થાઇલૅન્ડ: દુર્ગમ,ડરામણી ગુફામાંથી બાળકો બહાર કેવી રીતે નીકળશે?

ઇમેજ સ્રોત, AFP
થાઇલૅન્ડની જે ગુફામાં 12 બાળકો એમનાં કોચ સાથે ફસાયેલાં છે એ દૃશ્ય કાંઈક આવુ જ છે.
આ ગુફામાં આ બાળકો 23 જૂનથી ફસાયેલાં છે અને સોમવારે સમાચાર મળ્યા છે કે તેઓ સલામત છે.
સાથે સાથે ગુફાની અંદરના બીજા કેટલાક દૃશ્યો પણ નજર સામે આવ્યા છે.
નીચે દેખાડેલા ગ્રાફ પરથી તમે સમજી શકો છો કે બાળકોને આ ગુફામાંથી બહાર કાઢવા કેટલું કપરું કામ છે. આ નાનકડી જગ્યામાં 13 લોકો ફસાયેલા છે.

આ ગુફા પ્રવેશદ્વારથી બે કિલોમિટર લાંબી અને 800 મીટરથી એક કિલોમિટર જેટલી ઊંડી છે. સમસ્યા એ છે કે આ ગુફા ઘણા વિસ્તારોથી સંપૂર્ણપણે સંપર્કવિહોણી છે.
અહીંયા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એટલે રાહત ટુકડીઓને આ બાળકોને શોધવામાં નવ દિવસો નીકળી ગયા.
બાળકોને બહાર કાઢવામાં તો કેટલાક અઠવાડિયાથી માંડી મહિનાઓ લાગી શકે છે.
બચાવદળો એ બાબત પર ખાસ નજર રાખી રહ્યા છે કે ગુફામાં વધારે પાણી ના ભરાઈ જાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
સોમવારે થાઇ નેવીએ જાહેરાત કરી છે કે તે ગુફામાં ભોજન પહોંચાડવાની તૈયારી કરી રહી છે, જેથી બાળકોને ચાર મહિના સુધી ભોજન મળી શકે.
ગુફાનાં કેટલાક ભાગ તો એટલા સાંકડા છે કે રાહતદળોને આ બાળકોને બહાર કાઢવા માટે પણ આકરી તાલીમ આપવી પડશે.
મોટી સમસ્યા એ છે કે અહીં ફસાયેલાં બાળકો તરવામાં નિષ્ણાત નથી.

ઇમેજ સ્રોત, Reuters
ઇન્ટરનેશનલ અંડરવૉટર કેવ રેસ્ક્યૂ ઑર્ગેનાઈઝેશને બીબીસીને જણાવ્યું કે ત્યાં કોઈ કશું જોઈ શકાય તેમ નથી.
અંધારાનું સામ્રાજ્ય છે. આવી સ્થિતિમાં ત્યાં રહેવું ઘણું અઘરું છે, ફસાયેલા લોકોનો ડર અને ગભરામણ સ્વાભાવિક છે.
આ રાહત બચાવ કામગીરીમાં ઘણા દેશનાં લોકો સામેલ છે. એક હજાર લોકોની એક બચાવ ટુકડી બનાવવામાં આવી છે જેમાં સેના, સ્થાનિક કાર્યકરો અને તાલીમ પામેલા લોકો સામેલ છે.
બચાવ દળ અન્ય એક વિકલ્પ પણ ચકાસી રહી છે જેમાં ગુફાને ઉપરથી ડ્રિલ કરવાની વાત કહેવામાં આવી છે. જોકે એને માટે ખૂબ જ તૈયારી કરવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












