એ શહેર જ્યાં 80 લાખ રૂપિયા કમાનારા પણ ગરીબ ગણાય

બોસ્ટનની તસવીર

ભારતમાં જો કોઈની આવક મહિને એક લાખ રૂપિયા કે વર્ષના 12 લાખ રૂપિયા હોય તો તેને ‘ભાઈ તારે તો જલસા છે’, ‘તને પૈસાની બાબતમાં ક્યાં વાંધો આવે તેમ છે’, ‘તું તો લાખો કમાય છે’ જેવાં વાક્યો સાંભળવા મળે છે.

એને એક સફળ વ્યક્તિ સમજવામાં આવે છે. પણ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાં કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 80 લાખ રૂપિયા હોય તો પણ તે ગરીબ ગણાય છે.

આ શહેર છે અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને સાન મેટીઓ અને મરીન કાઉન્ટીમાં ગરીબીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ચાર લોકોના એક પરિવારની વાર્ષિક આવક છ આંકડામાં હશે તો તેઓ ગરીબ કહેવાશે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન ડૅવલપમૅન્ટના એક રિપોર્ટ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે અહીંના અમુક પરિવારો પોતાનો ઘર ખર્ચ સારી રીતે ઉપાડી શકે છે.

એવું કહેવાતું કે સાન ફ્રાન્સિસ્કો અને સાન મેટીઓ અને મરીન કાઉન્ટીમાં ચાર સભ્યોનાં એક પરિવારની આવક 1,17,400 ડૉલર= લગભગ 80 લાખ છે તો તેઓ ગરીબ છે.

જ્યારે સમગ્ર દેશની વાત કરવામાં આવે તો, જેની આવક 73,300 ડૉલર (આશરે 50 લાખ રૂપિયા) છે, તેઓ અતિ ગરીબની યાદીમાં છે.

line

ગરીબીરેખા હેઠળનું જીવન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સાન ફ્રાન્સિસ્કોની નવી નક્કી કરેલી ગરીબીરેખાને મધ્યમાં રાખીને જોઈએ તો અમેરિકામાં બે તૃતીયાંશ પરિવારો એવા છે જેઓ ગરીબીરેખા હેઠળ આવે છે.

અમેરિકામાં સામાન્ય રીતે ચાર સભ્યો ધરાવતા મધ્યમવર્ગના પરિવારની આવક 91,000 ડૉલર (આશરે 62 લાખ રૂપિયા) છે.

32.6 કરોડની વસતી ધરાવતા સમગ્ર દેશમાં 40 મિલિયનથી વધુ લોકો એવા છે જેઓ ગરીબીરેખા હેઠળ જીવન જીવે છે.

આવકનો માપદંડ રજૂ કરતો ચાર્ટ

અમેરિકાનાં અમુક શહેરોમાં નોકરીઓ પ્રમાણે પગારધોરણ અલગઅલગ છે.

સાન ફ્રાન્સિસ્કોની વાત કરી એ તો તે ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી અને અન્ય હાઇ-ટેક ઇન્ડસ્ટ્રીનું કેન્દ્ર છે.

આ કારણે આ શહેરનો આર્થિક ગ્રાફ એવું જણાવે છે કે સમગ્ર દેશમાં આ શહેર સૌથી વધુ કમાતા કર્મચારીઓનું ઘર છે.

વર્ષ 2008થી 2016 વચ્ચે સાન ફ્રાન્સિસ્કોના મેટ્રો વિસ્તારમાં ફૂલ ટાઇમ કામ કરતા લોકોની ઉંમર 25થી 64 વર્ષ હતી જે બીજાં શહેરોના મેટ્રો વિસ્તાર કરતા 26 ટકા વધારે હતી.

વર્ષ 2016માં તેમની આવકનો આંકડો 63 હજાર ડૉલર સુધી (આશરે 43 લાખ રૂપિયા) પહોંચી ગયો હતો.

પરંતુ અમેરિકાનાં બીજાં પણ એવાં શહેરો છે જ્યાં કર્મચારીઓને વધુ વેતન મળે છે.

line

ડૉક્ટરની આવક 1 કરોડ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હાલનાં વર્ષોમાં સેન જોસ શહેરમાં 25થી 64 વર્ષના ફુલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની આવક 65 હજાર ડૉલર (આશરે 44 લાખ રૂપિયા) હતી.

આ જ ઉંમરના કર્મચારીઓ વૉશિંગ્ટન ડીસીમાં 60,600 ડૉલર (આશરે 41 લાખ રૂપિયા) અને બોસ્ટનમાં 55,700 ડૉલર (આશરે 38 લાખ રૂપિયા) કમાય છે.

વધુ વેતન ચૂકવતાં આ શહેરોમાં એવી ઘણી નોકરીઓ છે જ્યાં સારો એવો પગાર ચૂકવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સાન ફ્રાન્સિસ્કોમાં ડૉક્ટરની આવક 1,93,400 ડૉલર (આશરે 1.32 કરોડ રૂપિયા) સુધી હોઈ શકે છે.

ચીફ એક્ઝિક્યુટિવ અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેટરની આવક 1,67,300 ડૉલર એટલે કે 1.15 કરોડ રૂપિયાની આસપાસ હોય છે.

પરંતુ એવાં પણ ઘણાં લોકો છે જેઓને ખૂબ જ ઓછું વેતન મળે છે.

સાન ફ્રાન્સિસ્કોમાં જો સૌથી ઓછું કમાતા હોય તો તેઓ ખેડૂતો છે. તેમની આવક 18,500 ડૉલર (આશરે 12 લાખ રૂપિયા) હોય છે.

જ્યારે ચાઇલ્ડ કેર કર્મચારીઓની આવક 22,300 ડૉલર (આશરે 15 લાખ રૂપિયા) છે.

અમેરિકાના જ ડેટ્રોઇટ શહેરની વાત કરવામાં આવે તો ત્યાં એક ડૉક્ટરની આવક 1,44,300 ડૉલર (આશરે 99 લાખ રૂપિયા) હોય છે.

જ્યારે ચાઇલ્ડ કેર કર્મચારી માત્ર 15 હજાર ડૉલર (10 લાખ રૂપિયા) કમાય છે.

દેશનાં બીજાં શહેરોની તુલનાએ સાન ફ્રાન્સિસ્કોમાં રહેવાનો ખર્ચ 25 ટકા વધારે છે. જોકે, બીજા શહેરો કરતાં અહીં કમાણીનો આંકડો પણ 45 ટકા વધુ છે.

(આ અહેવાલ સૌપ્રથમ 11 જુલાઈ, 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન