તેમણે વધુમાં લખ્યું છે,"અમે બન્ને એકબીજાને ભાગ્યશાળી માનીએ છીએ કે અમને એકબીજનો સાથ મળ્યો. લગ્ન બાદ અમે આટલા વર્ષો સાથે વિતાવ્યા તેના માટે અમે એકબીજાના હૃદયપૂર્વક આભારી છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે લોકોએ સાથે ખૂબ જ સરસ જીવન વિતાવ્યું. એક દંપતી તરીકે અમે ભવિષ્યના સપનાં સેવ્યા, અમે સારા માતા-પિતા, મિત્ર અને સાથી તરીકે પોતાની ભૂમિકા નિભાવી. ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું અને તેમાં મજા પણ આવી."
"હવે ભલે અમારા સંબંધોનું નામ બદલાઈ જાય પરંતુ અમે તેમ છતાં એક પરિવાર તરીકે રહીશું. અમે એકબીજના સારા મિત્ર બનીને રહીશું."
તમે આ વાંચ્યું કે નહીં?
ગત વર્ષે આ દંપતીએ એક ચૅરિટી કાર્યક્રમની શરૂઆત પણ કરી હતી. તેને 'ધ ડે વન' નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ઘરબાર વિહોણાં પરિવારોની મદદ કરવાનું છે અને ગરીબ બાળકો માટે સ્કૂલોનું નિર્માણ કરવાનું છે.
જેફ અને મૅકેન્ઝીનાં ચાર બાળકો છે. ત્રણ છોકરા અને એક દત્તક લીધેલી બાળકી. વર્ષ 2013માં મૅકેન્ઝીએ 'વૉગ' પત્રિકાને જણાવ્યું હતું કે જેફ સાથે તેમની મુલાકાત નોકરી દરમિયાનના એક ઇન્ટરવ્યૂ દરમિયાન થઈ હતી. જેફ ત્યારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા.
એકબીજા સાથે ત્રણ મહિનાનો સમય વિતાવ્યો બાદ તેમણે વર્ષ 1993માં લગ્ન કરી લીધા હતા.
તેના એક વર્ષ બાદ જેફે અમૅઝન કંપનીની શરૂઆત કરી હતી. તે સમયે અમૅઝન પર માત્ર પુસ્તકોનું જ ઑનલાઈન વેચાણ થતું હતું.
ધીમે ધીમે આ કંપનીનો વિસ્તાર થતો ગયો અને તે વિશ્વની સૌથી મોટી ઇ-કૉમર્સ કંપની બની ગઈ.
આ સપ્તાહે સોમવારે જ્યારે અમેરિકાનું સ્ટૉક માર્કેટ બંધ થયું હતું ત્યારે અમૅઝનની કુલ નેટ વર્થ 797 બિલિયન ડૉલર્સ હતી. જ્યારે એ જ સમયે માઇક્રોસોફ્ટની નેટ વર્થ 789 બિલિયન ડૉલર્સ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો