You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિસ યુનિવર્સ-2018નો તાજ મિસ ફિલિપિન્સ કેટરિયોના ગ્રેનાં સિરે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
થાઇલૅન્ડના બૅંગકૉક ખાતે આયોજિત કાર્યક્રમમાં મિસ ફિલિપિન્સ કેટરિયોના ગ્રે મિસ યુનિવર્સ 2018 જાહેર થયાં છે, ગત વખતના સુંદરી દક્ષિણ આફ્રિકાના ડેમી-લિઘ નિલ-પીટર્સે વિજેતાને તાજ પહેરાવ્યો હતો.
કેટરિયોનાને શરૂઆતથી જ આ સ્પર્ધા માટે ફેવરિટ માનવામાં આવતાં હતાં.
અંતિમ પાંચમાં પ્યેટો રિક્કો, વિયેટનામ, દક્ષિણ આફ્રિકા, ફિલિપિન્સ તથા વેનેઝુએલાની સુંદરીઓને સ્થાન મળ્યું હતું.
ત્યારબાદ સવાલ જવાબના રાઉન્ડના આધારે વિજેતા, ફર્સ્ટ રનર-અપ અને સેકંડ રનર-અપ જાહેર કરવામાં આવ્યાં હતાં.
સ્પર્ધામાં કુલ 93 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાંથી સુષ્મિતા સેન તથા લારા દત્તા આ ખિતાબ જીત્યાં છે.
ફાઇનલ સવાલ
અંતિમ રાઉન્ડના સવાલમાં કેટરિયોનાને પૂછવામાં આવ્યું હતું, "જિંદગીમાં તમે કયો મોટો પાઠ ભણ્યાં છો અને તેને મિસ યુનિવર્સ બન્યાં બાદ કેવી રીતે લાગુ કરશો?"
કેટરિયોનાએ કહ્યું, "હું મનિલા (ફિલિપિન્સની રાજધાની)ની ઝૂંપડપટ્ટીમાં કામ કરું છું. હું હંમેશા મારી જાતને કહું છું કે જો સુંદરતા જોવી હોય તો ત્યાંનાં ગરીબ બાળકોમાં સુંદરતા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આપણી પાસે જે કાંઈ છે તેના માટે કૃતજ્ઞતા અનુભવવી જોઈએ. હું એ વિચારતી રહું છું કે હું તેમને શું આપી શકું?"
"જો આ વાત હું વિશ્વને શીખવી શકું તો વિશ્વમાં નકારાત્મકતા નહીં રહે અને બાળકોના ચહેરા પર સ્મિત હશે."
મિસ યુનિવર્સ-2018ની રસપ્રદ વાતો
સ્પેનના ઍન્જેલા પૉન્સે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યાં છે.
આ વખતે મિસ યુનિવર્સ સ્પર્ધાના તમામ નિર્ણાયક મહિલા જજ હતાં.
અમેરિકાની સુંદરી સારા રોઝ સમર્સે મિસ વિયેતનામ તથા મિસ કમ્બોડિયાની અંગ્રેજીની મજાક ઉડાવી હતી, આ અંગે ભારે વિરોધ બાદ તેમણે માફી માગવી પડી હતી.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો