થાઇલૅન્ડ: ગુફામાં ફસાયેલાં બાળકોએ માતાપિતાને લખ્યું, 'ચિંતા ન કરશો'

ઇમેજ સ્રોત, FACEBOOK/EKATOL
છેલ્લાં બે સપ્તાહથી થાઇલૅન્ડની ગુફામાં ફસાયેલાં બાળકોએ તેમના માતાપિતાને લાગણીસભર પત્ર લખ્યો છે.
હાલ ગુફામાં પાણી ભરેલું હોવાથી તેમને તાત્કાલિક બહાર કાઢી શકાય એમ નથી.
આ પહેલાં થાઇલૅન્ડની નેવીએ કહ્યું હતું કે કદાચ તેમને બહાર કાઢતા મહિનાઓનો સમય લાગી શકે છે.
દસ દિવસથી ગુફામાં ફસાયેલાં આ બાળકોને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
આ તમામની વચ્ચે હવે ગુફામાંથી બાળકોએ તેમના માતાપિતાને પત્ર લખ્યો છે.

શું છે આ પત્રમાં?

ઇમેજ સ્રોત, THAI NAVY SEAL
બાળકોએ તેમના માતાપિતાને પત્ર મારફતે ચિંતા ના કરવાનું જણાવ્યું છે.
હસ્તલિખિત આ પત્રમાં તેમણે કહ્યું છે,"ચિંતાના કરશો અમે બધા મજબૂત છીએ."
ઉપરાંત પત્રમાં તેમણે ફ્રાઇડ ચિકન સહિતના અન્ય ફૂડની પણ માગણી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
આ પત્રમાં લખ્યું છે કે ટીચર અમને વધારે હૉમવર્કના આપો.
અત્રો નોંધવું રહ્યું કે, 23 જૂને 12 બાળકો અને તેમના કોચ ગુફામાં અંદર ગયા હતા પરંતુ પૂરના પાણીને કારણે ફસાઈ ગયા હતા.
બાળકોના કોચે પણ લખ્યો પત્ર

ટીમના કોચે પણ એક પત્ર લખ્યો છે અને તેમણે બાળકોના માતાપિતાની માફી માગી છે.
આ નાના બાળકો ફૂટબૉલર્સ છે અને તેમના કોચની સાથે તેઓ પ્રવાસે ગયા હતા.
હવે કોચે પત્ર દ્વારા માફી માગતા કહ્યું છે, "હું બાળકોની મારાથી બનતી તમામ કાળજી રાખીશ. મદદ માટે આવેલા તમામનો પણ આભાર."
ઉપરાંત કોચે લખ્યું છે, "હું બાળકોના માતાપિતાની માફી પણ માગું છું."
બાળકોએ તેમના માતાપિતાના પત્રો તેમને મળ્યા બાદ આ ચિઠ્ઠીઓ મોકલી હતી.
સપ્તાહના શરૂઆતમાં ગુફામાં ફોનથી સંપર્ક થઈ શકે તે માટે ફોનલાઇન નાખવાના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ બાળકો અને માતાપિતા વચ્ચેની આ પ્રથમ પરોક્ષ વાતચીત છે.

ગુફામાં હાલ કેવી સ્થિતિ છે?

હાલ આ બાળકો તેમના કોચ સાથે ગુફામાં ફસાયેલા છે અને ગુફામાં ભરાયેલા પાણીને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે.
બચાવટીમ તેમને ફૂડ, દવા અને ઓક્સિજન સપ્લાય કરી રહી છે.
જે ચેમ્બરમાં તેઓ રહેલા છે તેમાં ઓક્સિજનનું લેવલ ચિંતાનો વિષય બન્યું છે.
તેમાં 15 ટકાનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે આ લેવલ 21 ટકા રહેતું હોય છે.
થાઇલૅન્ડની સરકારનું કહેવું છે કે અંદર ઍરલાઇન સ્થાપવામાં સફળતા મળી ગઈ છે.
દરમિયાન સ્થિતિ કેટલી ગંભીર છે તેનો ખયાલ શુક્રવારે જ્યારે બચાવટીમના સભ્ય એવા બ્રિટિશ ડાઇવરના મૃત્યુથી જ આવી ગયો હતો.
ગ્રાઉન્ડ પર તેમને બચાવવા માટે લશ્કર અને નાગરિકો દ્વારા કામગીરી ચાલી રહી છે.
વળી, રવિવારે વધુ વરસાદની આગાહી હોવાથી વધુ પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















