You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૉયફ્રેન્ડ સાથે રહેવા માટે ગે મિતેશ પટેલે પત્નીની પ્લાસ્ટિક બૅગથી હત્યા કરી, જેલની સજા
પોતાના બૉયફ્રેન્ડ સાથે નવી જિંદગી શરૂ કરી શકે એ માટે ટેસ્કો કેરિયર બૅગ(પ્લાસ્ટિક બૅગ)થી પત્નીની હત્યા કરનાર ગુજરાતી મૂળના એક ગે ફાર્માસિસ્ટને ઓછામાં ઓછા 30 વર્ષ સુધીની જેલની સજા થઈ છે.
37 વર્ષીય મિતેષ પટેલે, 34 વર્ષનાં જેસિકાને ટૂંપો આપી ગૂંગળાવીને તેમની હત્યા કરી હતી.
અદાલતમાં પંચના સભ્યોને સુનાવણીમાં મળેલી વિગતો મુજબ, મિતેશ પટેલે પત્નીની હત્યા બે મિલિનય પાઉન્ડ(અંદાજે 18 કરોડ રૂપિયા)ના જીવન વીમાના રૂપિયા મેળવીને મિતેશ ઑસ્ટ્રેલિયા સ્થિત પોતાના પ્રેમી (બૉયફ્રેન્ડ) ડૉ. અમિત પટેલ સાથે રહેવા માગતો હતો.
પટેલને આજીવન કેદ ફટકારતાં જણાવાયું કે હતું કે તેમણે ઓછામાં ઓછા 30 વર્ષ સજા ભોગવવાની રહેશે.
મિતેશ પટેલને સજા કરતી વખતે, ન્યાયાધીશ ગોસે કહ્યું: "તમારા કૃત્ય બદલ તમને કોઈ પસ્તાવો નથી. તમારી પાસે પોતાના સિવાય કોઈ માટે દયા નથી.”
"તમારા પત્ની ફરજનિષ્ઠ હતાં અને તમને પ્રેમ કરતાં હતાં."
"તેમણે તમારી પાસે બાળક સિવાય કંઈ જ અપેક્ષા રાખી નહોતી. તેઓ રાજીખુશીથી પારિવારિક જીવન જીવવા માગતા હતા."
"સમસ્યા એટલી જ હતી કે તમને પત્ની પ્રત્યે શારીરિક આકર્ષણ નહોતું. તમે કોઈ પુરૂષ પ્રત્યે આકર્ષિત હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
ન્યાયાધીશ ગોશે વધુમાં કહ્યું હતું કે મિતેશ પટેલની જાતીયતા વિશે તેમના પત્નીને મહદંશે જાણ હતી, જેના લીધે તેઓ એકલતામાં સરી પડ્યાં હતાં.
મિતેશ પટેલે પત્નીને કાબૂમાં રાખવાના પ્રયાસો પણ કર્યા હતા.
ન્યાયાધીશે ઉમેર્યું કે મિતેશ પટેલના મેસેજ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે તેઓ ગરજાળ હતા અને તેમણે પોતાના પત્નીનો માત્ર ઉપયોગ કર્યો હતો.
મિતેશ પટેલ રોમન રોડ પર પોતાની 34 વર્ષીય પત્ની સાથે ફાર્મસીનો વ્યવસાય કરતો હતો.
અદાલતે આ કેસમાં બે અઠવાડિયા દરમિયાન ચાલેલી સુનાવણીમાં મિતેશ પટેલનો પક્ષ સાંભળ્યો હતો.
મિતેશ સમલૈંગિક વ્યક્તિઓ માટેની ડેટિંગ ઍપ્લીકેશન ગ્રિન્ડરના માધ્યમથી અનેક પુરૂષો સાથે સંબંધો ધરાવતો હતો.
પોતાનાં પત્નીને શ્રેષ્ઠ સાથી ગણાવનાર મિતેશે ધ ઍવન્યુ ખાતેના તેમના ઘરમાં પત્નીને ટેસ્કો બૅગથી ટૂંપો આપી હત્યા કરતાં પહેલાં ઇન્સ્યૂલિનનું ઇંજેક્શન પણ આપ્યું હતું.
નરકનો અહેસાસ
મિતેશે પત્નીને બૅગમાં ગૂંગળાવી, ઘરમાં તોડફોડ કરી હતી જેથી કોઈને એવો શક જાય કે ચોરોએ ઘરમાં ઘૂસીને આ ચોરોએ આ હરકત કરી હશે અને ચોરોને પોતાની પત્ની મૃત્યુ માટે દોષી ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રૉસિક્યૂટર નિકોલસ કેમ્પબેલ ક્યૂસીએ કહ્યું, "આ ઘટનાની કરૂણતા એ હતી કે આરોપીએ જીવન રક્ષક તરીકે પણ ઉપયોગમાં લેવાતી કોથળીથી જ ટૂંપો આપી દીધો હતો."
મિતેશ પટેલનાં પત્નીનાં બહેનો અને તેમનાં પિત્રાઈ તરફથી અપાયેલા એક નિવેદનમાં તેમનાં બહેન દિવ્યાએ કોર્ટને કહ્યું, "અમારી પ્રાર્થના ફક્ત એટલી જ હતી કે પોતાની અંતિમ ક્ષણોમાં અમારી બહેનને સહન કરવું ન પડે."
"જોકે, ક્રૂર વાસ્તવિકતા એ છે કે હકીકતમાં તેમને સહન કરવું પડ્યું હતું, અમારા બહેન સારી પેઠે જાણતી હતી કે તેમનો હત્યારો કોણ હતો."
"એ વ્યક્તિ એટલી હદે ક્રૂર હતી કે તેણે પોતાની પત્નીના જીવ બચાવવાના તમામ પ્રયાસોની પણ અવગણા કરી હતી."
"જે ભય અને ગભરામણ અમારા બહેને અનુભવ્યાં હશે, તેની અમે ફક્ત કલ્પના કરી શકીએ. એ પળના વિચારથી પણ અમારું હૃદય ભરાઈ આવે છે."
મિતેશ પટેલને સંબોધીને તેના સાળીએ કહ્યું કે, "અમે ફક્ત પ્રાર્થના કરતાં નથી, અમે જાણીએ છીએ કે અમારી બહેન તમારાથી હવે હંમેશાં માટે મુક્ત થઈ જશે."
"જેમ તે સ્વર્ગમાં શાંતિનો શ્વાસ લેશે, તેમ તમે નરકમાં સબડશો."
એમણે ઉમેર્યું: "મિતેશ અમારી બહેનને છૂટાછેડા આપી શક્યો હોત, તેને જે જોઈતું હોય એ બધું જ લઈ શક્યો હોત પરંતુ તેને જીવ લેવાની જરૂર નહોતી"
"તેને આવું દુષ્ટ, ક્રૂર અને બદઈરાદાયુક્ત પગલું લેવાનો કોઈ અધિકાર નહોતો."
મિતેશ પટેલે તેમના બૉયફ્રેન્ડને કહ્યું હતું કે તે પોતાનાં પત્નીને એટલા માટે પરણ્યો હતો કારણ કે તેઓ ખૂબ જ પ્રેમાળ હતાં અને લગ્નની આડમાં પોતાની જાતીયતા છૂપાવવા માટે તેનો ઉપયોગ થઈ શકે તેમ હતો.
મિતેશ, ડૉ. પટેલ સાથે ઑસ્ટ્રેલીયામાં રહેવા માગતો હતો.
બંને પ્રેમીઓએ પ્લાન ઘડ્યો હતો કે તેઓ મિતેશનાં પત્નીને આઈવીએફના માધ્યમથી ગર્ભ ધારણ કરાવી તેમનાં દ્વારા જન્મનાર બાળકને ઉછેરશે.
મિતેશનાં પત્ની IVFના ત્રણ કોર્સમાંથી પસાર થયાં હતાં અને છેલ્લા ચક્રને પરિણામે તેમને ત્રણ ગર્ભ રચાયા હતાં પરંતુ તેને ઇમ્પ્લાન્ટ કરી શકાય તે પહેલાં જ મિતેશે તેમની હત્યા કરી નાખી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો