બ્રેક્સિટ : બ્રિટન-યુરોપિયન સંઘ વચ્ચે 'છૂટાછેડા' પણ હજુ કેટલાય અવરોધો બાકી

ઇમેજ સ્રોત, EPA
- 14 નવેમ્બરે બ્રિટનની કૅબિનેટે બ્રેક્ઝિટ સંધિના ડ્રાફટને મંજૂરી આપી.
- નવેમ્બરનાં અંતમાં બ્રેક્સિટ સંધિનો ડ્રાફટ મંજૂરી માટે યુરોપિયન સંઘ પાસે આવશે
- ડિસેમ્બરમાં આ સમજૂતીનો પ્રસ્તાવ બ્રિટનની સંસદમાં રજૂ થશે.
- જો સંસદ પ્રસ્તાવનાં પક્ષમાં વોટ આપશે તો આવતા વર્ષની શરૂઆતમાં યુરોપિયન સંઘથી અલગ થવાનું બિલ રજૂ કરવામાં આવશે.
- જો સંસદ બિલને ફગાવી દેશે તો સરકારે 21 દિવસમાં નવો પ્રસ્તાવ રજૂ કરવો પડશે.

બ્રિટનની સંસદે જો બ્રેક્સિટ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી તો ત્યારબાદ યુરોપિયન યુનિયનની સંસદે એને સામાન્ય બહુમતથી મંજૂર કરવો પડશે.
યુરોપિયન સંઘનું કહેવુ છે કે બ્રિટન સાથે બ્રેક્સિટ સંધિ સંબંધિત મુસદ્દા પર રાજી થયા પછી પણ હજી ઘણું કરવાનું બાકી રહે છે.
મુખ્ય મધ્યસ્થી માઇકલ બર્નિયરએ કહ્યું કે 'બન્ને પક્ષો (યુરોપિયન સંઘ અને બ્રિટન) એ હજી લાંબી મજલ કાપવાની છે.'
આ અગાઉ બ્રિટન સરકારની કૅબિનેટે પાંચ કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ બ્રિટનને યુરોપિન સંઘથી અલગ કરવાનાં સમજૂતી મુસદ્દા પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી.
આની જાણકારી આપતાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરસા મેએ કહ્યું, ''આ એક નિર્ણાયક ફેંસલો છે અને એમને પૂરી ખાતરી છે કે આ બ્રિટનવાસીઓનાં હિતમાં છે.''

ઇમેજ સ્રોત, Getty Images
મુસદ્દા પ્રસ્તાવ પર સહમતી પછી હવે યુરોપિયન સંઘ અને બ્રિટન વચ્ચે લાંબા સમય સુધી બેઠકો યોજાશે.
આ અંગેની પ્રથમ બેઠક 25 નવેમ્બરે યોજાશે, જેમાં યુરોપિયન સંઘ બ્રેક્સિટ સંધિને મંજૂરી આપશે એવી યોજના છે.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રેક્સિટ સંધિ મુદ્દે થેરસા મેને મંત્રીમંડળનો પૂરો સહયોગ મળ્યો છે પરંતુ એમની અસલ પરીક્ષા સંસદમાં થશે જયાં આ સમજૂતી પર મહોર લગાવવી મુશ્કેલ સાબિત થઈ શકે છે.
ગુરુવારે સવારે જયારે બર્નિયરનાં બ્રિટિશ સમકક્ષ અને બ્રેક્સિટ સચિવ ડૉમિનિક રાબે અંતરઆત્મા આ સમજૂતીનું સમર્થન કરવાની મંજૂરી નથી આપતો એમ એમ કહીને રાજીનામુ આપ્યું હતું ત્યારે આનો સંકેત મળ્યો હતો.

હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, AFP
બર્નિયરે ગુરુવારે સવારે યુરોપિયન સંઘની કાઉન્સિલનાં પ્રમુખ ડોનાલ્ડ ટુસ્કને 585 પાનાનો પ્રસ્તાવિત સમજૂતી મુસદ્દો સોંપ્યો હતો.
બર્નિયરે કહ્યું કે સમજૂતી મુસદ્દો સારો અને સંતુલિત છે. હવે પછી તેઓ યુરોપિયન સંસદને સમજૂતી અંગેની જાણકારી આપશે.
ટુસ્કે બર્નિયરની કામગીરીનાં વખાણ કરતાં કહ્યું કે 'સમજૂતી તમામ 27 સભ્યોનાં હિતમાં છે અને યુરોપિયન સંઘ માટે પણ બહેતર છે.'
તેમણે આવનારા સમયની કાર્યયોજનાની પણ જાણકારી આપી.
- યુરોપિયન સંઘનાં સભ્યો દસ્તાવેજોનું વિશ્લેષણ કરશે અને અઠવાડિયાનાં અંતમાં પોતાના મૂલ્યાંકનથી અવગત કરાવશે.
- યુરોપિયન સંઘ અને બ્રિટનની વચ્ચે ભવિષ્યમાં કેવા સંબંધ હશે એના પર મંગળવાર પહેલાં સહમતી થવાની છે અને તેની બાદ 48 કલાકમાં સભ્યો એનું મૂલ્યાંકન કરશે.
- ટુસ્કે કહ્યું કે જો બધું ઠીક રહેશે તો 25 નવેમ્બરે યુરોપિયન સંઘની પરિષદ બેઠક કરશે અને સમજૂતીને આખરી ઓપ આપવામાં આવશે.
- યુરોપિયન સંઘનાં તમામ 27 સભ્ય દેશો આ સમજૂતીને મંજૂરી આપે એ જરૂરી છે.
ટુસ્કે કહ્યું કે શરૂઆતામાં અમને આશંકા હતી કે 'બ્રેક્સિટથી કંઈ નીપજશે નહીં અને વાતચીતથી ફકત નુકસાનની ભરપાઈ થઈ શકે છે.'
બ્રિટનની જનતાને સંબોધિત કરતાં તેમણે કહ્યું, ''તમને બધાને છોડતાં હું ખૂબ જ દુઃખી છું, આ વિદાયને ઓછી પીડાદાયક બનાવવા માટે જે પણ કરવું સંભવ હશે એ કરીશ.''
જો યુરોપિયન સંઘનાં સભ્ય દેશો સમજૂતીને મંજૂરી આપી દે છે તો 21 મહિનામાં વેપાર સમજૂતીઓ પર ધ્યાન આપવું પડશે.

યુરોપિયન સંઘ માટે શો અર્થ?

ઇમેજ સ્રોત, Reuters
આ સમજૂતીને બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે તલાક કરાર તરીકે જોવામાં આવે છે.
જો 'છૂટાછેડા' હશે તો વળતરની વાત પણ હશે જ એ સમજી શકાય એમ છે.
એટલે બ્રિટને યુરોપિયન સંઘનાં 39 અરબ પાઉન્ડ ચૂકવવા પડશે.
બુધવારે બ્રસેલ્સમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં બર્નિયરે કહ્યું હતું કે આ સમજૂતીમાં આર્યલૅન્ડ સાથેની સરહદ સૌથી મોટી ચિંતા હતી.
એમણે ઉમેર્યું કે "2020 જુલાઈ સુધી આ શકય નહીં બને તો આ માટે સમયસીમાને વધારી શકાય. જોકે ત્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ન થાય તો અમારે બેક-અપ પ્લાન લાગુ કરવો પડશે."
આનો અર્થ એ છે કે યુનાઈટેડ કિંગડ્મ અને યુરોપિયન સંઘને "એક જ કર ક્ષેત્ર" તરીકે જોવામાં આવશે જયાં સીમાઓ પર કર લાગુ નહીં પડે.
ઉત્તર આર્યલૅન્ડ યુરોપિયન સંઘનાં એક બજારનાં નિયમો મુજબ જ રહેશે અને એ જરૂરી છે કે સીમાઓને વધારે કપરી ન બનાવવામાં આવે.
આ મહિનાનાં અંતમાં મુસદ્દા પર ચર્ચા માટે 27 દેશોનાં નેતાઓની બેઠક યોજાઈ શકે છે.
આમાં સહમતી સધાયા પછી જ બ્રેક્સિટની સમજૂતીને બ્રિટન અને યુરોપિયન સંઘની સંસદમાં રજૂ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













