અમેરિકાએ પેલેસ્ટાઈનને વાટાઘાટ બંધ ન કરવા ચેતવણી આપી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટાઈનને અમેરિકન ઉપ-પ્રમુખ માઇક પેન્સ સાથે વાટાઘાટો બંધ ન કરવાની ચેતવણી આપી છે.
માઇક પેઇન્સ આ મહિનાના અંતમાં પ્રમુખ મેહમુદ અબ્બાસને મળશે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
અમેરિકાના જણાવ્યા મુજબ જો પેલેસ્ટાઇન વાટાઘાટોમાંથી પારોઠનાં પગલાં ભરવાનો નિર્ણય કરશે તો એનું ઉલટું પરિણામ આવશે.

નિર્ણયનો વિરોધ, 31 ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય રીતે વિવાદિત સ્થળો ગાઝા પટ્ટી અને ઇઝરાયેલી કબજા વાળા વેસ્ટ બેન્ક પર જ્યાં પેલેસ્ટાઇને કબજો જમાવ્યો હતો તેવા ઇઝરાયલની રાજધાની તરીકે જેરુસલેમને ઓળખવા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી પેલેસ્ટાઇનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.
વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસક અથડામણોમાં 31 પેલેસ્ટિનિયન નાગરિકો ઘાયલ થયાના અહેવાલો છે.
વિશ્વના ઘણા નેતાઓએ ટ્રમ્પની જાહેરાતની ટીકા કરી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે જણાવ્યું હતું કે યુએસ એ આ સંવેદનશીલ મુદ્દા પર તેની નીતિ બદલી છે.
હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ વેસ્ટ બેન્કમાં વિરોધ કર્યો અને શેરીઓમાં બહાર આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઇઝરાયેલ સુરક્ષા દળોના સેંકડો જવાનોને તૈનાત કરી રહ્યું છે.

હમાસે કરી જનઆંદોલનની અપીલ

ઇમેજ સ્રોત, EPA
વિરોધીઓએ કારના ટાયરો પર ગોળીબાર કર્યો અને સુરક્ષા દળો પર પથ્થરો ફેંક્યા.
ઇઝરાયેલી સુરક્ષા દળોએ વિરોધ કરનારાઓ પર અશ્રુવાયુનો મારો ચલાવ્યો, રબરની ગોળીઓ છોડી અને ફાયરિંગ કર્યું.
સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર પેલેસ્ટેનીયન નાગરિકોએ ગાઝા પટ્ટીમાં સરહદ પર ઇઝરાયેલી સૈનિકો તૈનાત થતાં તેમના પર પથ્થરો ફેંકે છે.
જવાબી કાર્યવાહીના રૂપે ઇઝરાયેલી સૈનિકો તેમના પર પથ્થરમારો કરનારા પેલેસ્ટીનિયન વિરોધીઓ પર ગોળીબાર કરે છે.
અમેરિકાના ઘણા નિકટના સહયોગીએ (રાષ્ટ્રોએ) જણાવ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયથી સંમત નથી.
બહુ જલદી આ તમામ રાષ્ટ્રો યુએન સિક્યુરિટી કાઉન્સિલ અને લીગ ઓફ આરબ દેશો સાથે મળવાની તૈયારીમાં છે.
વધુ વ્યૂહરચનાઓ વિશે બેઠકમાં વિચારણા કરવામાં આવશે.
તો બીજી તરફ એવી આશંકાઓ પણ સેવાઈ રહી છે કે ટ્રમ્પની જાહેરાતો બાદ પેલેસ્ટાઇન અને ઈઝરાયેલ વચ્ચેના વિવાદિત ક્ષેત્રોમાં હિંસાઓ વ્યાપક સ્તરે ભડકી શકે છે.
પેલેસ્ટીનીયન ઇસ્લામિક જૂથ હમાસ પહેલાથી જ 'ઈંતેફદા' (એટલે કે લોકો દ્વારા ચળવળ) આ મુદ્દે એક જલદ જનઆંદોલન કરવા માટે અપીલ કરી છે.

ટ્રમ્પએ શા માટે વિદેશ નીતિ બદલી?

ઇમેજ સ્રોત, Reuters
બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, "અધિકૃત અને સત્તાવાર રીતે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે ઓળખવામાં આવે એવો સમય હવે આવી ગયો છે."
ટ્રમ્પએ ઉમેર્યું, "મને લાગે છે કે તે અમેરિકી હિતો ખાતર ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સ્થાપવા માટે આ પગલું સારું રહેશે."
ટ્રમ્પે જણાવ્યું કે તેઓ તેલઅવિવથી અમેરિકન એમ્બેસીને દૂર કરી જેરુસલેમમાં સ્થાપના કરવાની પ્રક્રિયા શરૂ કરવા યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટને કહેશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં હિંસા ફેલાવવાના ભયસ્થાન વચ્ચે પણ ટ્રમ્પે લીધેલા તેના આ નિર્ણય પ્રત્યે ટ્રમ્પના કટ્ટર સમર્થકો પણ તેમના આ નિર્ણયનું સ્વાગત કરે છે.
આ નિર્ણયની ઘોષણા સાથે ટ્રમ્પ ચૂંટણી સમયે તેના દ્વારા અપાયેલા વચનોને પરિપૂર્ણ કરી રહ્યા છે.

ટ્રમ્પના વચનોમાંનો જેરુસલેમનો મુદ્દો પણ હતો

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ટ્રમ્પે તેમના ચૂંટણી વચનમાં કહ્યું હતું કે સત્તામાં આવ્યા પછી તેઓ અમેરિકન એમ્બેસીને જેરૂસલેમ તરફ લઈ જશે.
આ અઠવાડિયે ટ્રમ્પે કહ્યું હતું કે "જેરુસલેમને ઇઝરાયલની રાજધાની માનવી એ વાસ્તવિકતા સ્વીકારવી લેવા જેવું છે" અને "આ કરવું યોગ્ય છે."

ઇઝરાયેલ-પેલેસ્ટાઇનેજ સમાધાન કાઢવું પડશે

ઇમેજ સ્રોત, Reuters
ટ્રમ્પ કહે છે કે આ મુદ્દે તેઓ બન્ને રાષ્ટ્રોના દ્વારા કાઢવામાં આવેલા ઉકેલની તરફેણમાં છે જે છેલ્લા ઉકેલ તરફ એક પગલું હશે.
ટ્રમ્પએ જણાવ્યું કે, બન્ને પક્ષો આ બાબત સાથે સહમત થાય તો 1967 પહેલાં યુદ્ધવિરામ દરમિયાન વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને પૂર્વ જેરુસલેમ માટે બનાવેલી સરહદો અનુસાર, એક નવું અને સ્વતંત્ર પેલેસ્ટિનિયન જન્મ પામશે.
ટ્રમ્પે ઉમેર્યું હતું કે, આ નવું જન્મ પામેલું પેલેસ્ટાઇન ઇઝરાયેલ સાથે શાંતિપૂર્ણ રીતે એક પાડોશીની જેમ રહી શકશે.
ટ્રમ્પએ તેની ઘોષણામાં જેરુસલેમને "અખંડ અને અવિભાજિત રાજધાની" સ્વરૂપે નથી વર્ણવ્યું.
સામા પક્ષે પેલેસ્ટીનિયનો દાવો કરી રહ્યા છે કે પૂર્વ જેરુસલેમ ભવિષ્યના પેલેસ્ટાઇનની રાજધાની બનશે.

જેરુસલેમ કેમ એટલું મહત્ત્વનું છે?

ઇમેજ સ્રોત, EPA
જેરુસલેમ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન માટેનું એક ખૂબ મહત્વ ધરાવતું સ્થાન છે.
આ એક સ્થાને જ ત્રણ એકેશ્વરવાદના ધર્મો એટલે કે યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની આસ્થા સંકળાયેલી છે.
જેરુસલેમ પર ઇઝરાયેલી અધિકારો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવ્યાં નથી.
બધા દેશોએ તેલ અવિવમાં તેમના દૂતાવાસનું નિર્માણ કરેલું છે.
1967 યુદ્ધના છ દિવસની લડાઇ બાદ ઇઝરાયેલે પૂર્વ જેરુસલેમ (જેમાં જૂના શહેરનો સમાવેશ થાય છે તેના) પર કબજો કર્યો હતો.
ઇઝરાયેલ શહેરને તેની અવિભાજ્ય રાજધાની જાહેર કરી દીધી હતી.
1993માં ઇઝરાયેલી-પેલેસ્ટિનિયન શાંતિ વાર્તા મુજબ જેરુસલેમ સંદર્ભેનો બંન્ને રાષ્ટ્રોના દાવાઓ વિષેનો નિર્ણય શાંતિ વાટાઘાટો પછી જ નક્કી કરવામાં આવશે એવું નક્કી થયેલું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












