અમેરિકા માટે મેક્સિકો સરહદ પર દીવાલ કેમ મહત્ત્વની છે?

અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સાથેની સરહદ પર દીવાલ બનાવવાની પોતાની માગ માટે લડી લેવાના મૂડમાં છે.

અમેરિકામાં 'વધી રહેલી માનવીય અને સુરક્ષા સંબંધી વિપદા'ને અટકાવવા માટે ટ્રમ્પને 5.7 અબજ ડૉલરની જરૂર છે. તેઓ કોઈ પણ સ્થિતિમાં તેને ઘટાડવા નથી માગતા.

જેને પગલે અમેરિકાની સરકારમાં આંશિક 'શટડાઉન'ની સ્થિતિ પણ સર્જાઈ છે.

ટ્રમ્પના નવા ચીફ ઑફ સ્ટાફ મિકલ મુલ્વેલીએ આ પહેલાં કહ્યું હતું રાષ્ટ્રપતિ અમેરિકામાં 'શટડાઉન'ની સ્થિતિ લાંબો સમય ચલાવી શકે છે.

ડેમૉક્રેટ્સ પાર્ટી આ દીવાલને 'અનૈતિક' ગણાવી વિરોધ કરી રહી છે.

line

ટ્રમ્પ કેમ દીવાલ બનાવવા માગે છે?

અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ

ઇમેજ સ્રોત, Getty Images

મેક્સિકો અને અમેરિકા વચ્ચેની જે સરહદ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દીવાલ ઊભી કરવા માગે છે, એ જગ્યા અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે કુખ્યાત છે.

ટ્રમ્પ અમેરિકામાં આચરવામાં આવતી ગુનાખોરી પાછળ દસ્તાવેજ વગરના પ્રવાસીઓને જવાબદાર ગણે છે.

ટ્રમ્પનું માનવું છે કે અમેરિકન નાગરિકોની 'ઠંડા કલેજે કરાયેલી હત્યાઓ' પાછળ ગેરકાયદે ઘૂસણખોરી કરનારા પ્રવાસીઓ મોટા પ્રમાણમાં સામેલ હોય છે.

પોતાના ચૂંટણી પ્રચારના વખતથી જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સાથેની સરહદ પર પોલાદની વાડ ઊભી કરવાનું વચન આપતા રહ્યા છે.

ટ્રમ્પનો એવો દાવો પણ કર્યો છે કે અમેરિકામાં 90 ટકા હૅરોઇન મેક્સિકોમાંથી આવે છે.

આ પહેલાં વર્ષ 2006માં ચક શુમર, બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન, જૉ બિડન જેવા સાંસદો, નેતાઓ પણ સરહદ પર ફૅન્સિંગની તરફેણમાં મત આપી ચૂક્યા છે.

line

યૂએસ- મેક્સિકો બૉર્ડર

અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા અને મેક્સિકો વચ્ચે મેક્સિકોના અખાતથી લઈને પ્રશાંત મહાસાગર સુધીની 3100 કિલોમિટરથી લાંબી સરહદ આવેલી છે.

કૅલિફૉર્નિયા, ઍરિઝૉના, ન્યૂ મેકિસકો તેમજ ટૅક્સાસ રાજ્યો આ સરહદે જ આવેલા છે.

રિયો ગ્રાન્દે નામની નદી સરહદ પર 2000 કિલોમીટર કરતા લાંબા વિસ્તારમાં વહે છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન

સહરદ પર વાયર, સાંકળ, 'પૉસ્ટ ઍન્ડ રેલ'ની 1100 કિલોમીટર કરતાં લાંબી વાડ પહેલાંથી જ ઊભી કરાયેલી છે.

આ ઉપરાંત યુએસ બૉર્ડર પૅટ્રૉલ દ્વારા સરહદ પર હજારો કૅમેરા અને અન્ડરગ્રાઉન્ડ સૅન્સર્સ લગાવાયા છે.

વિમાન, ડ્રૉન તેમજ હોડીઓ મારફતે પણ સરહદ પર નજર રાખવામાં આવે છે.

line

સરહદ પર સુરક્ષાની તરફેણમાં અમેરિકનો

અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ

ઇમેજ સ્રોત, Getty Images

મેક્સિકોની આ સરહદ પરથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતા લોકોને અટકાવવા માટે એક તૃતિયાંશ સરહદ પર પહેલાંથી જ વાડ ઊભી કરાયેલી છે.

જોકે, સરહદના આ વિવાદમાં અમેરિકનો બે ભાગમાં વહેચાયેલા છે. મોટાભાગના લોકો સરહદ પર સુરક્ષા વધારવાની તરફેણ કરે છે.

'હૉમલૅન્ડ સિક્યોરિટી' માટે મેક્સિકોની સરહદને અમેરિકા મહત્ત્વનો ભાગ ગણે છે.

ટ્રમ્પ સરકારનું માનવું છે કે સરહદે દીવાલ બનાવી દેવાથી અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદે પ્રવાસીઓને અટકાવી શકાશે.

અહીં એ વાત પણ મહત્ત્વની બની રહે છે કે યૂએસ-મેક્સિકો સરહદ પરથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા મોટાભાગના લોકો કાં તો મેક્સિકો કાં તો મધ્ય કે દક્ષિણ અમેરિકાની દારુણ ગરીબીમાંથી છૂટકારો મેળવવા ઇચ્છે છે.

line

અમેરિકા માટે દીવાલનો શો ફાયદો?

અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ

ઇમેજ સ્રોત, Getty Images

આ દીવાલની સૌથી મોટી અસર એ થશે કે દરરોજ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા હજારો મેક્સિકોવાસીઓ પર અંકુશ લગાવી શકાશે.

અલબત્ત, મેક્સિકો સરહદ પર વાડ લગાવવાનો આ કોઈ નવો પ્રયાસ નથી.

બન્ને દેશો વચ્ચેની 3100 કિલોમીટર કરતાં લાંબી સરહદ પર લગભગ 1100 કિલોમીટરની વાડ લગાવાઈ દેવાઈ છે.

વાડ ઊભી કરાતા અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનારા લોકો અન્ય વિકલ્પો શોધશે. જેને પગલે તેમના જીવનું જોખમ વધી જશે.

1995 બાદ અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસ દરમિયાન લગભગ 7000 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

જોકે, મેક્સિકોમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનારા લોકોની સંખ્યા હવે કાં તો સ્થિર થઈ ગઈ છે, કાં તો ઘટી રહી છે.

વૉશિંગ્ટન સ્થિત 'પૅવ સ્ટડી સેન્ટર'ના આંકડા અનુસાર 2009 બાદ દસ્તાવેજ વગર અમેરિકામાં પ્રવેશનારા મેક્સિકનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2000માં અહીંથી 16 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યા હતા.

આ ગેરકાયદે ઘૂસણખોરીને અટકાવવા માટે ટ્રમ્પને સરહદ પર દીવાલ ઊભી કરવી જરૂરી લાગે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો