ટ્રમ્પે ખાશોગ્જીની હત્યાને ઇતિહાસનો સૌથી 'ગંદો ઢાંકપિછોડો' ગણાવી

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી પ્રત્રકાર જમાલ ખશોગ્જીની હત્યા અંગે દિનપ્રતિદિન અમેરિકા અને વિશ્વના અન્ય દેશો સાઉદી અરેબિયાની સરાકાર પર સંકજો કસી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમાલ ખાશોગ્જીની હત્યા અને તેમાં સાઉદી સરકારની ભૂમિકાને લઈ કહ્યું હતું કે 'આ ઇતિહાસનો સૌથી ગંદો ઢાંકપિછોડો છે.'
તેમણે એવું પણ કહ્યું કે ઇસ્તંબૂલનાં સાઉદી દૂતાવાસના જે પણ લોકો આમાં સામેલ હશે એના પર મોટી મુસીબત આવશે. આ દરમિયાન એમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઈક પોમ્પિયોએ પણ કે શંકાસ્પદ 21 લોકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને અમેરિકા જવાબદાર લોકોને સજા કરશે.
ખાશોગ્જીની હત્યાને મામલે આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે.

બ્રિટનના દરવાજા બંધ

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોવાને આ હત્યાને ''પૂર્વનિયોજિત'' રાજકીય હત્યા ગણાવી હતી.
તો બીજી બાજુ યુનાઈટેડ કિંગડમનાં વડાં પ્રધાન થેરેસા મે એ પણ પત્રકાર ખાશોગ્જીી હત્યામાં સામેલ લોકોને યુ.કે.માં પ્રવેશવા નહીં દેવામાં આવે તેવી ચેતવણી ઉચ્ચારી હતી.
તેમણે યુ.કે.ના અધિકારીઓને જો કોઈ પાસે બ્રિટિશ વિઝા હોય તો તે રદ કરવાની સુચના આપી હતી અને આ મુદ્દે સાઉદી અરેબિયાનાના શાસક પરિવાર સાથે પણ વાત કરશે તેવું કહ્યું હતું.
પત્રકાર ખાશોગ્જીની હત્યા અને ઘટનાના ઢાંકપિછોડાને લીઘે નારાજ થેરેસાએ કહ્યું હતું કે ટૂંક સમયમાં રિયાધમાં યોજાનાર 'દાઓસ ઈન ડેઝર્ટ' કાર્યક્રમમાં યુ.કે.ના કોઈ મંત્રીઓ ભાગ નહીં લે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્તંબૂલનાં દૂતાવાસમાં શંકાસ્પદ સ્થિતિમાં થયેલી પત્રકાર ખાશોગ્જીની હત્યામાં અત્યારસુધી સાઉદી સરકાર દ્વારા બે ઉચ્ચ અધિકારીઓને બરખાસ્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભારે આંતરરાષ્ટ્રીય દબાણ બાદ 21 લોકો પર શંકાને આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હત્યાનો સ્વીકાર

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પત્રકાર જમાલ ખાશોગ્જીનું મૃત્યુ ઇસ્તંબૂલ સ્થિત વાણિજ્ય દૂતાવાસામાં થયું હતું.
સાઉદી અરેબિયાની સરકારી ટીવી ચેનલે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે ખાશોગ્જીનું મૃત્યુ દૂતાવાસમાં જ થયું હતું.
દૂતાવાસમાં થયેલા ઝઘડા બાદ ખાશોગી મૃત્યુ પામ્યા હોવાનું ટીવી ચેનલે જણાવ્યું હતું.
આ પહેલાં સાઉદી અરેબિયા દ્વારા જણાવાયું હતું કે તેઓ બીજી ઑક્ટોબરે દૂતાવાસથી નીકળી ગયા હતા.
બીજી બાજુ તુર્કીનાં અખબારોમાં સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે સતત એવા સમાચારો છપાઈ રહ્યા હતા કે પત્રકાર ખાશોગીની હત્યા દૂતાવાસની અંદર જ કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












