બ્રેક્સિટ : આઇરીશ સીમાને મુદ્દે વડાં પ્રધાન થેરેસા મે ફરી ભીંસમાં

ઇમેજ સ્રોત, Getty Images
બ્રેક્સિટ ડીલને બચાવવા થેરેસા મે યુરોપના નેતાઓ અને અધિકારીઓને મળશે. આ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવનું વાતાવરણ જામ્યુ છે અને લેબર પાર્ટી દ્વારા પ્રધાનમંત્રીના રાજીનામાની માગ કરી છે. આ મુદ્દે મતદાનને પાછુ ઠેલવામાં આવ્યા બાદ આ મહત્ત્વની બેઠક છે.
અગાઉ બ્રેક્સિટ બાબતે એમપીએ પોતાનો મત અનામત રાખ્યો હતો અને હવે તેઓ પહેલાં ડચ વડા પ્રધાન માર્ક રુટ અને જર્મનીના એન્જેલા માર્કલને મળીને વાત કરશે.
યુકેના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે થેરેસા ઉત્તરીય સીમા યોજના સંદર્ભે વધુ ખાતરી કરવા ઇચ્છે છે, જેથી જનતાનો સહકાર મેળવી શકાય.
જ્યારે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે ભારપૂર્વક જણાવ્યુ છે કે, યુરોપ કોઈ જ બાંધછોડ નહીં કરે, નેતાઓ ચર્ચા કરશે કે કઈ રીતે યુકેની અસહમતીને ધ્યાનમાં લઈ શકાય.
રોજગાર અને પેન્શન સચિવ અંબર રુદએ જણાવ્યું કે, હવેની બ્રસેલ્સ સાથેની વાતચીતમાં આઇરીશ સીમા પર ખાસ ભાર મુકવામાં આવશે, કારણ કે શ્રીમતી મે એ મુદ્દે વ્યાપક અને ઊંડી ચિંતા ધરાવે છે.
બ્રેક્સિટ મુદ્દે પોતાનો મત રજૂ કરવાના સતત આગ્રહ બાદ વડાં પ્રધાને અચાનક વલણ બદલતા મંગળવારે મજૂર પક્ષના નેતા જેરેમી કોર્બિને ત્રણ કલાકની ઇમરજન્સી ચર્ચા બોલાવી છે.
અગાઉ થેરસા મેની ઘટનાઓ પર નિયંત્રણ ગુમાવવા બદલ ટીકા કરનાર જેરેમી કોર્બીને જણાવ્યું કે, આમ સરકાર એકલી જ વ્યવસ્થામાં પરિવર્તનો કરે એ યોગ્ય નથી.
જો કે, બ્રેક્સિટ માટે મત કરવા માટે હજૂ કોઈ તારીખ નક્કી થઈ નથી. પરંતુ થેરેસા મેએ 21 જાન્યુઆરી છેલ્લી તારીખ હોવાનો સંકેત આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ ટાઇમ્સના અહેવાલ મુજબ ક્રિસ્પન બ્લ્ન્ટ સોમવારે અવિશ્વસનિયતાનો પ્રસ્તાવ મુકનારા 26મા સંસદ સભ્ય બન્યા હતા. તેમણે આ અહેવાલમાં જણાવ્યું હતું કે, જે લોકોને એવું લાગે છે કે, આ થઈ જ જવું જોઇએ તેમને હું પ્રોત્સાહન આપવા માગુ છુ.
આ માટે 48 સંસદ સભ્યોએ અવિશ્વાસનાં પત્રો રજૂ કરવા પડશે.

થેરેસા મે હવે શું કરશે?
વડાં પ્રધાનએ સોમવારે સંસદસભ્યોને કહ્યું હતું કે કેટલાક યુરોપિયન નેતાઓએ આ મુદ્દે ખાતરી અપાવવા માટે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.
જ્યારે આઇરીશ પ્રધાનમંત્રી લિઓ વેરેડકરે જણાવ્યુ કે, બ્રેક્ઝિટ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટના દરેક પાસા તપાસ્યા વિના આઇરીશ સરહદનાં પ્રસ્તાવ પર કોઈ ચર્ચા કરવી કે કોઈ સમાધાન કરવું શક્ય નથી.
જ્યારે ટસ્કે એક ટ્વીટ દ્વારા સંકેત આપ્યો હતો, કે ચર્ચા કરવા માટેનો સમય વીતી રહ્યો છે.
એક સમિટમા યુરોપના નેતાઓ બ્રસેલ્સમાં હાજર જ હતાં છતાં ટસ્ક્સના પ્રવક્તાએ જણાવ્યું કે, તેઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરશે.
થેરેસા મે ડચ અને જર્મન આગોવાનોને મળવા હેગ અને બર્લિનની મુલાકાત લેવાના છે, આ મુલાકાત બાદ સ્પષ્ટતા વધશે. ત્યાર બાદ તેઓ ટસ્ક અને યુરોપિયન કમિશનના પ્રમુખ જૂન ક્લૉડ જંકરને બ્રસેલ્સ ખાતે મળશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

વિવેચકો આ બાબતે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા રૂઢિચુસ્ત સાંસદો લેબર, ધ એસએનપી, લિબ ડેમ્સ, પ્લાઇડ સીમરુ અને ડીયુપી સાથે જોડાઇને મેની ડીલનો વિરોધ કરવાનું વિચારી રહ્યા છે.
સાંસદોએ બળવો કર્યો છે અને ડીયુપીને ઉત્તરીય આયરલૅન્ડ બેકસ્ટોપ માટેની જકાતો માટે સમાધાન કરવું ગમતું નથી. જો આ ચર્ચામાં બંને પક્ષો સહમત નહીં થાય તો આયરીશ સરહદ મુદ્દે ભવિષ્યમાં બંને દેશોના સંબંધમાં અસર પડશે.
સાંસદો માને છે કે, આ અસ્વીકાર્ય છે કારણ કે, યુરોપની મંજુરી વિના યુકે આ કરારમાંથી નહીં નીકળી શકે અને ઉત્તરીય આયરલેન્ડ સરહદ અને સમગ્ર યુકે વચ્ચેના વ્યવહારોમાં અડચણો ઊભી થશે.
ડીયુપીના નેતા એરલેન ફોસ્ટરે જણાવ્યું હતું કે, મેં પ્રધાનમંત્રીને ફોન કરીને કહેલું કે, પાછા પગલાં લેવા જોઈએ.
તમે આ વાંચ્યું કે નહીં?

હવે પ્રધાનમંત્રી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુકાશે?
જો મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવની બેઠકમાં થેરેસા મે હારી જાય તો કોર્બિન સામાન્ય ચૂંટણી જાહેર કરવાની અપેક્ષા રાખે છે.
થેરેસા મે ના પગલાથી દેશમાં અંધાધુંધી જેવો માહોલ સર્જાયો હોવાથી તેમણે વડાં પ્રધાન પદે પરથી રાજીનામુ આપવાની માંગ કરી છે.
જ્યારે લેબર પાર્ટીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રસ્તાવ સાંસદો સમક્ષ મુકાયો ત્યારે આ ડીલ સફળ થવાની તકો વધારે હતી.
હવે મંગળવારે યોજાનારી ઇમરજન્સી બેઠકમાં લેબર પાર્ટીના સભ્યો પ્રધાનમંત્રી પર દબાણ લાવવા પ્રયત્ન કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












