આખરે કઈ રીતે ઉત્તર ભારતમાં રેતનું તોફાન આવ્યું?

વીડિયો કૅપ્શન, આખરે કઈ રીતે ઉત્તર ભારતમાં રેતનું તોફાન આવ્યું?

મે મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ઓછામાં ઓછા 125 લોકો મૃત્યુ પામ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે લગભગ 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હશે.

વૃક્ષો ધરાશાયી થવાને કારણે તથા વીજ થાંભલાઓ ઊખડી ગયા. જેના કારણે રાજસ્થાન તથા યુપીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

IMDના તારણ મુજબ, ભારે ગરમી, ભેજ, અસ્થિર વાતાવરણ તથા વાવાઝોડા માટે જરૂરી 'ટ્રીગર'ને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.

વીડિયોમાં એનિમેશનની મદદથી જાણો કે કઈ રીતે આ વાવાઝોડું સર્જાયું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો