બ્રેક્સિટ મામલે થેરેસા મેએ કહ્યું, 'રાજીનામું નહીં આપું, પરિણામ સુધી પહોંચાડીશ'

ઇમેજ સ્રોત, PA
બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બ્રેક્સિટ મામલે પોતાના પદ પરથી રાજીનામું ધરવાની અટકળોને ફગાવી દીધી છે. તેમનું કહેવું છે કે તેઓ બ્રેક્સિટ સમજૂતીને તેના અંતિમ ચરણ સુધી પહોંચાડશે.
બ્રિટનની સંસદમાં નેતાઓના પ્રશ્નોના જવાબ આપતાં તેઓ જ્યારે બહાર નીકળ્યાં ત્યારે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ''જે રસ્તો મેં પસંદ કર્યો છે તે આપણા દેશ અને લોકો માટે યોગ્ય છે.''
તેમણે કહ્યું કે તેઓ એ વાત સુનિશ્ચિત કરશે કે બ્રસેલ્સમાં(યુરોપિયન સંઘમાં સામેલ રાષ્ટ્રોના રાજનેતાઓની બેઠકમાં) સંબંધિત પ્રસ્તાવના મુસદ્દા પર સહમતી સાધી શકાય.
જેને બાદમાં બ્રિટિશ નેતાઓ સામે મતદાન માટે રજૂ કરી શકાય.
આ પહેલાં ગુરુવારે બ્રિટનની કૅબિનેટમાં એક લાંબી બેઠક યોજાઈ, જેમાં બ્રેક્સિટના મુદ્દે ચર્ચા કરાઈ.
આ બેઠક બાદ કેટલાય નેતાઓ દ્વારા રાજીનામાં ધરી દેવાયા. આટલું જ નહીં, થેરેસા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વાત પણ કરાઈ.
યુરોપિયન સંઘમાંથી બ્રિટનના અલગ થવાના મુસદ્દા મામલે બ્રેક્સિટ સેક્રેટરી ડૉમિનિક રાબ અને વર્ક ઍન્ડ પેન્શન સેક્રેટરી ઇસ્થર મૅકવે સહિત બીજા બે યુવા મંત્રીઓએ રાજીનામાં ધરી દીધાં.
જૅકબ રીસ-મૉગે ટેરેસા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા સંબંધે 1922ની ટૉરી બૅકબૅન્ચર કમિટીના અધ્યક્ષ સર ગ્રાહમ બ્રૅન્ડીને એક પત્ર લખ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વપૂર્ણ છે કે જો 48 કે વધુ ટૉરી મંત્રીઓ(રાજકીય પક્ષ, જેમનાં નેતા થેરેસા મે છે.)એ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા સંબંધે લેખિત સહમતી દર્શાવી તો અવિશ્વાસના પ્રસ્તાવનો રસ્તો સાફ થઈ જશે.
જણાવાઈ રહ્યું છે કે હાલમાં સર ગ્રૅહામ બ્રૅડીને 48 ભલામણો મળી નથી.

હજુ ઘણું કરવાનું બાકી

ઇમેજ સ્રોત, EPA
બ્રિટનની સંસદે જો બ્રેક્સિટ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી તો ત્યારબાદ યુરોપિયન યુનિયનની સંસદે એને સામાન્ય બહુમતથી મંજૂર કરવો પડશે.
યુરોપિયન સંઘનું કહેવુ છે કે બ્રિટન સાથે બ્રેક્સિટ સંધિ સંબંધિત મુસદ્દા પર રાજી થયા પછી પણ હજી ઘણું કરવાનું બાકી રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?
મુખ્ય મધ્યસ્થી માઇકલ બર્નિયરએ કહ્યું કે 'બન્ને પક્ષો (યુરોપિયન સંઘ અને બ્રિટન) એ હજી લાંબી મજલ કાપવાની છે.'
આ અગાઉ બ્રિટન સરકારની કૅબિનેટે પાંચ કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ બ્રિટનને યુરોપિન સંઘથી અલગ કરવાનાં સમજૂતી મુસદ્દા પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી.
આની જાણકારી આપતાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરસા મેએ કહ્યું, ''આ એક નિર્ણાયક ફેંસલો છે અને એમને પૂરી ખાતરી છે કે આ બ્રિટનવાસીઓનાં હિતમાં છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













