જાપાન પર 'ચામી' વાવાઝોડું ત્રાટક્યું, 84 લોકો ઘાયલ

ઇમેજ સ્રોત, EPA
જાપાનમાં શક્તિશાળી વાવાઝોડું 'ચામી' ત્રાટકતાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં છે. 216 કિમી/કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું આવતાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે.
'ચામી' વાવાઝોડું રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે આઠ વાગ્યે ત્રાટક્યું હતું.
તેની શરૂઆત જાપાનના પશ્ચિમી શહેર ઓસાકા પાસેથી થઈ હતી.

ઇમેજ સ્રોત, Reuters
વાવાઝોડું પૂર્વ દિશાનાં રાજ્યો તરફ આગળ વધતાં ઘણી ફ્લાઇટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે.
7.5 લાખ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, EPA
વાવાઝોડાની અસરથી એકંદરે 84 લોકો ઘાયલ થયાં છે.
જાપાનમાં આ મહિનાની શરૂઆતમાં 25 વર્ષનું સૌથી ભયંકર વાવાઝોડું આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે એક વાર ફરીથી જાપાન વાવાઝોડાની ઝપેટમાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, AFP
સપ્ટેમ્બરના પ્રારંભમાં અહીં 'જેબી' વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે પૂરની પરિસ્થિતિ પણ પેદા થઈ હતી અને સાત લોકોનાં મોત થયાં હતાં.

ઇમેજ સ્રોત, AFP
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














