થાઇલૅન્ડની મળો ગુફામાંથી બાળકોને બચાવનાર નાયકો

બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, THAI GOVERNMENT PUBLIC RELATIONS DEPARTMENT

ઇમેજ કૅપ્શન, ગુફામાંથી બહાર નીકળ્યા બાદ બાદ બાળકોની આ સૌપ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે

થાઇલૅન્ડની ગુફામાંથી તમામ 12 બાળકો અને તેમના કોચને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.

સાંકડા, વાંકાંચૂકાં રસ્તાઓ, પાણીથી ભરાયેલી અને અંધારી ગુફામાંથી બાળકોને બહાર લાવવાની કામગીરી મૃત્યુના દરવાજેથી પાછા આવવા જેવી હતી.

એક તરફ સતત વરસાદના કારણે આ મિશનમાં અડચણ ઊભી થતી હતી, જ્યારે બીજી તરફ સમસ્યા એ હતી કે બાળકો તરી શકતાં ન હતાં. ઑક્સિજનનું પ્રમાણ પણ ઓછું હતું.

આ બધી બાબતોને ધ્યાને રાખીને શરૂમાં એવું કહેવાયું હતું કે બાળકોને બહાર કાઢવામાં મહિનાઓ લાગી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુફામાં ઑક્સિજન સિલેન્ડર આપવા ગયેલા મરજીવાનું પરત આવતી વખતે મૃત્યુ થઈ ગયું હતું.

જેના આધારે સ્થિતિની ગંભીરતા સમજી શકાય છે. પણ અસંખ્ય મુશ્કેલીઓ હોવા છતાં તમામને માત્ર ત્રણ દિવસમાં સુરક્ષિત બહાર કાઢી લેવાયા.

આ સફળતા હાંસલ કરવા માટે એક ટીમ કામ કરી હતી, જે આ કામગીરી માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હતી.

મળો ટીમના એ નાયકોને જેમણે અશક્ય લાગતું આ મિશન શક્ય કરી બતાવ્યું.

line

જૉન વોલેન્થન, રિચર્ડ સ્ટેનટોન અને રૉબર્ટ ચાર્લ્સ હાર્પર

થાઇલૅન્ડ બચાવ કામગીરી

ઇમેજ સ્રોત, AFP/Getty

ઇમેજ કૅપ્શન, જૉન વોલેન્થન, રિચર્ડ સ્ટેનટોન અને રૉબર્ટ ચાર્લ્સ હાર્પર

બ્રિટૉન જૉન વોલેન્થન એ વ્યક્તિ છે કે જેમનો અવાજ ગુફામાં નવ દિવસ સુધી ફસાયેલા બાળકો અને તેમના કોચે પહેલી વખત સાંભળ્યો હતો.

ચિયંગ રાય સ્થિત ટૅમ લૂંગ ગુફામાં ફસાયેલા બાળકોને શોધવા માટે થાઇલૅન્ડ સરકારે બ્રિટનના વોલેનથન, રિચર્ડ સ્ટેનટો અને રૉબર્ટ ચાર્લ્સ હાર્પરને મદદ માટે બોલાવ્યા હતા. આ ત્રણ 'કેવ એક્સપર્ટ' છે.

સ્ટેનટોન પહેલાં ફાયર બ્રિગેડમાં પણ કામ કરી ચૂક્યા છે. આ ત્રણેય નૉર્વે, ફ્રાંસ અને મેક્સિકોમાં પણ બચાવ કામગીરી કરી ચૂક્યા છે.

line

સુમન ગુનન

સુમન ગુનન

ઇમેજ સ્રોત, INSTAGRAM/SMAANKUNAN

ઇમેજ કૅપ્શન, સુમન ગુનન

38 વર્ષના સુમન ગુનન એ વ્યક્તિ છે કે જેઓ ગુફામાં ઑક્સિજસ સિલેન્ડર આપવા ગયા હતા અને પરત આવતી વખત બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

સુમન ગુનન થાઈ નેવીમાં મરજીવા હતા. તેમણે નોકરી છોડી દીધી હતી પરંતુ બચાવ કામગીરીમાં જોડાવવા માટે તેઓ પાછા આવી ગયા હતા.

થાઇલૅન્ડના રાજાએ સુમન ગુનના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી.

line

ડૉક્ટર રિચર્ડ હૅરિસ

ડૉક્ટર રિચર્ડ હૅરિસ

ઇમેજ સ્રોત, EDWARD GODFREY/TWITTER

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર રિચર્ડ હૅરિસ

ઑસ્ટ્રેલિયાના ડૉક્ટર રિચર્ડ હૅરિસ ડાઇવિંગ કરવાનો દસકાઓનો અનુભવ ધરાવે છે.

