અમેરિકા પર ફ્લોરેન્સથી થનારી પાયમાલીનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
હવામાનખાતાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અમેરિકાનાં પૂર્વીય તટ પર આવેલા વિસ્તારોમાં જે ફ્લોરેન્સ વાવાઝોડાનો ભય પ્રવર્તી રહ્યો છે તે છેલ્લાં ત્રણ દાયકાનું સૌથી મોટું વાવાઝોડું પુરવાર થઈ શકે તેમ છે.
હવામાનખાતાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે એટલાન્ટિકનાં ગરમ પાણીને કારણે આ વાવાઝોડાને બળ મળી રહ્યું છે અને આવનારા સમયમાં તે વધારે શક્તિશાળી બને તેવી ધારણા છે.
હવામાનખાતાના અધિકારીઓએ કહ્યું છે કે આવનારા 48 કલાકોમાં વાવાઝોડા સાથે વધતાં પાણીને કારણે તટ વિસ્તારોમાં જાન માલનું જોખમ વધી શકે તેમ છે.
અધિકારીઓનું કહેવું છે કે ફ્લોરેન્સ અત્યારે ચોથા તબક્કાનું તોફાન બની ગયું છે અને એની અંદર લગભગ 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
આ ખતરનાક વાવાઝોડું ગુરૂવારે અમેરિકાના વિલ્મિંગટન(ઉત્તરી કૈરોલાઈના)માં આવી પહોંચે તેવી સંભાવના છે.
શું તમે આ વાંચ્યું?
આ વાવાઝોડાને જોતાં વર્જીનિયા, મેરીલેન્ડ ,વૉશિંગ્ટન ,નોર્થ અને સાઉથ કેરોલિનામાં કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી છે.
નોર્થ કેરોલિનાના ગવર્નર રૉય કપૂરે મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે આ તોફાન એક કદાવર દૈત્ય જેવું છે. આ ખૂબ ખતરનાક અને એક ઐતિહાસિક વાવાઝોડું છે.

ફ્લોરેન્સ અત્યારે ક્યાં છે?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના હવામાનખાતાએ આપેલી તાજા જાણકારી અનુસાર , આ વાવાઝોડું મંગળવારે સાંજે ઉત્તર કેરોલાઈનાથી લગભગ 1000 કિલોમીટર દૂર હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે ફ્લોરેન્સ વાવાઝોડું લગભગ 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને બુધવારે તે વધુ પ્રબળ બને તેવી શક્યતા છે.
જો કે હવામાનખાતાના અધિકારીઓએ એ પણ અનુમાન લગાવ્યું છે કે ફ્લોરેન્સ વાવાઝોડું ગુરૂવારે નબળું પડવાની ગણતરી છે. પણ જમીન સાથે અથડાયા બાદ તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.

ફ્લોરેન્સથી કેટલું નુકસાન થઈ શકે છે?

ઇમેજ સ્રોત, AFP
નેશનલ હરિકેન સેંટર(HNC)એ ફ્લોરેન્સને 'ભારે જોખમી ' હવામાન ફેરફાર તરીકે ગણાવ્યો છે. આ તટ વિસ્તાર અને અંદરનાં ભાગોમાં ભારે વરસાદ અને પૂરને કારણે પાયમાલી સર્જી શકે છે.
HNC કહે છે, “ફ્લોરેન્સને કારણે જીવલેણ પ્રભાવ પડી શકે છે. તટ વિસ્તારમાં 13 ફુટ ઊંચી લહેરો ઉદ્ભવી શકે છે અને લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવનારા વવાઝોડાનાં પવનથી ભારે તબાહી સર્જાઈ શકે છે.''
ફ્લોરેન્સ વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં 64 સેન્ટીમીટર સુધી વરસાદ પડી શકે છે અને ભારે વરસાદને કારણે અંદરનાં વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
અમેરિકાનાં કેટલાક જાણીતા હવામાનખાતાના વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, ફ્લોરેન્સ વાવાઝોડું વર્ષ 1989માં આવેલું આયે હ્યૂગો નામનું એ મોટું તોફાન કે જેમાં 49 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને અમેરિકાને 700 કરોડ ડૉલરનું નુકસાન થયું હતું , તેના કરતાં પણ વધારે ભયાનક પૂરવાર થઈ શકે છે .
આ વાવાઝોડાને કારણે અમેરિકાનાં બ્રુન્સવિક ન્યૂક્લિઅર રિએક્ટર પર પણ જોખમ છે કારણ કે ઉત્તર કેરોલાઈનામાં જે જગ્યાએ આ વાવાઝોડું જમીન સાથે અથડાય તેવી સંભાવના છે, આ ન્યૂક્લિઅર રિએક્ટર ત્યાંથી થોડાક જ અંતરે આવેલા સાઉથપોર્ટમાં આવેલું છે.

લોકોની તૈયારી કેવી છે?

ઇમેજ સ્રોત, AFP
આ વાવાઝોડાને કારણે અમેરિકાના પૂર્વના તટ વિસ્તારોમાં રહેતા લગભગ દસ હજાર લોકોને સુરક્ષિત પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના અને વર્જિનિયાનાં કેટલાક ભાગોમાં લોકોને ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
અન્ય પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભેગી કરવા માટે દુકાનોમાં જઈ રહ્યા છે.
સાઉથ કેરોલિનામાં એક હાર્ડવેયર સ્ટોર ચલાવતા જૉન જૉનસને સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું કે દુકાનોમાં બેટરી, ફ્લેશલાઈટ અને પ્લાસ્ટિકની ચાદરો ખરીદવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. કેટલાક પેટ્રોલપંપ પણ ખાલી થઈ ગયા છે.

અત્યાર સુધી રાષ્ટ્રપતિ ટ્રંપે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ વાવાઝોડાને કારણે શુક્રવારે મિસીસીપીમાં થનારી રેલી રદ કરી દીધી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઉત્તર અને દક્ષિણ કેરોલાઈના માટે ' કટોકટીની જાહેરાત ' પર હસ્તાક્ષર કર્યાં છે. સાથે સાથે વાવાઝોડાનો સામનો કરવા માટે સંઘનાં ભંડોળમાંથી મદદ પણ પૂરી પાડી છે.
મંગળવાર સાંજે ડોનાલ્ડ ટ્રંપે કહ્યું, ''સરકાર ફ્લોરેન્સ વાવાઝોડા સામે લડવામાં કોઈ કસર નહીં છોડે.”

ઇંશ્યોરન્સ અંગે લોકોમાં ચિંતા?

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાની સરકાર 'રાષ્ટ્રીય પૂર વીમો 'નામનો એક કાર્યક્રમ ચલાવે છે જે હેઠળ આખા દેશમાં વધારે જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરનું કવરેજ મળી શકે છે.
આ સરકારી કાર્યક્રમ અરબો ડૉલરનાં દેવા હેઠળ દબાયેલો છે. એવામાં વાવાઝોડાથી થનારી તબાહીની ભરપાઈ તો ઘરોનાં સાધારણ ઇંશ્યોરન્સથી જ થઈ શકે તેમ છે કારણ કે કયા ઘર પર પૂરનું કેટલું જોખમ છે તેનું મૂલ્યાંકન કરવું કપરું કામ છે.
કોઈ ખાનગી કંપની પાસે પૂર વીમો કરવવાની પક્રિયા 30 દિવસોમાં પૂરી થાય છે. કેરોલિનાના લોકો પાસે હવે એટલો સમય બચ્યો નથી કે તેઓ ફ્લોરેન્સ વાવાઝોડું આવે તે પહેલાં આમ કરાવી શકે.
અમેરિકાની એક સંસ્થાનાં જણાવ્યા અનુસાર વર્ષ 2016 સુધી દક્ષિણ રાજ્યોમાં રહેનારા માત્ર 14 ટકા અમેરિકન નાગરિકોએ પોતાના ઘરનો પૂર વીમો કરાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














