કૅવેનૉએ USની સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા

ઇમેજ સ્રોત, REUTERS
અમેરિકામાં મુખ્ય ભૂમિકા ભજવતા સેનેટર્સના પીઠબળથી બ્રૅટ કૅવેનૉની સુપ્રીમ કોર્ટમાં પસંદગી નક્કી થઈ ગઈ છે. તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ પણ લઈ લીધા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નામાંકિત કર્યા હતા. તેમના નામાંકનને સેનેટર્સના 50-48 મત દ્વારા સમર્થન મળ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હૉન રૉબર્ટ્સે તેમને શપથ લેવડાવ્યા હતા.
અમેરિકાની નવ જજની પીઠમાં તેમનો સમાવેશ થયો છે. આ પીઠ અમેરિકામાં કાયદાની સત્તા મામલે સર્વોચ્ચ સત્તા ધરાવે છે.

ઇમેજ સ્રોત, US SUPREME COURT
જોકે, તેમની નિમણૂક સમયે કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ઘણાં લોકોએ તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો.
બીજી તરફ ડોલાન્ડ ટ્રમ્પે બ્રૅટ કૅવેનૉને તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ જાતીય સતામણીના આરોપસર તેમના પર એફબીઆઇની તપાસ ચાલી રહી હોવાના કારણે આ પદ પર તેમની પસંદગી કરવી જોઈએ કે નહીં તેને લઈને અમેરિકામાં વિવાદ સર્જાયો હતો.
જોકે, રિપબ્લિકન સેનેટર સુઝાન કૉલિન્સ અને ડેમૉક્રેટ સેનેટર જોઈ મેનચીને શુક્રવારે કૅવેનૉને સમર્થન આપવાનો નિર્દેશ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
જજ બ્રૅટ કૅવેનૉને નવ જજની બેન્ચમાં સમાવવા કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય શનિવારે કરવામાં આવ્યો હતો. તેમની પસંદગી થવાથી હવે તેઓ આજીવન આ પદ પર રહેશે.
વિવાદનો સામનો કરી રહેલા જજ કૅવેનૉ પર ત્રણ મહિલાની જાતીય સતામણીનો આરોપ છે જેમાં પ્રોફેસર ક્રિસ્ટિની ફૉર્ડનો પણ સમાવેશ થાય છે.

સેનેટર્સે શું કહ્યું ?
સેનેટર કૉલીન્સે સાથી સેનેટરને જણાવ્યું કે તેઓ અંતિમ વોટમાં ડેમૉક્રેટ્સને સહકાર આપશે.
તેમણે જણાવ્યું કે જજ પરના આરોપના લીધે તેમને કોર્ટમાં સેવા આપતા અટકાવી શકાય નહીં.
તેમણે કહ્યું કે "પુરાવા તરીકે જે બાબતો બનાવ અંગે રજૂ કરવામાં આવી છે, તેના પરથી એવું ફલિત થતું નથી કે પ્રોફેસર ફૉર્ડ સાથે તે રાત્રીએ અથવા તો અન્ય સમયે જાતીય સતામણી કરવામાં આવી નથી.''
''પણ તેના પરથી મળતા સંકેતો એવો નિષ્કર્ષ આપે છે આ આરોપો ઘટનાના પુરાવા તરીકે બંધબેસતા નથી."

વિરોધ પ્રદર્શનમાં ઉતરેલાં સેંકડો લોકોની ઘરપકડ

ઇમેજ સ્રોત, EPA
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૅવેનૉના સુપ્રીમ કોર્ટના જજ તરીકે કરાયેલા નામાંકન વિરુદ્ધ વિરોધ નોંધાવવા ઉતરેલા સેંકડો વિરોધકર્તાઓની વૉશિંગ્ટનમાં ધરપકડ કરવામાં આવી હતી.
રિપબ્લિકન્સે જાહેરાત કરી છે કે એક એફબીઆઈ અહેવાલમાં બ્રૅટ કૅવેનૉ ઉપર જાતીય હુમલામાં સામેલ હોવાના આરોપ સામે આવ્યા છે.
પરંતુ ડેમૉક્રેટ્સે જણાવ્યું હતું કે પાંચ દિવસની તપાસ "અપૂર્ણ" હતી કારણ કે તે વ્હાઇટ હાઉસ દ્વારા મર્યાદિત હતી.
જજ કૅવેનૉની સેનેટના બધા જ મત જીતવાની શક્યતા ગુરુવારે બે રીપબ્લીકન્સના સમર્થન બાદ વધતી નજરે પડી, જેમનુ સમર્થન એફબીઆઈની પૂછપરછને હકારાત્મક વળાંક આપવા માટે જરૂરી હતું.
અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં આજીવન હોદ્દા ઉપર નિયુક્તી નક્કી થઈ જતાં હવે 53 વર્ષીય આ જજ કન્ઝર્વેટિવ્ઝની બહુમતી ધરાવતી નવ સભ્યોની પૅનલમાં સામેલ થઈ ગયા છે.
પૅનલ ગર્ભપાત, ગન કન્ટ્રોલ અને મતદાનના નિયમો જેવા મુદ્દાઓ ઉપર અંતિમ નિર્ણય કરવાની સત્તા ધરાવે છે.
મતદાન નજીક આવતા, જજે 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના "હું એક સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયાધીશ છું" શીર્ષક હેઠળના સંપાદકીયમાં પોતાની નિષ્પક્ષતાનો બચાવ કર્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં શું થયું?

ઇમેજ સ્રોત, Reuters
આ પહેલાં ગુરુવારે હજારોની સંખ્યામાં મુખ્યત્વે મહિલા વિરોધ પ્રદર્શનકારીઓએ દેશની રાજધાની તરફ કૂચ કરીને કોર્ટ તરફ પ્રયાણ કર્યું, જ્યાં હાલમાં જજ બ્રૅટ કૅવેનૉ અધ્યક્ષ પદે છે.
તેઓ 'કેપિટૉલ હિલ' પર ભેગા થયા અને એક રેલી યોજીને સુપ્રીમ કોર્ટની બહાર નારા લગાવ્યા: : "બ્રૅટ કૅવેનૉને જવું પડશે!"
આ વિરોધ પ્રદર્શનને પગલે કુલ 302 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, જેમાં હાસ્ય કલાકાર ઍમી શૂમર અને મોડલ ઍમિલી રાતાજકોવ્સ્કી પણ સામેલ હતાં.
ન્યૂ યોર્ક શહેરમાં 'ટ્રમ્પ ટાવર' સામે પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