ગુફામાં બાળકોની તપાસ કર્યા બાદ તેમણે ગ્રીન સિગ્નલ આપ્યું હતું, જેના પછી બચાવ કામગીરી શરૂ થઈ હતી.

બાળકો નવ દિવસ સુધી કંઈ પણ ખાધાપીધા વગર કમજોર થઈ ગયા હતા, એ કારણથી ડાઇવિંગની મદદથી તેમને બહાર કાઢવું ખતરનાક હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડૉક્ટર હૅરિસ ઑસ્ટ્રેલિયા, ચીન, ક્રિસમસ આઇલૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડમાં બચાવ કામગીરી કરી ચૂક્યા છે.

line

બેન રેમેનૈંન્ટ્સ

બેન રેમેનૈંન્ટ્સ

ઇમેજ સ્રોત, FACEBOOK.COM/BEN.REYMENANTS

ઇમેજ કૅપ્શન, બેન રેમેનૈંન્ટ્સ

બેલ્જિયમના બેન રેમેનૈંન્ટ્સ ફુકેટમાં ડાઇવિંગનો બિઝનેસ કરે છે.

કહેવાય છે કે બચાવ કામગીરીના પહેલા દિવસે તેમણે જ સૌથી પહેલાં ગુફામાં બાળકોને શોધી કાઢ્યાં હતાં.

line

ક્લૉસ રૅસમિસેન

ક્લૉસ રૅસમિસેન

ઇમેજ સ્રોત, FACEBOOK.COM/MIKKO.PAASI.3

ઇમેજ કૅપ્શન, ક્લૉસ રૅસમિસેન

સ્કૂલોમાં ડાઇવિંગ શીખવતા રૅસમિસેન એક ડાઇવિંગ કંપનીમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ કામ કરે છે.

તેમણે એશિયાના ઘણા દેશોમાં ડાઇવિંગ કર્યું છે.

line

મીકો પાસી

ફેસબુક પોસ્ટ

ઇમેજ સ્રોત, KRISTA PAASI

ઇમેજ કૅપ્શન, મીકો પાસી

ફિનલૅન્ડના મીકો પાસી ટેકનિકલ ડાઇવિંગમાં પાવરધા છે.

તેમનાં પત્નીએ એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે જે દિવસે તેઓ બચાવ કામગીરીમાં સામેલ થવા માટે થાઇલૅન્ડ આવ્યા હતા, એ દિવસે તેમના લગ્નની આઠમી વર્ષગાંઠ હતી.

line

ઇવાન કેર્દઝી

ઇવાન કેર્દઝી
ઇમેજ કૅપ્શન, ઇવાન કેર્દઝી

ઇવાન થાઇલૅન્ડમાં જ એક ડાઇવિંગ સેન્ટ ચલાવે છે.

તેમણે બીબીસીને કહ્યું હતું કે જ્યારે તેમણે ગુફામાં બાળકોને જોયાં તો તેમણે ખ્યાલ ન આવ્યો કે તેઓ જીવે છે કે નહીં.

જોકે, તેમણે જીવિત અને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો.

line

એરિક બ્રાઉન

એરિક બ્રાઉન

ઇમેજ સ્રોત, FACEBOOK.COM/MIKKO.PAASI.3

ઇમેજ કૅપ્શન, એરિક બ્રાઉન (ડાબે)

કેનેડાના એરિક બ્રાઉન એક ટેકનિકલ ડાઇવર છે અને તેમણે ઇજિપ્તમાં એક ડાઇવિંગ સ્કૂલ પણ ખોલી છે.

મંગળવારે રાત્રે તેમણે ફેસબુક પર કહ્યું કે છેલ્લા નવ દિવસોમાં તેઓ સાત ડાઇવિંગ મિશન પૂર્ણ કરી ચૂક્યા છે.

line

થાઈ નેવી અને ડૉક્ટર

થાઈ સૈનિક અને ડૉક્ટર

ઇમેજ સ્રોત, FACEBOOK/THAI NAVY SEALS

વિશેષ રક્ષાદળો આ રેસ્ક્યૂ મિશનનો ભાગ હતાં.

એમાં પણ સૌથી ખાસ છે ડૉક્ટર પાક લોહાર્નશન અને એ ત્રણ મરજીવા કે જેમણે ગુફામાં બાળકો સાથે રોકાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

થાઇલૅન્ડની નેવીએ તેમના ફેસબુક અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ડૉક્ટર લોહાર્નશન એક બાળકના જખમ પર દવા લગાવી રહ્યા છે.

થાઇલૅન્ડ નેવીના સૈનિકોએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ મંગળવારે મોડી સાંજે સૌથી છેલ્લે ગુફામાંથી બહાર આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો