પર્લ હાર્બરથી બદલાઈ ગઈ US-જાપાનની કિસ્મત

ઇમેજ સ્રોત, EPA
જાપાનના હિરોશિમા શહેર પર વર્ષ 1945માં 6 ઑગસ્ટના રોજ અમેરિકાએ પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો.
આજથી 77 વર્ષ પહેલાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વર્ષ 1941માં અમેરિકાના નેવી બેઝ પર્લ હાર્બર પર જાપાને હુમલો કર્યો હતો.
બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાની ભૂમિ પર કરવામાં આવેલો આ પ્રથમ હુમલો હતો.
જેમાં અમેરિકાના 2400 સૈનિકનાં મોત થયાં હતાં જ્યારે 8 યુદ્ધજહાજ સહિતના 19 જહાજ પણ નષ્ટ થઈ ગયાં હતાં.
તેમાં અમેરિકાના 328 વિમાનોને નુકસાન થયું હતું અથવા તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા.
જાપાને સતત એક કલાક 15 મિનિટ સુધી પર્લ હાર્બર પર બૉમ્બમારો કર્યો હતો.
જોકે, તેમાં જાપાનના 100થી વધુ સૈનિકો પણ માર્યા ગયા હતા. આથી અમેરિકા સીધું જ બીજા વિશ્વ યુદ્ધમાં સામેલ થઈ ગયું.
ત્યારબાદ અમેરિકાએ મિત્ર રાષ્ટ્રો તરફથી મોરચો સંભાળી લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમેરિકા માટે ચોંકાવનારો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર જ્યારે પરમાણુ બૉમ્બ ઝીક્યો ત્યારે તેને પર્લ હાર્બરનો બદલો માનવામાં આવ્યો હતો.
'ધી રિલક્ટન્ટ ફન્ડામેન્ટલ'ના લેખક મોહસિન હામિદે એકવાર કહ્યું હતું, "જાપાને 7 ડિસેમ્બર 1941ના રોજ સવારે પર્લ હાર્બર પર હુમલો કર્યો તે એક ઘટના માત્ર નહોતી."
"પર્લ હાર્બર સાથે અન્ય ઘણી બાબતો સંકળાયેલી હતી. આ એક ચુંબન હતું, એક ઝરણામાં તરણ હતું, માછીમારોને આશ્ચર્ય પણ હતું કે આટલો બધો હંગામો કેમ છે, ઉડાણ ભરવા તૈયાર પક્ષીઓનો આ એક સમૂહ હતો."
આપને આ પણ વાંચવું ગમશે
અમેરિકા માટે આ હુમલો ઘણો જ ચોંકાવનારો હતો કેમ કે આ સમયગાળા દરમિયાન વૉશિંગ્ટનમાં જાપાનના પ્રતિનિધિઓ અને અમેરિકાના વિદેશમંત્રી કૉર્ડેલ હલ વચ્ચે મહત્ત્વપૂર્ણ વાટાઘાટો ચાલી રહી હતી.
આ વાટાઘાટો જાપાન પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવા મામલે ચાલી રહી હતી.
અમેરિકાએ આ પ્રતિબંધો ચીનમાં જાપાનના વધતા હસ્તક્ષેપ બાદ લગાવ્યા હતા.

કોણે યુદ્ધની જાહેરાત કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આમ આર્થિક પ્રતિબંધો અને ચીનને મિત્ર સેનાની મદદના કારણે નારાજ થઈને જાપાને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું.
આથી અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રેન્કલીન. ડી. રુઝવેલ્ટે પણ જાપાન વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કર દીધી હતી.
જોકે, વર્ષ 2016માં જાપાનના વડા પ્રધાન શિંજો આબે અને અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા પર્લ હાર્બરમાં મળ્યા હતા.
ઉપરાંત વર્ષ 2016-મે મહિનામૈં બરાક ઓબામાએ જાપાનના હિરોશિમા શહેરની મુલાકાત લીધી હતી.. અત્યાર સુધી અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપતિએ આ પૂર્વે હિરોશિમાની મુલાકાત નહોતી લીધી. આવું કરનારા ઓબામા પહેલા રાષ્ટ્રપ્રમુખ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














