પાક.ના PM અને સત્તા પર સતત લટકતી તલવાર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ હનીફ
- પદ, વરિષ્ઠ પત્રકાર, પાકિસ્તાન
વર્ષ 1999ની વાત છે. નવાઝ શરીફ પાકિસ્તાનના શક્તિશાળી વડા પ્રધાન હતા. તેમણે ઘણા જનરલોને હાંસિયામાં ધકેલીને પરવેઝ મુશર્રફને જનરલ બનાવ્યા હતા. મુશર્રફ પંજાબી નહોતા.
પરંતુ જ્યારે તેમણે મુશર્રફની હકાલપટ્ટી કરવાના કોશિશ કરી ત્યારે જોવા મળ્યું કે તે એટલા શક્તિશાળી નથી જેટલા તેમને માનવામાં આવતા હતા.
નવાઝનું વિમાન હવામાં હતું એ જ સમયે જનરલ મુશર્રફે માર્શલ લૉ લાગુ કરી દીધો અને પોતાને ચીફ એક્ઝેક્યુટિવ ગણાવવા લાગ્યા.

જ્યારે નવાઝે પાકિસ્તાન છોડવું પડ્યું

ઇમેજ સ્રોત, EPA
દિલ્હીમાં જન્મેલા મુશર્રફે નવાઝને જેલમાં ધકેલી દીધા, પણ અમેરિકાના મિત્રોએ નવાઝનો બચાવ કરીને તેમને માફી અપાવી અને સાઉદી અરબ મોકલવાની વ્યવસ્થા કરી.
એક પત્ર પર સહી કરીને તેમનો દેશનિકાલ કરવામાં આવ્યો અને સાઉદી અરેબિયાના બાદશાહે થોડી ઢીલ આપતા નવાઝ લંડન પહોંચી ગયા.
કેટલાક દિવસ સુધી સ્યૂટ-બૂટમાં લંડનમાં ફરતા રહ્યા અને પછી કહ્યું, "હું ઇસ્લામાબાદ જઈ રહ્યો છું."
આપને આ પણ વાંચવું ગમશે
તેમણે તેમના સમર્થકોને કહ્યું કે, "હું આવી રહ્યો છું તમે પણ ઍરપોર્ટ પર પહોંચી જજો."
આથી હું પણ અન્ય પત્રકારોની જેમ ઇસ્લામાબાદ ગયો. વિમાનમાં નવાઝ માટે સૂત્રોચ્ચાર કરાયા અને દુઆ પણ માંગવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવાઝ તેનાથી ખુશ પણ થયા અને એક યુવકે ભાવુક થઈને ગીત પણ ગાયું કે, "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાઝૂ-એ-કાતિલ મેં હૈ."

મુશર્રફે નવાઝનું લાઠીચાર્જથી સ્વાગત કર્યુ?

ઇમેજ સ્રોત, AFP
પરંતુ ઇસ્લામાબાદ પહોંચ્યા તો ખબર પડી કે મુશર્રફ પાસે વધુ તાકત છે. તેમણે એવી ગોઠવણ કરી કે નવાઝના એક પણ સમર્થક હવાઇમથકે ફરકી ન શક્યા.
દરેક સ્થળે આર્મી અને પોલીસને ભારે બંદોબસ્ત ગોઠવી દીધો. વળી ઍરપોર્ટ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો.
નવાઝ પહોંચ્યા એટલે તેમને વિમાનમાંથી ઊતારવામાં આવ્યા અને કૅમેરા સાથે ઊભેલા લોકોને હટાવીને નવાઝને ફરીથી બીજા વિમાનમાં બેસાડી સાઉદી અરેબિયા મોકલી દીધા.
નવાઝ શરીફના કર્મો સારા હતા કે તેમની કિસ્મત બદલાઈ અને ફરીથી વડાપ્રધાન બન્યા. જોકે પાકિસ્તાનના અન્ય સત્તાધિશોને તે પસંદ ન આવ્યા.
પાકિસ્તાનના બહાદુર જનરલ્સ અને ન્યાયમૂર્તિઓએ તેમની હકાલપટ્ટી કરી દીધી અને સજા પણ કરી.
હવે નવાઝ ફરીથી વિમાનમાં બેસીને લંડનથી લાહોર પહોંચવાના છે. તેમણે સમર્થકોને કહી દીધું છે કે તેઓ ઍરપૉર્ટ પર ભેગા થઈ જાય.
હજુ સુધી એ સમજાઈ નથી રહ્યું કે કોઈ પાકિસ્તાનના વડા પ્રધાન શા માટે બનવા માગે?
અમારા પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી હતા. તેમને ગોળી મારી દેવાઈ હતી અને પછી એમને ગોળી મારનાર વ્યક્તિને પણ ગોળી મારી દેવાઈ.

પાકિસ્તાનમાં મર્દોને પર્ચા વહેંચતા એકમાત્ર મહિલા

ઇમેજ સ્રોત, Getty Images
તેમના પછી પાકિસ્તાનમાં ઝુલ્ફિકાર ભુટ્ટો વડાપ્રધાન બન્યા. તેમનાં વિશે 'ફક્ર-એ-એશિયા'ના સૂત્રોચ્ચાર થતાં હતાં.
તેમનાં દીકરી બેનઝીર ભુટ્ટો બે વખત વડાં પ્રધાન બન્યાં. તેમની પણ હત્યા કરી દેવામાં આવી.
આજ સુધી તેમના હત્યારા કોણ છે તે જાણી શકાયું નથી. જે મુશર્રફે નવાઝ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, તેઓ દુબઈમાં બેઠા બેઠા હસતા હશે.

ઇમેજ સ્રોત, AFP
તાજેતરમાં સાંભળવા મળ્યું હતું કે તેઓ લંડન જઈ રહ્યા છે. વળી બીજી તરફ નવાઝ લંડનથી લાહોર આવી રહ્યા છે.
જેલ તો જવાનું જ છે પરંતુ એટલી દુઆ કે પોતાના પગ પર ચાલીને જાય અને તેમની પર લાઠીચાર્જ કરવામાં ન આવે.
તેમ છતાં સમજમાં નહીં આવ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન બનીને શું મળી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














