સર્વેક્ષણ : વિશ્વભરમાં આ શહેર રહેવા માટે સૌથી સારું

ઇમેજ સ્રોત, Getty Images
'રહેવા માટે વિશ્વના શ્રેષ્ઠ ('લિવેબલ') શહેર'ની યાદીમાં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેર પાસેથી ટોચનું સ્થાન આંચકી લીધું છે.
યુરોપનું કોઈ શહેર આ પ્રકારની યાદીમાં ટોચનું સ્થાન પામ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે. ભારતનું કોઈ શહેર ટોચના દસ શહેરોમાં સ્થાન નથી પામ્યું.
આ યાદી દર વર્ષે ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્ટ યુનિટના વાર્ષિક વૈશ્વિક સર્વેક્ષણ બાદ તૈયાર કરવામાં આવે છે.
સમગ્ર વિશ્વના 140 શહેરોને આવરી લેતી આ યાદી તૈયાર કરવા માટે વિવિધ માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં રાજકીય અને સામાજિક સ્થિરતા, ગુનાખોરી, શિક્ષણ અને આરોગ્યસેવા જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષના સર્વેક્ષણના સંપાદક રૉક્સાના સ્લાવશેવાએ જણાવ્યું હતું કે, "ઘણા પશ્ચિમી યુરોપિયન શહેરો"માં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે વિયેના આ યાદીમાં ટોચનું સ્થાન પામ્યું તે દર્શાવે છે કે, "સમગ્ર યુરોપમાં ફરીથી સ્થિરતા" જોવા મળી રહી છે.
આ સર્વેક્ષણ અનુસાર યાદીમાં સ્થાન પામેલાં લગભગ અડધા શહેરોનાં 'લિવેબિલિટી' રેન્કિંગમાં ગત વર્ષની સરખામણીએ સુધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં સાત વર્ષથી આ યાદીમાં પ્રથમ ક્રમાંકે રહેલું મેલબોર્ન આ વર્ષે બીજા ક્રમે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બે શહેરો - સિડની અને એડીલેઇડ પણ સ્થાન પામ્યા છે.
જ્યારે આ યાદીમાં યુદ્ધગ્રસ્ત સીરિયાનું દમાસ્કસ શહેર સૌથી નીચે છે, આથી તે વિશ્વનું સૌથી ઓછું રહેવાલાયક શહેર બન્યું છે.
દમાસ્કસ બાદ સૌથી ઓછા રહેવાલાયક શહેરોમાં બાંગ્લાદેશના ઢાકા અને નાઇજેરિયાના લાગોસનો સમાવેશ થાય છે.
'ધ ઇકૉનૉમિસ્ટ' મેગેઝિને જણાવ્યું હતું કે ગુનાખોરી, દેશમાં અશાંતિ, આતંકવાદ અને યુદ્ધ જેવા પરિબળોએ આ શહેરોને યાદીમાં સૌથી નીચેના ક્રમાંકે ઘકેલી દીધાં છે.
વર્ષ 2018માં વિશ્વનાં 10 સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેરો
- વિયેના, ઓસ્ટ્રિયા
- મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા
- ઓસાકા, જાપાન
- સિડની, ઓસ્ટ્રેલિયા
- વાનકુવર, કેનેડા
- ટોક્યો, જાપાન
- ટોરોન્ટો, કેનેડા
- કોપનહેગન, ડેનમાર્ક
- એડિલેઇડ, ઓસ્ટ્રેલિયા
વર્ષ 2018માં વિશ્વનાં 10 રહેવાલાયક શહેરોની યાદીમાં સૌથી નીચે રહેલાં શહેરો
- દમાસ્કસ, સીરિયા
- ઢાકા, બાંગ્લાદેશ
- લાગોસ, નાઇજીરિયા
- કરાચી, પાકિસ્તાન
- પોર્ટ મોરેસ્બી, પાપુઆ ન્યૂ ગીની
- હરારે, ઝિમ્બાબ્વે
- ત્રિપોલી, લિબિયા
- દૌઅલા, કૅમરૂન
- આલ્જિયર્સ, અલજીર્યા
- ડકાર, સેનેગલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












