You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં પેન્સિલ્વેનિઆમાં પાદરીઓ દ્વારા બાળકોના જાતીય શોષણ અંગે પોપ ફ્રાન્સિસે આવું નિવેદન આપ્યુ
પોપ ફ્રાન્સિસે કહ્યું છે કે યુએસમાં ચાલી રહેલાં બાળકોના જાતીય શોષણના કૌભાંડને કારણે કેથલિક ચર્ચની વિશ્વસનીયતાને ઠેસ પહોંચી છે.
શિકાગો ખાતે યાજાયેલી એક રિટ્રીટમાં ભાગ લઈ રહેલાં બિશપને લખેલાં પત્રમાં તેમણે કહ્યું કે ગુનાને છુપાવવાના પ્રયત્નોએ આ નુકસાન વધાર્યું છે.
તેમણે આંતરિક વિખવાદો દૂર કરીને એક થઈને આ પરિસ્થિતિનો સામનો કરવા બિશપને આગ્રહ કર્યો છે.
બાળકોના જાતીય શોષણ મામલે પોપના નિવેદનો વધુ કડક થતાં રહ્યા છે.
વેટિકન દ્વારા જાહેર થયેલાં એક લાંબા પત્રમાં પોપ કહે છે કે આ ઘટનાથી લાગણી દુભાઈ છે, અને યુએસના બિશપ વચ્ચે વિભાજન અને વિક્ષેપ ઊભા થયા છે.
આ પત્રમાં તેઓ લખે છે, "જાતીય શોષણની આ ઘટનાથી ચર્ચની ઝુંબેશને હાનિ પહોંચી છે અને ઇશ્વરમાં શ્રદ્ધા રાખતાં લોકોના અંતઃકરણને ઠેસ પહોંચી છે."
તમે આ વાંચ્યું કે નહીં?
તેઓ આગળ બિશપનો ઉલ્લેખ કરતાં લખે છે, "આ સમગ્ર મુદ્દે કોઈ નિરાકરણ લાવવાના બદલે એક બીજા પર આંગળી ઊઠાવવામાં વધુ ધ્યાન કેન્દ્રિત થયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પત્રમાં પોપ લખે છે, "શોષણનો સામનો કરવો, વિશ્વસનીયતા ગુમાવવી, અસ્વસ્થતા અને મૂંઝવણ અનુભવવી.
આ દરેક આ બાબતથી આપણા મિશનની ગુણવત્તા ઘટતી જણાય છે, જેને તાત્કાલિક અટકાવીને કોઈ નિરાકરણ પર આવવાની જરૂરિયાત જણાય છે."
તેમણે ઉમેર્યું હતુ કે લોકોનો વિશ્વાસ પરત મેળવીને જ સંસ્થાની વિશ્વસનીયતા ઊભી થઈ શકશે.
આ સમગ્ર ઘટના પર ચર્ચા કરવા અને કોઈ ચોક્કસ નિવારણ પર આવવા માટે આવતા મહિને વેટિકનમાં એક અગત્યની બેઠક મળવા જઈ રહી છે, જેમાં દુનિયાભરના લોકો સાથે બિશપ પણ હાજર રહેશે.
ગયા વર્ષે પેન્સિલ્વેનિઆમાં ગ્રાન્ડ જ્યુરી દ્વારા એક અહેવાલ તૈયાર કરાવમાં અવ્યા હતો.
જેમાં માત્ર એ એક જ વિસ્તારમાં છેલ્લા સિત્તેર વર્ષમાં સેંકડો પાદરીઓ દ્વારા 1000થી પણ વધુ યુવાનોનું શોષણ કરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યુ હતું.
ઑક્ટોબર મહિનામાં વૉશિંગ્ટન ડીસીના આર્કબીશપને આ ઘટનાના પગલે પોતાનું પદ છોડવાની ફરજ પડી હતી.
2013માં જ્યારે તેઓ ચૂંટાયા ત્યારે પોપે તેમને નિર્ણાયક પગલાં લેવાનું સૂચન કર્યું હતું પણ તેમણે આ ઘટનાને દબાવી દેનાર બિશપ સામે કોઈ નક્કર પગલાં લીધા નહોતા.
ડિસેમ્બર મહિનામાં તેમણે જે પાદરીઓએ કાયદા સામે શરણાગતિ ન સ્વીકારી હોય તેમને કુદરતી ન્યાય સામે શરણાગતિ સ્વીકારવા વિનંતિ કરી હતી.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો