ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયન લીડર વચ્ચે ફરી છેડાયું શાબ્દિક યુધ્ધ

ઇમેજ સ્રોત, KNCA
નોર્થ કોરિયાના વિદેશ મંત્રી રી યોંગ-હોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નોર્થ કોરિયા સામે યુધ્ધ છેડવાનો આરોપ મૂક્યો છે. છે.
યોંગ-હોએ કહ્યું કે યુ.એસના ફાઈટર જેટને તેઓ નોર્થ કોરિયાના હવાઈ ક્ષેત્રમાં ન હોય ત્યારે પણ તોડી પાડવા સક્ષમ છે. વિશ્વએ સ્પષ્ટ યાદ રાખવું જોઈએ કે યુધ્ધની ઘોષણા પહેલા અમેરિકાએ કરી છે.
જો કે વ્હાઈટ હાઉસે નોર્થ કોરિયાના આ નિવેદનને રદિયો આપ્યો છે.
અમેરિકી રક્ષા મંત્રાલયના પેન્ટાગોને નોર્થ કોરિયાને ચેતવણી આપી છે કે તે ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ બંધ કરે.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી આક્રમક વાતચીતથી નુકશાનકારક ગેરસમજ ઉભી થઈ શકે છે.

બચી નહીં શકે

ઇમેજ સ્રોત, Getty Images
આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરતા કહ્યું કે ' લિટલ રોકેટમેન વધુ દિવસો નહીં જીવે.'
ટ્રમ્પે લખ્યું, " ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ યુ.એનમાં આપેલું ભાષણ સાંભળ્યું. જો તે લિટલ રોકેટમેનના વિચારોને પ્રતિબિંબિત કરવાનું ચાલું રાખશે તો વધુ દિવસો બચી નહીં શકે."

ઇમેજ સ્રોત, TWITTER
ટ્રમ્પના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા નોર્થ કોરિયાના મંત્રીએ કહ્યું, " જલ્દી જ અમે ટ્રમ્પની આ વાતનો જવાબ આપીશું કે કોણ વધારે દિવસ નથી જીવવાનું "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેની સોમે પેન્ટાગોનના પ્રવક્તા કર્નલ રોબર્ટ મૈનિંગે કહ્યું, "જો નોર્થ કોરિયા તેની આક્રમક ગતિવિધી બંધ નહીં કરે તો અમે સુનિશ્ચિત કરીશું કે રાષ્ટ્રપતિ પાસે નોર્થ કોરિયાને સબક શિખવાડવાના તમામ વિકલ્પ ઉપલબ્ધ હોય."
જો કે યુ.એને આ મામલે કહ્યું કે બંને વચ્ચે ચાલતી ઉગ્ર વાતતચીતથી સર્જાયેલા સંકટનું સમાધાન માત્ર કૂટનીતિથી જ આવી શકે છે.

આમને-સામને યુધ્ધની આશંકા નહીં

ઇમેજ સ્રોત, STR
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે ઉગ્ર શાબ્દિક યુધ્ધ ચાલી રહ્યું છે.
પરંતુ નિષ્ણાતોના મતે બંને વચ્ચે પરસ્પર આક્રમક પ્રતિક્રિયાઓ છતાં આમને-સામને યુધ્ધની સંભાવનાઓ ઘણી ઓછી છે.
તાજેતરમાં ભારે આંતરરીષ્ટ્રીય દબાણ અને તમામ આર્થિક પ્રતિબંધો હોવા છતાં નોર્થ કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ જારી રાખ્યું હતું.
નોર્થ કોરિયાના લીડરોનું કહેવું છે કે તેમના હથિયારો માત્ર સુરક્ષા માટે છે અને એવી તાકાતો સામે છે જે નોર્થ કોરિયાને બરબાદ કરવાની નિયત ધરાવે છે.
આ મહિનાની શરૂઆતમાં જ નોર્થ કોરિયાએ શક્તિશાળી પરમાણુ પરીક્ષણ કરતા સંયુક્ત રાષ્ટ્રએ તેના પર નવા પ્રતિબંધોની ઘોષણા કરી હતી.












