ઍપલનો નવો iPhone XS લૉન્ચ થયો 1.10 લાખ રૂપિયાની કિંમત

ઍપલ

ઇમેજ સ્રોત, APPLE

    • લેેખક, લીઓ કેલિઓન
    • પદ, ટેક્નૉલૉજી ડેસ્ક એડિટર

ઍપલે તેના iPhone Xને વધુ ત્રણ શક્તિશાળી મૉડલ સાથે અપડેટ કરીને બજારમાં ક્યા છે. આ ત્રણ મૉડલ્સમાંથી બે અગાઉના ફોન કરતાં મોટા છે.

iPhone XS Max 6.5 ઇંચ (16.5 સેમી.)ની ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone XSની ડિસ્પ્લે અગાઉના 5.8 ઇંચના ઑરિજિનલ માપની જ છે.

iPhone XRની સ્ક્રીન 6.1 ઇંચની છે, પરંતુ તેની ગુણવત્તા ઓછી છે.

iPhone XSની સાથે સાથે ઍપલે નવી સ્માર્ટવૉચ પણ લૉન્ચ કરી છે, જેમાં ફૉલ-ડિટેક્શન ફંક્શન છે.

જ્યારે iPhone X લૉન્ચ થયો ત્યારે મનાતું હતું કે, તેની અન્યની સાપેક્ષે 999 પાઉન્ડ (93753.80 રૂપિયા)ની ઊંચી કિંમત તેના વેચાણ પર અસર કરશે.

આઇફોનનું લૉન્ચ

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ ઍપલે કહ્યું હતું કે, તેમને iPhone X તેના ઓછી કિંમત ધરાવતા iPhone 8 કોઈ પણ મૉડલ કરતાં વધુ લોકપ્રિય હોવાનું સાબિત થયું છે.

માર્કેટ રિસર્ચ કંપનીઓએ પણ દર્શાવ્યું છે કે, iPhone X તેની હરિફ કંપનીઓના ફ્લૅગશિપ (મુખ્ય) મોડલ્સ કરતાં પણ વધુ સંખ્યામાં વેચાયો હતો.

તેને કારણે જ ઍપલ એક ટ્રિલિયન ડૉલર્સ (લગભગ 7 લાખ કરોડ રૂપિયા)નું બજારમૂલ્ય ધરાવતી વિશ્વની પ્રથમ કંપની બની હતી.

જોકે, ચીનની મોબાઇલ ફોન નિર્માતા કંપની હુઆવી સ્માર્ટફોનનાં બજાર હિસ્સાની દૃષ્ટિએ ઍપલને એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ત્રીજા ક્રમે ધકેલી દીધી હતી.

આ મુદ્દે ટિપ્પણી કરતા આઈડીસી (IDC)ના ફ્રાન્સિસ્કો જેરોનિમોએ જણાવ્યું, "હુઆવીએ ઍપલને પાછળ રાખી દીધી તેનું કારણ એ છે કે ઍપલ સ્માર્ટફોન માર્કેટના મધ્યમ અને ઓછી કિંમતના હિસ્સા પર ધ્યાન નથી આપી રહી."

"પ્રીમિયમ સેગમેન્ટમાં ઍપલની સ્થિતિ ખૂબ સારી છે, જેને અમે આગામી 18 મહિના સુધી બદલવા નથી માગતા."

શું તમે આ વાંચ્યું?

અત્યારસુધી ઍપલે વેચેલા હૅન્ડસેટની તુલનામાં XS Max સૌથી મોંઘો હૅન્ડસેટ બની જશે. તેની કિંમત અંદાજિત રૂપિયા 1.03 લાખથી 1.36 લાખ સુધીની હશે.

જ્યારે XRની અંદાજિત કિંમત રૂપિયા 70,454 થી 84,564 સુધીની રહેશે. આ મૉડલ્સ હજી ભારતમાં લૉન્ચ નથી થયાં. ભારતમાં XS Max કિંમત અંદાજે રૂપિયા 1.10 લાખ રહેવાની શક્યતા છે.

line

મોટી સ્ક્રીન

ઍપલ

ઇમેજ સ્રોત, APPLE

the iPhone XS Maxની ડિસ્પ્લે iPhone 8 Plusની 5.5 ઇંચની ડિસ્પ્લે કરતાં થોડી મોટી છે. જોકે આ બન્ને ફોનનું કદ લગભગ એકસરખું છે.

કન્સલ્ટન્સી ક્રિએટીવ સ્ટ્રેટજીનાં વિશ્લેષક કોરૉલિના મિલાનેસીએ કહ્યું, "iPhone Xની સ્ક્રીન પણ મોટી હતી, જે ગ્રાહકો પ્લસ મૉડલ વાપરતા હતા એ લોકોએ મોટા ફોનનો અનુભવ ગુમાવી દીધો. ઘણા અંશે iPhone X જેવો જ અનુભવ Maxનો જોવા મળશે."

iPhone XRમાં પણ મોટી સ્ક્રીન છે પણ એમાં OLED ટેકનૉલૉજીના બદલે LCD ટેકનૉલૉજીનો ઉપયોગ કરાયો છે. જ્યારે OLED ટેકનૉલૉજીની સ્ક્રીન વધારે મોંઘા ડિવાઇસમાં જોવા મળે છે.

આ મૉડલના ચેસિસ સ્ટીલના બદલે ઍલ્યુમિનિયમમાંથી બનેલી છે. તો આ ફોનનું ડૅમેજ રેઝિસ્ટન્સ ઓછું હશે.વધારે મોંઘા મૉડલ છ અલગઅલગ કલરમાં જોવા મળશે.

વિશ્લેષકો માને છે કે iPhoneના ગ્રાહકો પૈકી જેમણે પોતાના ફોન ગયા વર્ષે અપગ્રેડ નથી કર્યા એ લોકો પાસે ફોન અપગ્રેડ કરવાની આ વખતે તક છે.

યૂબીએસના વિશ્લેષક સૂચન કરે છે, "iOS અને Android બન્ને પ્રત્યેનું બંધન ઘણું વધારે છે."

"સાદી વાત છે, iPhoneને iPhoneથી જ બદલી શકાય, પ્રશ્ન એ છે કે ક્યારે? અને આ ક્યારેનો સંદર્ભ અલગઅલગ હોઈ શકે. જેમકે આકાર, કદ, સ્ક્રીન સંદર્ભે પણ હોઈ શકે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

નવા ફોનમાં A12 બાયૉનિક પ્રોસેસર છે, જે નવું ફીચર છે. કંપની પ્રથમ વખત સેવન નેનૉમીટર ટ્રાન્ઝિસ્ટર ટેકનૉલૉજીનું ફીચર આપી રહી છે, જેના કારણે કમ્પ્યૂટેશન સ્પીડમાં વધારો થશે.

આ ટેકનૉલૉજીની મદદથી અન્ય એક ફાયદો એ પણ થશે કે iPhone XSની બૅટરી X કરતાં 30 મિનિટ વધારે ચાલશે.

કંપનીનો એવો પણ દાવો છે કે ફેસ આઈડી સિસ્ટમ અગાઉના ડિવાઇસ કરતાં ઝડપથી કામ કરશે.

A12 બાયૉનિક પ્રોસેસરના કારણે નવા સોફ્ટવૅર ઉપોયગી થઈ શકશે.

નવા મશીન બાદનો નવા સોફ્ટવૅરનો અનુભવ રસપ્રદ હશે.

હુઆવીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેમણે પોતાની 7 નેનૉમીટર ચીપ વિકસાવી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

એવી અફવાઓ હતી કે iPhonesના નવા મૉડલ પૈકી એકમાં ત્રણ કૅમેરા હશે, જેવા હુઆવી P20 Proમાં છે. પણ ઍપલે XS Max અને XSમાં 2 જે કૅમેરા આપ્યા છે. જ્યારે XRમાં માત્ર એક જ કૅમેરો છે.

જોકે ઍપલે એક નવું ફીચર આપ્યું છે. જેમાં ફોટો પાડી લીધા બાદ તેની ડેપ્થ બદલી શકાશે. જે ફોટોનું બૅકગ્રાઉન્ડ બ્લર હોય તેની ડિગ્રી બદલવાનું ફીચર પણ મળશે.

XS અને XS Maxમાં બે મોબાઇલ કોન્ટ્રાક્ટ સપોર્ટ કરશે. મોટાભાગના દેશોમાં તે સામાન્ય સિમકાર્ડ દ્વારા થઈ શકશે, જ્યારે અન્ય દેશોમાં ઈ-સિમ દ્વારા ચાલી શકશે. જેને ક્યૂઆર કૉડ દ્વારા ઍક્ટિવ કરી શકાશે.

ચીનના ગ્રાહકો માટે બે સામાન્ય સિમકાર્ડ ધરાવતાં ડિવાઇસની જરૂર પડશે.

line

ગ્રાહકોને અન્ય પણ ફાયદા મળશે

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

  • વિદેશમાં મુસાફરી કરતી વખતે પોતાના સામાન્ય નંબર પર કૉલિંગનો ઉપયોગ કરી શકાય એવી હંગામી સેવા આપવામાં આવશે.
  • અંગત તથા પ્રૉફેશનલ એમ બે એકાઉન્ટ એક જ ફોનમાં ઇન્સ્ટોલ હશે.
  • પોતાના નંબર પર જ ઓછા દરે મોબાઇલ ડેટા મેળવી શકાશે.

ઈ-સિમનું ફીચર ગૂગલે Pixel 2માં આપ્યું છે. સીસીએસ ઇનસાઇટના બૅન વૂડે કહ્યું, "ઍપલે ટીકાનો સામનો કરવો પડશે કારણકે નવી પ્રોડક્ટ્સમાં નાના સુધારા જ છે."

"હકીકત એ છે કે ઍપલે 2 બિલિયન જેટલા iOS ડિવાઇસ વેચ્યા છે, જે તેની સફળતાનો પૂરાવો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો