You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૅન્સી પેલોસી બન્યાં યૂએસનાં સૌથી શક્તિશાળી મહિલા
આ ચૂંટણી જીતતાં તેઓ અમેરિકાના સૌથી શક્તિશાળી મહિલા બની ગયાં છે. નૅન્સી હવે રાષ્ટ્ર પ્રમુખ અને ઉપરાષ્ટ્ર પ્રમુખ પછીનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.
અમેરિકામાં તાજેતરમાં જ થયેલી વચગાળાની ચૂંટણી બાદ નીચલા ગૃહ એટલે કે હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં ડેમૉક્રેટિક પાર્ટીને બહુમતી મળી છે.
એક તરફ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ મૅક્સિકો સીમા પર દીવાલ બનાવવાના મુદ્દે લગભગ શટડાઉનની સ્થિતિ છે, ત્યારે નૅન્સી સ્પીકર તરીકે ચૂંટાયાં છે.
78 વર્ષનાં નૅન્સી ટ્રમ્પના દીવાલ બનાવવાના નિર્ણયની વિરુદ્ધમાં છે.
ચૂંટણી જીતવાં પર તેમણે કહ્યું કે, "મને ગર્વ છે કે હું સંસદના આ સદનની સ્પીકર બની."
"આ વર્ષ અમેરિકામાં મહિલાઓનાં મતાધિકારનું 100મું વર્ષ છે. સદનમાં 100થી વધુ મહિલા સાંસદ છે, જેમનામાં દેશની સેવા કરવાની ક્ષમતા છે."
"આ અમેરિકન લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યા છે."
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅન્સી પેલોસી હવે સ્પીકર હોવાની સાથે અમેરિકન સંસદમાં વિપક્ષનું નેતૃત્વ કરશે.
અમેરિકાના રાજકારણમાં તેમની અસાધારણ સફર રહી છે.
વર્ષ 2007માં તેઓ થોડા સમય માટે સાંસદ રહી ચૂક્યાં છે.
તેમજ 2018ની વચગાળાની ચૂંટણી માટે ડેમૉક્રેટિક પાર્ટીનાં રણનીતિકાર પણ રહ્યાં છે.
પેલોસી હંમેશાં રીપબ્લિક પાર્ટીના નિશાના પર રહ્યાં છે. તેમના પર સારાં સ્પીકર ન હોવાનો આક્ષેપ થતો રહ્યો.
નૅન્સી પેલોસીનું બાળપણ પૂર્વ અમેરિકાના મૅરીલૅન્ડ રાજ્યના બાલ્ટિમોર શહેરમાં વીત્યું. તેમના પિતા આ શહેરના મેયર હતા.
સાત ભાઈ-બહેનોમાં સૌથી નાનાં પેલોસી તેમનાં માતાપિતાનાં એકમાત્ર દીકરી છે.
વર્ષ 1976માં તેમના પરિવારના રાજનૈતિક સંબંધોનો લાભ લઈને પેલોસી રાજકારણમાં પ્રવેશ્યાં. તેમણે ડેમૉક્રેટ નેતા અને કૅલિફોર્નિયાના ગવર્નર ઝૅરી બ્રાઉનની ચૂંટણીમાં મદદ કરી.
વર્ષ 1988માં તેમણે પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યાં. આ દરમિયાન તેમને એડ્સ બીમારી પર સંશોધન માટે ફંડ ઉપલબ્ધ કરાવવાને પ્રાથમિકતા આપી.
વર્ષ 2001માં નૅન્સી પેલોસીને નીચલા સદનમાં સંસદીય સમૂહના નેતા તરીકે નિયુક્ત કરાયાં.
સ્પીકર બનવાનું મહત્વ
અમેરિકાના બંધારણમાં આ પદની વ્યાખ્યા ચૅમ્બરના નેતા તરીકે કરવામાં આવી છે. જરૂર પડે તો ઉપરાષ્ટ્ર પતિ બાદ સ્પીકર રાષ્ટ્ર પતિની જગ્યા લઈ શકે છે.
હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં બહુમત ધરાવતી પાર્ટીનું વિધાનસભાના એજન્ડા પર નિયંત્રણ હોય છે. આ જ પાર્ટી ચર્ચાના નિયમો નક્કી કરે છે.
આ પહેલાં પેલોસી 2008માં સ્પીકર હતાં ત્યારે આર્થિક કટોકટી વખતે તેમણે 840 હજાર મિલિયન ડૉલરનું રાહત પૅકેજ મંજૂર કર્યું હતું. તે દરમિયાન લિંગ અને વેતન મામલે અસમાનતા દૂર કરવાના સુધારાને પણ મંજૂરી મળી હતી.
તેમણે બરાક ઓબામા સરકારની સ્વાસ્થ્ય યોજના 'અફૉર્ડેબલ કૅર'ને મંજૂરી અપાવવા માટે પણ લડત કરી હતી. જે ઓબામા સરકારની સૌથી લોકપ્રિય યોજના સાબિત થઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો